________________
NESRUTEURS
હેમચંદને જોતાં જ તેના ગાલ ઉપર તમાચાની અસર અને ભૂલમાં ગુમડા ઉપર પોતાના હાથે આઘાત થઈ ગયો હોવાનું અનુમાન કરી પોતાની જ ભૂલથી માસુમ-બાલમાનસને ખરેખર મેં ખૂબ જ વ્યથિત કર્યું, તે બદલ જમનાબહેન શરમ-સંકેચ અનુભવવા લાગ્યાં.
બાળક-હેમચંદ પણ માતાની ભૂલની પ્રતિક્રિયા રૂપે ચહેરા કે દષ્ટિના વિકારેને ઉપજવા ન દઈ, સૌમ્યભાવે માતૃવદનને નિહાળી રહ્યા.
સામાન્ય-વાંકે આવેશવશ જમનાબહેને કરેલ પોતાની અઘટિતપ્રવૃત્તિ બદલ મનમાં ખૂબ જ સમસમી રહ્યા, પણ સાથે જ બાલકની ધીરતા, ગંભીરતા, અજબ સહનશીલતા અને બાપા આગળ ફરિયાદ કરવા માટે ઊંકારે કે એક અક્ષર પણ ઉચ્ચારવાની પ્રવૃત્તિ નહીં, આ બધી બાબતોથી જમનાબહેન હકીકતમાં પોતાની કૂખે દિવ્ય-પ્રકૃતિ-સંપન્ન મહાપુરૂષ જમ્યા હોવાની વાતને નિર્ણય મનોમન કરી ભાવી–મહાપુરુષની મત્તાને ધ્યાનમાં લઈ, બાલરૂપે પણ કે'ક પુણ્ય-પ્રકૃતિવાન સાત્વિક-મહાપુરૂષ તરીકે પિતાના બાલકને અભિનંદી રહ્યાં.
યોગ્ય-ઉપચારથી તે ગૂમડાના અશુચિ-ભાગની શુદ્ધિ કરી, રૂઝ લાવનાર દવા લગાડી, મગનભાઈએ વ્યવસ્થિત પાટો બાંધી દીધે, અને બાલક સ્વસ્થતા નિહાળી સંતેષ દાખવ્યો.
ટૂંક-સાયમાં તે દર્દ મૂળથી શાંત થઈ ગયું. રૂઝાઈ ગયેલ તે ઘાનું નિશાન પણ ગળા પર રહેવા ન પામ્યું.
આમ મહાપુરૂષની અદ્વિતીય પુણ્ય પ્રકૃતિના વિપાક : પે માતા તરફથી અનુચિત પગલું આવેશવશ તમાચા મારવાનું થયેલ છતાં ભયંકર ગુમડાના માસમાંથી છોડાવનારૂં બન્યું, આ એક મહાપુરુષની અપૂર્વ મહત્તાનું સૂચક તત્ત્વ છે.
વળી મહાપુરૂષ તરીકેની વિશિષ્ટ-પાત્રતાની કેળવણીના પાયાના ધીરતા, સહનશીલતા, સ્વ-દોષદર્શન, વડીલે પ્રતિ આદર આદિ ગુણની અદ્ભુત પરિમાના દર્શન પણ આ પ્રસંગમાં થાય છે.
(૨) મ્યુનિ. ના ફાનસને પ્રસંગ :- આ જ એક બીજો પ્રસંગ લગભગ દશા વરસની વયે બનેલે વૃદ્ધ-જાણકાર અનુભવી-પુરુષો પાસેથી જાણવા મળેલ છે.
ભાઈ મણિલાલ અને બાળક હેમચંદ નિશાળેથી આવ્યા પછી સાંજના સમયે સરખેસરખા ભાઈબંધ-દોસ્તો સાથે જાત-જાતની શારીરિક તથા બૌદ્ધિક શ્રમવાળી પકડા-પાટી, ગેડી–દડે તેમજ બીજી પણ અવનવી રમત રમતા હતા.
તેમાં એક વખત એવું બન્યું કે
પિતાનું ઘર જે પિળમાં હતું, તેના ત્રિભેટા ઉપર રાત્રે અંધારામાં જતા-આવતા લોકોને સગવડ મળી રહે તે માટે નગરપંચાયત તરફથી થાંભલા ઉપર ફાનસ મૂકેલ, જેમાં સાંજના સમયે જ માણસ આવી દી કરી જાય.
HTTK
(આ)
"
I Tમાં B" cગ
૨૨૮.