________________
૨૭૮
વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૩ જે.
હો ત્યારે પ્રધાને આંખ કરી કરીને ચોથી સ્ત્રીના સામું જોયું. ત્યારે તે બેલી કે -મઈમાએ બેયાં નહિ, ચાયાં નહિ, ડાયાં શું કાઢી આવે.” ૧
પટેલકી જેરૂને તલ ચેરિકર ખાયા, યે બાત પાડા
કહે સે માનીએ મત.
એક ભેજે પટેલ કરીને નાના ગામડાનો પટેલ હતો. પટલાણીનું નામ રાધા હતું. પટેલ પોતાની ખેતીવાડીનું કામ ઉલ્લાસથી કરીને કાળ ગુજારતો હતો. પટલાણી ઘર આગળનું ઢોરઢાંખર બાંધવાં, દોડવાં, ખડ પાણી નીરવાં, અને રાંધવાસીંધવાનું કામ કરવામાં આખો દિવસ ગુંથાએલી રહેતી.
પોતાના ખેતરની નીપજના છેડા તલ આવ્યા હતા તે પટેલે ઘરમાં રાખી મૂક્યા હતા. તે તલ બહાર કાઢી એક વખત પટલાણ ખાતી હતી. એવામાં ફળીમાં બાંધેલ પાડું તને સ્વભાવ પ્રમાણે આરહ્યું. પટલાણ પટેલથી છાના પૂછવાગાછળ્યા સિવાય તલ લઈ ખાતી હતી તેથી બિચારી ભેળીભ ટુકને ઉગી આવ્યું કે “પાડે આ વાત જાણે છે તે રખેને કોઈને કહી દેશે તે મારા વિષે ઘરમાંથી છાનું ચરી ખાનાર તરીકે લેકને હલકે વિચાર આવશે ! અરે ! પછી તે આ જીવતર શા કામનું !” તેથી તે બાબતના ઈલાજની તજવીજમાં તે પડી..
પટેલને આવવાના વખતઉપર મોઢું ચઢાવીને તબરા જેવું કર્યું. તેને આવત દેખી આડું જોઈને બેઠી! પટેલે આવી પાણી માગ્યું પણ સાંભળેજ કેણ! તેનો બાપ? પટલાણીને બોલાવવા લાગે તે બવારે જવાબ દીધો કે, “તમારું કાંઈ ઠેકાણું છે ? આજકાલનું પાડું તે પણ મારી મશ્કરી કરવા શીખ્યું ! મારે તે આ ઘરમાં રહ્યું પાલવવાનું નથી. તમારે ગમેતે પાડાને રાખો ને કાંતો મને રાખો ! કાંતે પાડું નહિ ને કાંતે હું નહિ!”
પટલાણીનાં આવાં જુસ્સાભરેલાં આકરાં વચન સાંભળવાપરથી પટેલ ડરી ગયે ને ગુસ્સે થવાનું કારણ ધીમે ધીમે પૂછવા લાગે. પટલાણી આંખો ફેરવી બોલી કે, “આજે તમારા ગયા પછી તલ સાફ કરતાં કરતાં બેદાણા મહામાં નાખ્યા, કે તરત મૂઆ પાડાએ આરડી મારી ફજેતી કરવાનું કર્યું! એ આજકાલનું પાડું મારી ફજેતી કરનાર કોણ! હું ઘરધણીઆણી છઉં ! તલ ખાધા તો મારા ધણીના ખાધા ! એમાં એના બાપનું શું લીધું? તમને કહે એની ફિકર નહિ, પણ કોઈ બીજાને માટે કહે તે લોકો તલ ચરી ખાધાનું
* કૌતુમાળા