________________
S
UŅUVEENDE,
IIIIIIII
પૂililii,
.
inIIRI
પ્રકરણ ૭ ચરિત્રનાયકશ્રીને
ધાર્મિક ઉછેર અને શૈશવકાળ
.
/jij!'
lin
ધર્મનિષ મગનભાઈ અને સંસ્કાર-સંપન્ન જમનાબહેનની સુયોગ્ય–દેખરેખ નીચે ચરિત્રનાયકશ્રીનું વ્યાવહારિક રીતે ગ્ર–લાલન થવા સાથે ધાર્મિક-સંસ્કારનું બીજારોપણ પણ યોગ્ય રીતે થવા લાગ્યું.
જમનાબહેન સવારે બાળકને ખોળામાં રાખી શ્રીનમસ્કાર-મહામંત્ર અને વીશ તીર્થકરોનાં નામ તથા શ્રી ગૌતમસ્વામીજી આદિ પુણ્યશાળી મહાપુરુષે તેમજ સ્થૂલભદ્ર, જબૂસ્વામી, વિજયશેઠ, ધના–શાલિભદ્ર આદિ ઉત્કૃષ્ટ-આત્મબળવાળા આદર્શ–પુરુષોના અવારનવાર નામ સંભળાવતાં.
હવડાયા--ધવડાયા પછી શુદ્ધ વસ્ત્ર પહેરાવી દેહરાસરે લઈ જઈ પ્રભુજીને જે-જે કરાવતા, ઘંટ, ચામર, ધૂપ આદિ દ્વારા બાળકના ચિત્તને પ્રસન્ન કરી પ્રભુ-ભક્તિનું લક્ષ્ય સ્થિર કરવા પ્રયત્ન કરતા.
ઉપાશ્રયે પૂજ્ય-મહારાજશ્રી પાસે લઈ જઈ વંદનની ક્રિયા, વાસક્ષેપ વિગેરેથી ત્યાગભાવના બહુમાનની પ્રક્રિયાને સક્રિય બનાવતા.
મગનભાઈ પણ અવસરે પૂજામાં સાથે લઈ જઈ વિશિષ્ટ રીતે સંસ્કારોનું સિંચન કરવાના ધ્યેયથી જમણું અંગૂઠે પૂજા આદિ કરાવતા.
પૂ. ચરિત્રનાયકશ્રીના જન્મથી બે વર્ષ પહેલાં જન્મેલ મણિલાલની બાલ્યકાળની વિશિષ્ટ પ્રવૃત્તિઓ પૂ. ચરિત્રનાયકશ્રીના જીવન-ઘડતરમાં ખૂબ જ સહયેગી બની રહેતી.
HOI
***OSO06