________________
વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૩ જે.
એકાદશ -- જય જજાજન======= ==જનક તે સૂચના અમલમાં મૂકશે તેઓને પ્રત્યક્ષ અનુભવ મળશે. થોડી મુદત જેણે બ્રહ્મચર્ય જાળવ્યું હશે તે પણ પોતાના મનમાં વધેલું બળ ને શરીરનું બળ, એ બને જોઈ શકશે; અને એક વખત જે તેના હાથમાં પારસમણિ આવશે તે તેને જીવની સાથે જતન કરી સાચવશે. જરાએ ચકશે તે તુરત જોઈ લેશે કે તેણે મટી ભૂલ કરી છે. મેં તે બ્રહ્મચર્યના અગણિત લાભ વિચાર્યા પછી જાણ્યા પછી, ભૂલો કરી છે, ને તેનાં કડવાં પરિણામ પણ જોયાં છે. ભૂલ પહે લાંની મારા મનની ભવ્ય દશા, ભૂલ પછીની મારી દીન દશા, એને મને તાદશ ચિતાર આવ્યા કરે છે. પણ મારી ભૂલમાંથી હું એ પારસમણિની કિંમત જાણતાં શીખ્યો છું. હવે અખંડ જાળવીશ કે નહિ એ જાણતો નથી. ઈશ્વરની સહાયથી જાળવવાની આશા રાખું છું. મારા મનને અને શરીરને તેથી થએલા લાભ હું જોઈ શકું છું. હું પોતે બાળપણે પરણેલો, બાળપણે અંધ બનેલો, બાળપણે પ્રજા પામેલો ઘણે વર્ષે જાગ્યે જાગીને જે યું તો મહાભારતમાં પડેલો એમ લાગે છે. મારી ભૂલથી ને મારા અનુભવથી જે કોઈપણ ચેતી લેશે ને બચશે તે આ પ્રકરણ લખીને હું કૃતાર્થ થ સમજીશ. આ પણ ત્રિરાશી બાંધવા જેવી છે. મારામાં ઉત્સાહ ઘણું છે એમ બહુ માણસોએ કહ્યું છે ને હું માનું છું, મારું મન તે નબળું ગણાતું નથી-કેટલાક તો મને હઠીલો ગણે છે, મારા શરીરમાં ને મનમાં રેગો રહેલા છે, પણ મારા પ્રસંગમાં આવે. લાના પ્રમાણમાં હું સારી રીતે આરોગ્યવાળો ગણાઉં છું. આ દશા જે હું વીસ વર્ષ સુધી વધારે કે એ છે વિષયમાં રહ્યા પછી જાગવાથી સાચવી શકો છું તે એ વીસ વર્ષ પણ બચાવી શકયો હોત તો કયાં હતી? હું પોતે તે સમજુ છું કે મારા ઉત્સાહનો આજે પારજ ન હોત, અને પ્રજાની સેવામાં કે મારા સ્વાર્થમાં હું એટલો ઉત્સાહ બતાવી શક્ત કે તેની બરાબરી કરનારની કસોટી થાત. આટલે સાર મારા ભાંગેલા દાખલામાંથી ખેંચી શકાય છે. જેઓ અખંડ બ્રહ્મચર્ય પાળી શક્યા છે તેઓનું શારીરિક, માનસિક, નૈતિક બળ જેણે જોયું હોય તે જ વિચારી શકે તેનું વર્ણન ન થઈ શકે.
આ પ્રકરણ વાંચનાર સમજેલ હશે કે જ્યાં પરણેલાને બ્રહ્મચર્ય પાળવાની સલાહ આપવામાં આવી છે ત્યાં, ને રંડાયેલ પુરુષને વૈધવ્ય ભેગવવાની સલાહ આપી છે ત્યાં, પરણેલ કે ન પરણેલ પુરુષ યા સ્ત્રીને બીજે ક્યાંય પણું વિષય કરવાને અવકાશ હેયજ નહિ. પરસ્ત્રી અથવા વેશ્યા ઉપર કુદષ્ટિ કરવાથી શું ઘેર પરિણામ આવે છે એ આરોગ્યના વિષયમાં વિચારી શકાય નહિ, એ ધર્મને ને ઉડી નીતિને વિષય છે. અહીં તે માત્ર એટલું જ કહી શકાય છે કે પરસ્ત્રી અને વેશ્યાગમનથી માણૂસે વિસ્ફોટક આદિ નામ ન લેવા