________________
શબ્દકૂટ-અધિકાર.
૩૦૩ નકકww w = ==== === ======
પ્રહેલિકા એટલે બાળકે જે ઉખાણું કહે છે તે સમજવાં. આવી પ્રહેલિકાથી તર્કશક્તિ વધે છે તેમજ કવિ કે શ્રેતાઓને આનંદ ઉપજે છે. પ્રહેલિકા સમજવા માટે વધારે શબ્દજ્ઞાનની જરૂર છે. આપણું દેશમાં એવી પ્રહેલિકા અરસપરસ પુછવાને વધારે પ્રચાર હતા, એટલું જ નહિ પણ લગ્ન વખતે વરકન્યા પણ એવી સમસ્યાના લકે પરસ્પર પુછતાં હતાં. તર્કશક્તિને ખિલવવાને તે એક સરલ રસ્તો છે. આ પ્રહેલિકા એ અર્થફૂટ છે તેથી તેની સાથે સંબંધ ધરાવતો શબ્દકૂટ અધિકાર લેવા આ અધિકાર અત્રેજ પૂર્ણ કર્યો છે.
રામ-અધિવરાર.
,
,' ..
,
,
; * *
$
',
તા -4 se,
કવિતાને અર્થ સરલતાથી ન સમજાય એટલે ગુંચવાડાભરેલો હોય તે કૂટ કવિતા અથવા મલેક કહેવાય છે. એને અર્થ પંડિતો પણ બહુધા મુશ્કેલીએ કરી શકે છે અથવા
કોઈવાર તે તેને કર્તા પોતેજ જે ખરો અર્થ કહે છે ત્યારે જ સમજાય છે. આવા કાવ્યમાં કવિઓ ઉપરટપકે જોતાં માણસને ભૂલાવામાં નાખે એવા અર્થવાળા શબ્દો તથા એતિહાસિક અને પૌરાણિક પ્રસિદ્ધ કથાઓ ગોઠવે છે એટલું જ નહિ પણ કેટલેક ઠેકાણે સાદી વાત કહેલી હોય પણ તેને બદલે લાંબીકરીને ગુંચવાડો ઉભો કરે છે જેમ કે બીલાડી ઉંદર પકડીને ઘરમાં દોડે છે એટલી કહેવી હોય તેને બદલે નીચલા બે દેહરા બેલે છે.
વૃષભ વિધાતા થાય તે, વિષ્ણુ ગાય થઈ જાય; દાનવ સુધાપતિ ઘરે, પય પીવાને જાય. તેના અરિના પુત્રનું, વેગી વાહન જેહ,
તેની ગળચી દાબતી, બીલ્લી દોડ ગેહુ. સ્પર્શ–દાનવ (દૈત્ય) ની સુધા (અમૃત) તેને અધિપતિ મયદાનવ તેને ઘેર વિધાતા (બ્રહ્મા) વૃષભ (વાછડે) બનીને અને વિષ્ણુ ગાય બનીને પય (અમૃત) પીવાને જાય છે. આ કથા ભાગવતના સપ્તમ સ્કંધના ૧૧ મા અધ્યાયમાં પ્રસિદ્ધ છે તે મય દાનવના અરિ (શત્રુ) શંકર તેને પુત્ર ગણપતિ, તેનું વેગવાળું વાહન ઉંદર તેની ગળચી દાબીને બીલાડી ઘરમાં દોડે છે.
આથી જણાશે કે કૂટ એ “ખોદ ડુંગર અને કાઢ ઉંદર” એવી ઘણી મહેનતે થેડે સાર શેધતાં તર્કશક્તિ અને સ્મરણશક્તિ ખીલે છે તથા બહુકૃતપણે પમાય છે.