________________
પરિચછેદ,
પઠનસિદ્ધિ કારણાધિકાર.
૩૧.
વિચાર ક્ષણવાર પણ મહારા મગજમાંથી ખસતું નથી.” કેળવણુની આવી ઉલટી રીત અમેરિકામાં હતી.
કિન્ડરગાર્ટનની રીતે શિક્ષણ છોકરાઓને ત્યાં કિન્ડરગાર્ટનની પદ્ધતિથી ભણાવવામાં આવે છે. શિક્ષકે છોકરાઓ સાથે રમતા, કૂદતા, ગાતા, નાચતા, શિક્ષણ આપતા ચાલ્યા જાય છે, અને છોકરાં મોજમઝાની સાથે શિક્ષણ ગ્રહણ કરે છે. ધારો કે છોકરાંઓને વહાણને પાઠ શિખવે છે. લાકડાનું વહાણ દરેક છોકરી આગળ મૂક્યું છે, અને વહાણ બાંધવાના ઉપયોગમાં આવતી લાકડાની ચીપો વગેરે પાસે મૂક્યાં છે, પુરુષશિક્ષક અથવા સ્ત્રીશિક્ષક છોકરાઓ સાથે મળી જઈને કહે છે કે “અમે તે હવે વહાણ બાંધીશું, અમે તે હવે વહાણ બાંધીશું.” છોકરાંઓ પણ એકદમ કહેવા લાગે છે કે “અમે પણ બાંધીશું.” એ ! સર્વ છોકરાઓ નીચે બેસી ગયાં. એકે વહાણ તૈયાર કર્યું, બીજાએ પણ કર્યું, ત્રીજાને જરા વાર લાગતાં શિક્ષક અને બીજાં છોકરાંઓએ તેને મદદ કરી, અને તેનું વહાણ પણ તૈયાર થયું. છોકરાં પિતેજ હોંશથી શિક્ષકને પૂછવા લાગ્યાં કે “આ ભાગનું નામ શું? આ ભાગ શું કહેવાય? આ શું? પેલું શું ?” શિક્ષક વહાણના ભાગનાં નામ કહેતે ગયે, અને છોકરાઓને વહાણ વિષે બધી માહિતી સહજ મળી ગઈ !
આપણા દેશનાં છોકરાંઓ ગોખે છે કે “Kel. (કીલ) એટલે વહાણનું તળિયું, કીલ એટલે વહાણનું તળિયું ” એમ કરતાં કરતાં મગજમાં કીલ શબ્દ ઘુસી ગયે, પરંતુ “કલ” શી વસ્તુ છે, અને વહાણ કેવું થાય, તે એવી ગોખણપટ્ટીથી છોકરાં જરાએ સમજી શકતાં નથી. ત્યાં પ્રથમ પદાર્થ ઓળખતાં શીખવે છે. અને પછી નામ કહેવામાં આવે છે. અહીંઆ તો નામ જ ગેખાવવામાં આવે છે, અને પદાર્થના આકારનો આખી ઉમ્મરમાંએ અનુભવ મળતો નથી. ત્યાં છેકરાઓ પોતાના ચંચળ સ્વભાવ પ્રમાણે સવાલ પૂછતાં રહે છે, અને શિક્ષકનું કામ તો એટલું જ હોય છે કે તેમને સવિ
સ્તર જવાબ આપવા. અહીંના મોટા મેટા શિક્ષકે, ન્હાના ન્હાના છોકરાઓને સવાલ પૂછી પૂછીને ગુંગળાવી નાંખતાં બિલકુલ શરમાતા નથી! જેનાથી જ્ઞાનની અભિરૂચિ ઉત્પન્ન ન થાય તે શિક્ષણ શાનું? અહીંઆ માસ્તરને દેખીનેજ છોકરાંઓ બહી મરે છે, જ્યારે ત્યાં છોકરાંઓને શિક્ષકપર જેટલે પ્રેમ હોય છે, તેટલે માબાપ ઉપર પણ હેતે નથી અને શાળામાં તેમને જેટલે આનંદ થાય છે, તેટલે ઘેર પણ