________________
[૧૬] સાગર સમાલોચના સંપ્રહ યાને આગમોદધારકની શાસનસેવા વર્ષ ૪ અંક ૨૪ “ સિદ્ધચક્રને વધારે”
મહારાજશ્રી કલ્યાણ વિજયજીને વિનતિ સાંભળવા પ્રમાણે આપે મારા ૮૫ પ્રશ્નના ઉત્તરે જે પિપર છપાવવા મોકલ્યા હતા ત્યાં છાપવાને નિષેધ લખ્યું હતું, પણ હવે તે છપાઈ ગયા છે માટે આ જાહેર ખુલાસે સામાન્યરીતે જ લખ પડે છે.
૧ જિજ્ઞાસા ધરાવનાર શનીવારની સંવછરી કરવાવાળા વિસ્તારથી પ્રશ્ન હોય તે સારી રીતે સમજે માટે જ પ્રનની પરંપરા હતી.
૨ પર્યુષણના પવિત્ર દિવસોમાં આરાધનામાં ખલેલ ન આવે માટે ઉત્તર આદિને નિષેધ કરાય છે એમ ચોકખું છતાં અડધા ઉપર ધ્યાન દેવાથી ચતુરાઈનું ચણતર જણાયું તેમાં હું નિરૂપાય છે.
૩ આપના લખાણ ઉપરથી જોધપુરી ચંડાશુગંડુ પંચાંગ આપણામાં મનાયું છે અને મનાય છે એમ જે નકકી થાય છે. તે અન્ય શનિવારવાળા પણ કબુલ કરશે તે ટીપણું બાબતમાં તે સવાલ કે વિરોધ નહિ રહે.
૪ પુનમ કે અમાવાસ્યાના ક્ષયે કે તેની વૃદ્ધિએ તેરસને ક્ષય કે વૃધિએ તેરસને ક્ષય કે વૃદ્ધિ થાય છે તે વીસમી સદીની શરૂઆતથી થાય છે એમ જે આપ વીસમી સદીથી જુને રિવાજ નથી. એમ કહી જણાવે છે તે તે રિવાજને માનનાર અને આચરનારે તે ભાદરવા સુદ પાંચમની વૃદ્ધિ કે ક્ષય હોય ત્યારે ભાદરવા સુદ ત્રીજની જ ' વૃદ્ધિ કે ક્ષય કરે એજ વ્યાજબી છે.
૫ પુનમ કે અમાવાસ્યાના ક્ષય કે વૃધિએ તેરસનો ક્ષય કે વૃદ્ધિ કરવાનું જે અશાસ્ત્રીય કે શાસ્ત્ર બાધિત લાગતું હોય તો તેને નિર્ણય થવાની જરૂર હતી. માત્ર પિતાના વિચારથી તે જુની રૂઢિને અશાસ્ત્રીય કે શાસ્ત્રવિરૂધ્ધ માની લેવી કે કહી અથવા લખી દેવી તે ઠીક નથી
૬ શ્રી હરિપ્રશ્નમાં જ્યારે પંચમીના ક્ષયે તેનું તપ તેની પહેલી તિથિમાં કરવું એમ જણાવ્યું ત્યારે જે પુનમનું તપ પણ ચૌદશે પુનમના ક્ષયે કરવાનું હેત તે તેમાં પણ પૂર્વતિથિમાં પુનમના ક્ષયે પુનમનું તપ કરવું એમ જણાવત, પણ તેમ નથી જણાવ્યું તેથી પુનમના ક્ષયે પુનમને તપ કરવામાં કંઈ પચમીના ક્ષયે તેની પૂર્વતિથિમાં કરાતા તપ કરતાં વિશિષ્ટતા છે, અને તે વિશિષ્ટતા ત્રયોદ્દેશીતુ ચો: એમ દ્વિવચન વાપરીને સ્પષ્ટ કરી છે.