________________
લેડ કેવીન કે કોઈ ગેરા મુત્સદ્દીને ભુલાવે તેવા બ્રિટીશ અમલના અણમોલ અમલદાર ભૂતપૂર્વ પંજાબના ગર્વનર સર ચંદુલાલ ત્રિવેદી, સ્વતંત્ર હિંદમાં નહેરૂ-સરદારની પસંદગી પામેલાં લેડી કુસુમગૌરી, આધુનિક જમાનાને વશવર્તી ગણાતાં શ્રી કુસુમબેન દેસાઈ શ્રીમતી કાન્તાબેન ત્રિવેદી, શ્રી ઈસાકભાઈ બંધુકવાળા, શેઠશ્રી જાબીરભાઈ, શ્રી શંકર લાલ શાહ, “આપણું કપડવંજના તંત્રી હરિહર ત્રિવેદી, હાલ અમદાવાદ વસતા શ્રી ચંદુલાલ પારેખ, શ્રી મોહિનીચંદ્ર, શ્રી રાજેન્દ્ર શાહ કવિ, અને શ્રી સેમાલાલ શાહ (ચિત્રકાર), શ્રી વી.સી. ત્રિવેદી, શ્રી એ. જી. મહંમદી, શ્રી ચીમનલાલ પારેખ, છે.ધીરૂભાઈ પરીખ, શ્રી પ્રમોદરાય, શ્રી પ્રિયકાન્ત પરીખ, શ્રી રમણલાલ કે. ત્રિવેદી, શ્રી ધીરૂભાઈ શાહ (કાંટાવાળા), શ્રી ચંદ્રકાન્ત મર પરીખ, શ્રી સોમાભાઈ પુનમચંદ દેશી, શ્રી ચીમનલાલ ડાહ્યાભાઈ (જયંત મેટલ વર્ક વાળા), જયંતિલાલ શંકરલાલ પાદશાહ, શ્રી હરિભાઈ ત્રિવેદી, (પ્રભાત સીન્ડીકેટવાળા) શ્રી જશુભાઈ ઈલેકટ્રીકવાળા, શેઠશ્રી વાડીલાલ મનસુખરામ (બાટલી બોય કુવાળા), શ્રી રમણલાલ નગીનદાસ પરીખ (દિલ્હીવાળા), પ્રખ્યાત ધારાશાસ્ત્રી શ્રી નગીનદાસભાઈ ગાંધી (ભૂતપૂર્વ ધારાસભ્ય), ભૂતપૂર્વ મ્યુનિસિપલ પ્રમુખ તથા ધારાસભ્ય શેઠશ્રી કસ્તુરભાઈ પરીખ વગેરે.
ભૂતકાળમાં પણ શ્રી હરિભાઈ દેસાઈ રહસ્ય મંત્રી તરીકે શ્રી. મ. ગાંધીજીની સાથે દેશભરમાં ફર્યા હતા.
આવા અનેક વ્યાવહારિક, સામાજિક, કાર્યકર્તાઓની અહલૌકિક અને ભૌતિકવાદી નેતાગીરી ની અપૂર્ણતા વ્યક્ત કરનારા આધ્યાત્મિક દ્રષ્ટિએ સ્વ–પરના મહાન ઉચ્ચ કલ્યાણની સાધના કરનાર, સંઘ-શિરોમણિ અજોડ, ભૂત-તિર્ધર પૂ. ચરિત્રનાયકશ્રીના જન્મભૂમિના કારણે કપડવંજ શહેર સઘળી વ્યાવહારિક વિશિષ્ટતા કરતાં વર્તમાન જગતમાં ધર્મપુરી અને તીર્થ સ્વરૂપ તરીકે ભાવિકેના હૈયામાં અંક્તિ થઈ ગયેલ છે.