________________
૪૦૮
વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ–ભાગ ૩ જે.
એકાદશ
આપણે જોઈ શકતા નથી કે શારીરિક કસરત વિના કરેલાં માનસિક કાર્યો નીરસ ને નમાલાં હોય છે. ચાલવાથી લોહીને ફેરા ઝપાટાબંધ દરેક ભાગમાં થાય છે, તેથી દરેક અંગની હીલચાલ થાય છે, અને બધાં અંગ કસાય છે. ચાલ વામાં હાથ વગેરેની હીલચાલ થાય છે એ યાદ રાખવું જોઈએ. ચાલવાથી શુદ્ધ હવા આપણને મળે છે. વળી બહારના ભવ્ય દેખાવ આપણે જોઈયે છીએ. ચાલવું તે હંમેશાં એકજ જગ્યાએ અથવા ગલીઓમાં હોવું જોઈએ નહિ, પણ ખતમાં ને ઝાડીઓમાં ફરવું જોઈએ, તેથી કુદરતની શેભાની કિંમત કંઈક કરી શકાય છે. એક બે માઈલ ચાલવું તે ચાલવું ગણવાનું નથી, પણ દશ બાર માઈલ ચાલવું એજ ચાલવું ગણાય. આવું હમેશાં જેનાથી ન બને તે દર રવિવારે ખૂબ ચાલી શકે છે. એક દરદી એક અનુભવી વૈદને ત્યાં ગોળી લેવા ગયે, તેને દરદ અજીર્ણનું હતું. વૈદે તેને હમેશાં ડું ચાલવાની સલાહ આપી. દરદી બે કે તેનામાં જરાએ તાકાદ નથી. વેદ સમજે કે દરદી બીકણ હતું, તે તેને પોતાની ગાડીમાં લઈ ગયે. રસ્તામાં ચાબુક જાણી જોઈને પાડી નાખે. વિવેકને ખાતર દરદીને ચાબુક લેવા ઉતરવું પડયું. વૈદે પોતાની ગાડી હાંકી મૂકી. બિચારા દરદીને હાંફતા હાંફતા પાછળ જવું પડયું. તેને ખબ ચલાવ્યા પછી ગાડી પાછી વાળી દરદીને ગાડીમાં લીધો; ને તેને કહ્યું કે તને ચલાવવું એજ તારી દવા હતી, તેથી વૈદને ઘાતકી દેખાગને જોખમે પણ દરદીને ચલાવવું પડે. દરદીને પણ કકડાવીને ભૂખ લાગી હતી તેથી ચાબુકની વાત ભૂલી ગયો. તેણે વૈદને ઉપકાર માન્ય ને ઘેર જઈને સંતોષપૂર્વક ખાધું. જેઓને ચાલવાની ટેવ નથી ને જેઓને બદહજમી ને તેથી ઉત્પન્ન થતાં દરદ થાય છે તેએાએ ચાલવાને અખતરો કરી જે.
પષાક. ખોરાક ઉપર આરોગ્યનો આધાર રહે છે તેમ પિષાક ઉપર પણ કંઈ દરજજે રહે છે. ગેરી ઓરતે પોતે માનેલી શોભાને ખાતર એવો પોષાક પહેરે છે કે તેથી તેમની કેડ અને પગ સાંકડાં રહે. આથી અનેક પ્રકારનાં દરદનાં ભેગી તેઓ થાય છે. ચીનમાં ઓરતોના પગ એટલા નાજુક રાખે છે કે આપણું બચ્ચાંના પગ પણ તેથી મોટા હોય છે. આથી ચીનની ઓરતેના આરેગ્યને ઘણે ધકકે પહોંચે છે. આ બે દાખલા ઉપરથી વાંચનાર તુરત સમજી શકશે કે પોષાકની પસંદગી ઉપર આરોગ્યને આધાર કંઈક ભાગે પણ રહે છે ખરે,