________________
પરિચ્છેદ દ્વેષદેષાધિકાર.
૫૦૩ : =====ાનજનક કકકકકાના નાકથયાં નવપલ્લવ તરૂવર સરરે, અખિલજન હરખીયાં એને ઉતરવે; હાંરે તુતે ગંડક બલીમરે ગરવે.
જવાસા ૨ ધાર્યું તેં તે અભિમાન અતિઘણુંઆજે, બીજાની ચડતી દેખીને તું દાજે; હાંરે જાણે ઘન કેમ મુજશિર ગાજે.
જવાસા - ૩ એનો એક વાલ તારાથી ન તૂટે, તેને જશ તારે ખુટાડે ન ખુટે; હાંરે ઠાલો શિદને કપાલ તું કુટે.
જવાસા ૪ એનો જગકર્તાએ કીધે વધારો, તેથી તેને સર્વને લાગે છે સારા; હરે તેતે તેલ તપાસને તારે.
જવાસા. ૫ જેને તે સરવનું ઈચ્છે છે સારું, નહિ ચહા કેઈનું થવાને નઠારું; હારે તેણે શું બગાડયું ભાઈ તારું.
જવાસા૬ એને એકે આળ ચડાવ્યું ન ચડશે, એના સામું ફેંકતાં તુજ શિર પડશે, હારે તારી ઈર્ષા તે તુજનેજ નડશે.
જવાસા. ૭ જ્યારે તુજ અંગમાં શેષ જણાય, ત્યારે તું અદેખ ને ભૂડા ભાવે હાંરે તું તે હલકે હઠીલો ગણાય.
જવાસા૮ તું તે જાણે માન હું મેળવું મેટું, તે બીજા લેકના ચિત્તમાં ચોટયું; હાંરે ખેંચી લેતાં તે મળવાનું છેટું.
જવાસા. ૯ હજી થાને ગંભીર તજ હલકાઈ, અલ્પ ગુણ મળતાં ન જવું છલકાઈ હાંરે ભલું તેથી થાશે તારું ભાઈ,
જવાસા. ૧૦ થયું સહુ પ્રફુલ્લિત તું તેવો થાને, સરસ ગુણ વરસાદના તું તે ગાને, હાંરે મિત્રતાથી હળીમળી જાને.
જવાસા૧૧ કહ્યાં કથન આતે તારે શુભ કામે, દેખી તારું દુઃખ દિલ ધારી દયા મેં; હાંરે રૂડી રીતથી દલપતરામે,
જવાસા) ૧૨
મનહર. ગાજે જ્યાં ગગનઘન જવા સુકાઈ જાય, તરૂવર તે તમામ ફાલીને કુલાય છે; સૂરજની શોભા દેખી સર્વને સંતોષ થાય, ઘુડ તો ઘલાય ખુણે ઘણું ગભરાય છે. અદેખાને ઉપદ્રવ કરે નહીં કાંઈ તેય, અદેખાનું શરીર સ્વભાવથી સુકાય છે; સુણો રૂડા રાજહંસ દાખે દલપતરામ, તેમ દ્વેષી જનતે સ્વભાવે જલી જાય છે. ૧૪
કવિત. કહું તને શણુ કાગ, રૂડા નથી તારો રાગ, કેયલનો કરો વાંક કાઢીએ શે કારણે,
દલપતકાવ્ય ભાગ બીજો