________________
WATU WAUPne
તેમાં પણ વિશિષ્ટ કેટિની ધાર્મિક ભાવનાના પ્રતીકરૂપ અતિ ગૌરવવંતાં સુપ્રસિદ્ધ જૈન મંદિરો અને તેમાં રહેલી પ્રાચીન ભવ્ય મૂર્તિઓ, ઉપાશ્રયે, પાઠશાળા વગેરે આ ભૂમિની પવિત્રતા અને ભૂતકાળની ભવ્યતાના મૂક સાક્ષીરૂપ છે, તેથી તે બધાને પરિચય ટૂંકમાં અહીં જણાવાય છે. કપડવંજનાં જૈન મંદિરે ?
વિશાલ ભવ્ય દેવવિમાન જેવા સુંદર આઠ જિનાલયે હાલ કપડવંજમાં શોભી રહ્યાં છે. (૧) શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ પ્રભુનું (૨) , અષ્ટાપદજીનું (લાંબીશેરી) (૩) , શાંતિનાથજીનું (ઢાંકવાડી) (૪) , આદીશ્વરજીનું (માણેક શેઠાણુએ બનાવેલ) (૫) , ચૌમુખજીનું (આંબિલ ખાતા પાસે) (૬) , વાસુપૂજ્ય સ્વામીનું (મોટા ઉપાશ્રય પાછળ) (૭) , આદીશ્વર પ્રભુનું મોદી વાસમાં) (૮) , નેમિનાથ પ્રભુનું (અતિસરિયા દરવાજા બહાર) આ બધાંને ટુંક પરિચય આ પ્રમાણે છે(૧) શ્રી ચિતામણિ પાશ્વનાથ જૈન દહેરાસર :
કપડવંજમાં જૈન ધર્મની પુણ્યપતાકા લહેરાવતા ગગનચુંબી જૈનમંદિરમાં શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ પ્રભુજીનું દહેરાસર અત્યંત મહર અને સુંદર છે.
જેમાં વિરાજમાન શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ પ્રભુજીની અતિ પ્રાચીન પ્રતિમાને જોતાં જાણકાર અનુભવીઓનું માનવું છે કે— - “આ પ્રતિમાજી અત્યંત પ્રાચીન જણાય છે, કેમકે પ્રતિમાજીને દેખાવ, વિરલ ચિહને, વિશિષ્ટ લક્ષણે, કેણું નીચેની સુવિશિષ્ટ આકૃતિ, કલામય કેતરણી તેમજ પાટલી ઉપર લેખ ન લેવા વગેરે કારણેથી આ પ્રતિમા શ્રી સંપ્રતિ મહારાજાનાં ભરેલાં પણ કદાચ હેય તેમ જણાય છે.”