________________
SGUDUZEUCRS)
મેગલ બાદશાહના સમયથી યતિઓમાં ઘુસી ગયેલા સાતાગારમાંથી ઉત્પન્ન થયેલ આચાર-શિથિલતા અને પરિગ્રહવૃત્તિની થોડી અસર યતિજી મહારાજમાં પણ હતી, તેથી યતિજી કામિનીને પરિચય જરા પણ ન ધરાવતા, છતાં કંચનના વમળમાં ફસાઈ ગયેલ.
જેથી તે પિસાનો વહીવટ ચલાવતા, પણ તે બધું ઉપાશ્રયના સમારકામ કે બહારથી આવેલ યતિઓના સત્કારાર્થે અગર તે બીજા દહેરાસરના જી. દ્વાર આદિ ધર્મક્રિયાઓમાં વાપરતા
તે યતિજી બહારથી કઈ ચીજ મંગાવતા અને તેની ઉઘરાણુએ દુકાનદાર કે માણસ આવે, અગર કેઈ પ્રસંગે કઈ ચીજ લાવવી હોય, તો તે સમયે જેટલાં જરૂરી નાણું હેય તેટલાં નાણું (આના-પાઈ સુદ્ધાં) યતિજી પિતાની ગાદીને એક છેડે અદ્ધર કરી તે વ્યક્તિને લઈ જવા કહેતા,
હકીકતમાં ખરેખર તેટલાંજ નાણું તેમાં એક પાઈ પણ ઓછી વધતી નહી–તે રીતે ગાદીતળેથી મળી આવતાં.
કુતૂહલી ભક્તો યતિજીની ગેરહાજરીમાં તે ગાદીને વાળી-ગુડીને સાફ કરવાના બહાને ઉપાડી ખંખેરીને પાથરતા, છતાં યતિજી તેના પર બેસે અને અચાનક કેઈ કામ આવી પડે તેમાં નાણુની જરૂર પડે, યતિજી ગાદીનો છેડો અદ્ધર કરે એટલે તે વખતે જરૂરી નાણાં ત્યાંથી મળી જતાં.”
આને વેગની પરિભાષામાં આસનસિદ્ધિ કહેવાય છે. આવી યૌગિકશકિત વિરલ વિભૂતિઓ : પાસે જ હોય, તે પણ મોટે ભાગે આબુ, ગિરનાર કે હિમાલય જેવામાં અહાલેક જગાવી પડી રહેનારા, ધૂણી ધખાવનાર બાવાઓ પાસે હોવાના ઉલ્લેખ મળે છે.
પણ જનસમૂહમાં રહેનારા, જનસંપર્ક માં સામાન્ય-સાધુ તરીકે જીવન જીવતા યતિજીમાં આ આસનસિદ્ધિની ચમત્કારિતા ખરેખર અદ્દભુત કહેવાય.
જે કે જિનશાસનની મર્યાદા પ્રમાણે મોહભાવને ઘટાડવાના સફળ ઉપાયરૂપ સાધુ-જીવનની શાસ્ત્રીય-સામાચારીના પાલનના પરિણામે નિરીહભાવના શિખરે ચઢેલ કોક શ્રમણ-ભગવંતને આવી સિદ્ધિની પ્રાપ્તિ સહજ છે, છતાં વિષમકાળે કાળના પ્રતાપે પુણ્યવાન આરાધકોને જિના શાસનની વિશિષ્ટ–મર્યાદાઓનું યથાર્થ પાલન જ્યારે દુર્લભ બનેલ છે, તેવા વર્તમાન-સમયને અનુલક્ષી આ વાત આશ્ચર્યભૂત ગણી શકાય,
નજરે જોયેલ વૃદ્ધ પુરુષે પાસેથી આ બધી સત્ય ઘટનાઓ સાંભળીને નોંધ એટલા માટે કરી છે કે
HINલા
૧૬