________________
MSAUDITEURS,
આ સિવાય ધંધાના અનેક ક્ષેત્રેમાં પણ નીમા વૈશ્યજ્ઞાતિ ભાઈઓને સારો ફાળો છે.
સ્વ. શેઠ શ્રી ચીમનલાલ ડાહ્યાભાઈ (જયંત મેટલ વર્કસ-કારખાનાના માલિક) જૈન પરંપરાના ચુસ્ત અનુરાગી હેઈ દાન, દયા, દાક્ષિણ્ય વગેરેમાં મેખરે સ્થાન પામેલા. આ રીતે બાટલીય કંપની મુંબઈના ભાગીદાર સ્વ. શેઠશ્રી વાડીલાલ મનસુખરામ પારેખ આદિ અનેક વ્યાપારીઓ જ્ઞાતિના ગૌરવ રૂપ બનેલા.
નાની પણ અતિ ભવ્ય આ નગરીમાં અનેક ધનાઢ્ય શેઠીઆઓ અને બીજા કેટલાક માતબર વહેરા વગેરેની ભવ્ય ઈમારતે તેમજ બાગ-બગીચા વગેરેની સુંદર ભાથી આજુબાજુના ઘણાખરા લોકો કપડવંજને “નાની મુંબઈ' તરીકે પણ પીછાણે છે.
વળી જિનશાસનની અદ્વિતીય છાયાવાળાં રાધનપુર, ચાણસ્મા, ખંભાત, છાણી આદિ ગામની જેમ કપડવંજની ધરતી પણ વિશિષ્ટ રીતે ત્યાગ અને સંયમના માર્ગે પિતાના સંતાનને ઉમંગભર આગળ ધપાવવા પ્રયત્નશીલ રહી છે.
આ કપડવંજની ભૂમિમાં જન્મેલા અનેક પુણ્યવંત નર-નારીઓએ ઉત્તમ ચારિત્ર ધર્મને સ્વીકાર કરેલ છે.
તેમાં શ્રી સોમાભાઈ ઝવેરલાલ તથા લલ્લુભાઇ કેવળદાસ પાદશાહ જેવાએ તે પિતાનું આખું કુટુંબ વૃદ્ધથી તે બાલ સુધી સાધુ–સંસ્થાને અર્પણ કરેલ છે.
દીક્ષાના પૂનિત પંથે પેલા કે ધપવા ઈચ્છતા પુણ્યવાનને કૌટુંબિક, આર્થિક કે રાજકીય કેઈપણ મુશ્કેલીમાંથી પાર કરવાનું સામર્થ્ય ઉપર જણાવેલ રાધનપુરાદિ શહેરની જેમ કપડવંજ પણ જિનશાસનના અભેદ્ય કિલ્લા રૂપે આપી રહ્યાના ઢગલાબંધ દાખલા વીસમી સદીના ઉત્તરાર્ધથી મળી રહે છે.
કપડવંજ શહેરમાં અનેક કુટુંબ પિતાના સમસ્ત પરિવાર સાથે પ્રભુશાસનને સમર્પિત થયાની વ્યવસ્થિત નેધ પાછળના પરિશિષ્ટમાં વિગતવાર આપવામાં આવી છે.
શ્રી ચિંતામણી પાર્શ્વનાથના જિનાલયના વહીવટદાર ભાઈ શંકરલાલ વીરચંદ દેશી જેવા ધર્માનુરાગી અને શાસન ભડવીરને કેમ ભૂલી શકાય? જેઓશ્રી આપણા ચરિત્રનાયક આનંદસાગર સૂરીશ્વરજીની પરમેશ્વરી પ્રત્રજ્યામાં સંપૂર્ણ રીતે સહાયક બન્યા હતા.
પિતાના ક્લાપૂર્ણ વિશિષ્ટ સ્થાપત્યોથી અને અધ્યાત્મ અનુરાગી અનેક મહાપુરૂષેની જન્મભૂમિ તરીકે ભાગ્યશાળી બનેલું આ શહેર આજે પણ પ્રતિષ્ઠાને યથાવત્ સુરક્ષિત રાખે છે–તે એક સ્મરણીય હકીક્ત છે.
-
-
-
-
2