________________
KETERANVENDRE
એકંદર બંને ભાઈઓએ પિતાજીની વ્યાવહારિક-ધાર્મિક પ્રવૃત્તિઓની જાણે વહેંચણી પૂર્વકમના નિર્માણાનુસાર કરી લીધી, તારાચંદભાઈએ પિતાજીના વ્યાપારાદિ વ્યાવહારિક વારસાને સુગ્ય રીતે સંભાળે, જ્યારે મગનભાઈએ પિતાજીને ધાર્મિક વારસે અપનાવ્યું. અને દિન પ્રતિદિન તેમાં વધારે કરવા લાગ્યા.
ખરેખર ભાવમાં થનારા શ્રીઆગોદ્ધારક જેવા મહાપુરૂષના જીવનઘડતર માટે પૂર્વભૂમિકાની કેળવણું જૈનશાસનની સફળ આરાધના દ્વારા કુદરત મગનભાઈ મારફત કરતી હોય! તેમ સુર–વિચારકેને લાગતું હતું.
પુણ્યાત્મા શ્રી મગનભાઈ શ્રાવકકુળને છાજે તેવા સુંદર આચાર-વિચાર અને વિશુદ્ધ વ્યવહારથી પિતાજીની ધર્મનિષ્ઠતાની કીર્તિમાં વધારો કરવા સફળ નિવડી રહ્યા હતા.
ધર્મનિષ્ઠ મગનભાઈ પૂર્વની આરાધનાના બળે મેહના વિષમ સંસ્કારોની જાગૃતિ કરનારી, ચાર દિવસની ચાંદની રૂ૫ જુવાનીની મેહમસ્ત કરનાર છાયાને પોતાના પરથી ટાળી શકવા સમર્થ બન્યા હતા.
પરિણામે વીતરાગ-પ્રભુની સુંદર ભક્તિ, ત્યાગી સાધુ ભગવંતની ઉપાસના, આત્મહિત કર વિતરાગ-પ્રભુની વાણીનું શ્રવણ, વિવિધ ધાર્મિક-અનુષ્ઠાને અને વિશિષ્ટ વ્રત-પચ્ચકખાણના આસેવનના પરિણામે મૂડી રૂપે લાવેલ મેહનીય કર્મના ક્ષયે શમમાં યશસ્વી વધારો કરેલ.
તેમાં વળી તે વખતના પ્રૌઢ પુણ્યપ્રતાપી, આગમ રહસ્યના જાણકાર, શાસનપ્રભાવક, મુનિશ્રેષ્ઠ પૂ. શ્રી ઝવેરસાગરજી મ. (પૂ. ચરિત્રનાયક શ્રીના ભાવી દીક્ષાગુરૂ)ને સંપર્ક વારવાર : મળવાથી મગનભાઈ જુવાનીના ઉંબરે પગ મુકતાં જ આદર્શ –શ્રાવકને છાજે એવી ભાવની બિભીષિકા અને ત્યાગ-સર્વ વિરતિની અપૂર્વ તમન્નાભરી ઝંખના મેળવી શક્યા હતા.
કપડવંજ ક્ષેત્ર ગુજરાતથી માળવા, મેવાડ જવાના ધેરી માર્ગ પર આવેલ હઈ મુનિપ્રવર આગમરહસ્યપારગામી પૂ. શ્રી ઝવેરસાગરજી મ. લીંબડી બાજુથી ઇદર-ઉદયપુર બાજુ અવારનવાર વિહારના પ્રસંગે જ્યારે જ્યારે કપડવંજ પધાર્યા ત્યારે ત્યારે તેઓશ્રીને સૌથી વધુ સફળ સંપર્ક સાધનારા તરીકે મગનભાઈ હતા.
પાત્રમાં મુકેલી ચીજ યશસ્વી પરંપરા વધારે છે, એ સુજ્ઞ-પુરૂષેની મર્યાદા પ્રમાણે મુનિપુંગવ પૂ. ઝવેરસાગરજી મ. મગનભાઈમાં અથીપણું અને શાસનની સફળ આરાધના માટેની પૂર્ણ પાત્રતા નિહાળી ખૂબજ ઉમંગથી સાત્વિકદષ્ટિના સુમેળ સાથે “શ્રાવક જીવનની સફળતા સર્વવિરતિધર્મને સ્વીકારમાં જ છે,” એ વાતને સુદઢ કરતા રહ્યા.
પ