________________
પરિચ્છેદ.
આરોગ્ય-આધકાર,
૩૮૩
ખાતાં પાણી પીનારે એટલું યાદ રાખવું જોઈએ કે ખોરાક જલદી ગળે ઉતરે એ વિચારથી તો નજ પીવું. ખોરાક પિતાની મેળે ગળે ન ઉતરે તે કાંતે તે બરાબર ચવા નથી અથવા હાજરી તે માગતી નથી.
ખરું જોતાં તે પાણી પીવાની જરૂર ઘણે ભાગે નથી ને ન હોવી જોઈએ. જેમ આપણા શરીરની બનાવટમાં ૭૦ ટકા ઉપરાંત પાણી છે તેમજ ખારાકમાં છે. કેટલાક ખોરાકમાં તે ૭૦ ટકાથી બહુ વધારે પ્રમાણમાં પાણી છે. એવું અનાજ એકે નથી કે જેમાં પાણી મુદ્દલ ન જ હોય. વળી આપણે રાંધીએ છીએ તેમાં તે પાણી પુષ્કળ વાપરીએ છીએ, છતાં પાણીની હાજત કેમ થાય છે? આનો પૂરે જવાબ તો ખરાકના પ્રકરણમાં મળી શકશે, પણ સાધારણ રીતે એટલું આ સ્થળે કહી શકાય કે જેના બેરાકમાં બેટી તરસ ઉત્પન્ન કરનારી વસ્તુઓ, જેવી કે મસાલે મરચાં વગેરે નથી આવતાં તેને થોડું જ પાણી પીવું પડે છે. જેઓ પોતાને ખોરાક મુખ્યત્વે લીલા મેવામાંથી મેળવે છે તેને નર્યું પાણી પીવાની ઈચ્છા ભાગ્યેજ થશે. માણસને વગર કારણે હમેશાં અત્યંત તરસ લાગે તેને કંઈક પણ દરદ થયું છે એમ જાણવું.
ગમે તેવું પાણી પીવા છતાં કેટલાક માણસને કંઈ નથી થતું, એમ ઉપર ટપકે જાણી, બીજાં કેટલાંક માણસે ગમે તે પાણી પીતાં જોવામાં આવે છે. જે જવાબ હવાના પ્રકરણમાં એવી જાતના સવાલને અપાયે તે જવાબ આ વખતે પણ લાગુ પડે છે. વળી આપણું શરીરનું લેહી એવા સરસ ગુણ ધરાવે છે કે ઘણી જાતનાં ઝેરને તે લેહીજ નાબૂદ કરે છે. પણ સરસ તલવારને વા પર્યા પછી જે તેની ધાર બરોબર ન કરીએ તે નુકસાન પહોંચે છે, તેમજ લોહીનું છે. લેહીની પાસેથી આપણા ચેકીદારનું કામ લઈએ ને તેની માવજત ન કરીએ તે તેની શક્તિ ઘટે, ને છેવટે નાશ પામે, એમાં નવાઈ જેવું નથી. એટલે હમેશાં ખરાબ પાણી લઈએ તો છેવટે લોહી પોતાનું કામ કરતું અટકેજ,
ખોરાક. હવા, પાણી અને અન્ન, એ ત્રણ આપણે ખેરાક છે, છતાં સાધારણ રીતે તો આપણે અનાજનેજ ખોરાક માનીએ છીએ, અને અનાજમાં માત્ર દાણે ગણીએ છીએ. ઘઉં, ચાવલ વગેરે ન ખાનારને અનાજ ખાનાર નહિ માનીએ. વાસ્તવિક રીતે હવા એ પ્રથમ ખેરાક છે, તેના વિના મુદ્દલ ન ચાલે