________________
Gિ | 2008 22
બાઈ અમૃત આણંદશું રે, ધારિયા ધરમનું કામ સલુણું છે કારભારી બોલાવીયા રે, જે હુસેનભાઈ છે નામ સલુણું છે આવ્યા અમૃતબાઈ આંગણે રે, હરખીને હુસેનભાઈ સલુણ . વરણવી કહી સહુ વારતા રે, દેરાસર તણી ત્યાંઈ સલુણ છે સગાં સંબંધી સહુને રે, તેડીને નિજ પાસ સલુણે દેરાસર કરવા તેણે રે, કહ્યો વિચાર તે ખાસ સલુણા છે વયણ બાઈનાં સાંભળી રે, સહુ કહેવા લાગ્યા ધન સલુણ : સુખે કરે જિન થાપના રે, પ્રભુજી થાય પ્રસન સલુણ છે બાઈ કહે બેઠકનો માંડવે રે, ચૈત્ય બાંધે તે ઠામ સલુણ છે આસપાસના ધામ જે રે, વેચાણ લેએ દઈ દામ સલુણું છે સારૂં સારું કહી હુ ગયા રે બાઈ અમૃત છે બુદ્ધિવાન સલુણું છે બાઈ અમૃત આણંદ શું રે, ધરિ ધરમને કામ સલુણા છે
શ્રી અષ્ટાપદ પ્રતિષ્ઠા લઘુરાસ ઢાળ ૨ ગા. ૧,૨,૯,૧૦ ૧૧, ૧૨ અર્થાત્ “ પ્રતિષ્ઠા લઘુરાસની આ કડીઓમાં શ્રી અમૃત શેઠાણીને ઉભેલ દહેરાસર બંધાવવાના ઉત્તમ વિચારને પિતાના મુખ્ય કારભારી હુસેનમિયાં તથા સઘળા સગાં -સંબંધીઓ સમક્ષ રજુ કર્યાનું અને બધાંની અનુમોદના સાથે દહેરાસરના કામની શરૂઆત કર્યાનું સૂચન છે.
વધુમાં દહેરાસર બંધાવવા માટેની જગ્યાની પસંદગીમાં પણ શેઠાણીએ પિતાની ચકોર બુદ્ધિ વાપર્યાની નોંધ ઉપરની કડીઓમાં મળે છે.
કેમકે શેઠાણીએ ધાર્મિક–સંસ્કારના ઘડતરવાલી વિશિષ્ટદષ્ટિથી દીર્ધદર્શિતા પૂર્વક પિતાના નાના-મોટા સહુ વર્તમાન અને ભાવી સંતાન-પિતૃક દહેરાસરની લેક-શ્રદ્ધાથી પણ વીતરાગ પરમાત્માની ભક્તિમાં નજીક હોય તો વધુ જોડાઈ શકે” એવું વિચારી પોતાની હવેલીની બાજુમાં જ બેઠક તરીકે વપરાતી જગ્યાને સદુપયોગ કરવાનું વિચાર્યું અને આસપાસનાં ખપ લાગે તે મકાને વ્યાજબી વળતર આપીને (કેઈનું મન દુભવીને કે શરમા-શરમથી કે પડાવી લેવાની દૃષ્ટિથી નહી) ખરીદી લેવાની વૃત્તિ-શેઠાણીના હૈયામાં શ્રીમંતાઈને છાકટાપણામાંથી ઉપજતી ભાવ-હિંસા ન કરવાના પવિત્ર સંસ્કારો સ્થિરપણે સક્રિય હતા–એ વાતની મૂક સાક્ષી ભરે છે.
વળી ચરિત્રનાયક પ. પૂ. આગામે દ્ધારક આચાર્યદેવ જેવા જે ધરતીની માટીમાંથી