________________
૪૨
વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૩ જે.
એકાદશ
વહેલા પડી જાય છે, ને તેટલા ગળપણમાંથી કંઈ તેઓ ફાયદો મેળવતા નથી. ઘઉં, બદામ, મગફળી, અખરોટ, લીલો મે એ બધામાંથી અનેક વસ્તુઓ ખાવા ગ્ય બનાવી શકાય છે.
રાક કેટલે લેવો ને ક્યારે લે, એ હવે ખોરાકના સંબંધમાં વિચારવાનું રહ્યું તે હવે પછીના પ્રકરણમાં વિચારીશું.
કેટલું ને કેટલી વખત ખાવું? કે રાક સરસ છે એ આપણે વિચારી ગયા. કેટલું કે કેટલી વખત ખાવું એ વિચારવાની જરૂર છે, અને તે વિષયને માટે જૂદું પ્રકરણ રાખવું ઘટે છે. કંઈક અંશે કેટલું ખાવું એની સાથે સંબંધ રાખે છે. “કંઈક અંશે” એમ કહેવાનો હેતુ એ છે કે જે વજન ખાવું જોઈએ તે વજન માણસ એકજ વખતમાં ખાઈ શકતે નથી, તેણે ખાવું ન જોઈએ; એટલે ઘણે ભાગે તો કેટલું ખાવું ને કેટલી વખત, એ પરસ્પર સંબંધ ધરાવતાં નથી.
કેટલું ખાવું એ વિષે ડોકટરોના ઘણા મત છે. એક ડોકટર કહે છે કે ખૂબ ખાવું ને જૂદી જૂદી જાતના ખોરાકના ગુણ પ્રમાણે ખાવાનાં વજન આપ્યાં છે. બીજે ડોકટર કહે છે કે મજુરી કરનારે અને માનસિક કામ કરનારે જૂદા પ્રકારનો ને જૂદા વજનમાં ખેરક લે જોઈએ. વળી ત્રીજે કહે છે કે મજુર ને જામ અને સરખો ખોરાક ખાવાનો છે–ગાદીપતિને ઓછો ચાલે ને મજુરને વધારેજ જોઈએ એ નિયમ થી. નબળા ને સબળાને જૂદાં વજન જોઈએ એતે સૌ કોઈ જાણે છે. મરદ અને સ્ત્રીના ખોરાકમાં તફાવત હોય છે. મેટા ને બાળકના, ઘરડા ને જુવાનના ખોરાકના વજનમાં તફાવત હોય છે. છેવટે એક લેખક તે એવું કહે છે કે જે આપણે ખોરાકને એટલો ચાવીએ કે તેને તદન રસ મેંઢામાં થઈ જઈ થુંકની પિઠે પિતાની મેળે ગળે ઉતરી જાય, તે આપણે માત્ર પાંચથી દશ રૂપીઆ ભાર ખેરાકથી ચલાવી શકીએ. આ માણસે પિતે હજારે અખતરા કર્યા છે. તેનાં પુસ્તકોની હજારે નક્લ ખપી છે, અને તે બહુ વંચાય છે. આવી સ્થિતિમાં કેટલું ખાવું એ વજન આપીને જણાવવું તે ફેકટ છે.
પણ ઘણે ભાગે બધા દાક્તર લખી ગયા છે, કે સેંકડે નવાણું ટકા માણસ, જોઈએ તેના કરતાં વધારે ખોરાક ખાય છે. ડૉકટરો એમ ન લખી ગયા હોત તો પણ આપણે તે વાત સમજી શકીએ એવી સાધારણ છે. આમ હાઈને ઓછું ખાઈને કોઈ પોતાની તબીયત બગાડે એવી ધાસ્તી રાખી, એ