________________
[૧૧૪] સાગર સમાલોચના સંગ્રહ યાને આગમેદ્વારકની શાસનસેવા જણાવ્યું કે- જે એક જૈન પ્રવચન' શબ્દ સમાલોચનાની નિચે ન આવે તે માટે કોઈ જાતને વાંધો નથી” એમ કહેવા છતાં મારા જ કથનથી કેટલાક કઠિન શબ્દ કાઢી નાખ્યા પછી પેલા ધર્મપ્રેમી ગૃહસ્થમાંથી અમુક સદગૃહસ્થ ઉ. શ્રીરામવિજયજીને આહાનના સ્વીકારની આચાર્યદેવશ્રીના હાથની ચીઠ્ઠી કે જે બીજે મનુષ્ય સંગ્રહી જ રાખે પણ આપી ન શકે તે આપવા જણાવ્યું અને ઉ. શ્રી રામવિજયજીએ તે ચિકી મને આપી મેં તે વખત ચોકખા શબ્દોમાં જણાવ્યું કે- આચાર્યદેવશ્રીએ તે ચિઠ્ઠી “તમે સમાલે ચનાને સ્વીકાર કરેલે હેવાથી હવે નકામી છે અને તમારી પાસે રહેશે તે જળવાશે એમ કહેલું છે, એવું સ્પષ્ટ જણાવ્યા છતાં ઉ શ્રી રામવિજયજીએ તે ચિઠ્ઠી મને આપી, જે મેં સમાલોચનાની સાથે આચાર્યદેવશ્રીને સુપરત કરી.
આ મારી જણાવેલી હકીકતમાં કાંઈપણ ફેરફાર હોય તે ઉ શ્રી રામવિજયજી કે તે ત્રણ સંગ્રહ છે કે જેઓ હતા તેઓજ પિતાની સહીથી જણાવી શકશે.
તા.ક. આહાનના સ્વીકારની ચિઠ્ઠી ન લખતાં આચાર્યદેવશ્રી વિગેરે વિચાર તે હેડબીલ કહાડવાનું હતું, પણ શ્રી સિદ્ધાચલજીના સઘન અવસર હોવાથી મેં પિતેજ આહાનના સવીકારનું હેડબીલ નહિ કહાડતાં ચિઠી લખવા વિનતિ કરી હતી અને આચાર્યદેવશ્રીએ તે વિનંતિ સ્વીકારી ચીઠી ઉને દેવા આપી હતી અને આ વાત મેં ઉશ્રી રામવિજયજી તથા ત્રણ સદગૃહસ્થને વિદ્યાશાળામાં તે વખતે જ જણાવી હતી. લલુભાઈ ટાઈટલ પેજ ૪થું અને ૩જું
પ્રવચનના સંપાદકને ૧ તમે જે વખત પ્રવચનપત્રમાં માત્ર રિપોર્ટર તરીકે કામ કરતાં હતાં, પણ હાલની પેઠે કાર્ય નહોતા કરતા તે વખતે તમારા વકતાએ સ્થાન સ્થાન પર સ્પષ્ટપણે અને ઘણાજ વિસ્તારથી જાહેર કરેલું છે કે “વાલી મુનિજીએ રાવણને કરેલી શિક્ષામાં રાગ કે દ્વેષ સર્વથા હતા જ નહિ અને શ્રી આચાર્યદેવશ્રીનું કથન એ હતું કે- “રાવણ તીર્થને દ્રોહી હતી અને તેથી તેના ઉપર તે કારણથી જ થયેલા રોષને અંગે જ તે શિક્ષણ હતું.” હવે તો તમારા તે વકતા વાલી મુનિજીએ કરેલ શિક્ષા રાગદ્વેષ યુક્ત હતી પણ વીતરાગતા એટલે સર્વથા રાગદ્વેષ વિનાની દશાવાળી ન હતી એમ તમારા દ્વારા જાહેર કરતા હોય તે શાસનપ્રેમીઓને આનંદ જ છે.
૨ સંપાદકછ ! અંતે સત્ય તરી આવે છે એવી લોકકિત ખરેખર સાચી નીવડી છે અને તેથી તમારા હાથે જ પ્રવચનવકતાની પીછેહઠ સિદ્ધ થઈ ગઈ છે, કેમકેતમારા જણાવવા પ્રમાણે આટલી વાત તે નકકી થાય છે.
૧ તમે કબુલ કર્યું છે કે શાસ્ત્રાર્થ અટકાવવા ચિઠી પાછી મોકલવી એ રસ્તે ત્રણ ધર્મપ્રેમી ગૃહસ્થને તમારા પ્રવચન વકતાએ જ જણાવ્યું.