________________
દશમ
૨૪૮. વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૩ જે.
*====***=જન જનક્રકઝકઝરના આ વાત ગમી. બીજે દિવસે શિકારમાં સૂવર મારી લાવી દરવાજા વચ્ચે ટાંગી, વાણિઓને બેલાવવા મોકલ્યા. સિપાઈઓ તેડવા આવેલા જઈ વાણિઆઓએ વિચાર કર્યો કે, બાદશાહ આપણને બોલાવે છે, તે આપણે કાંઈ વાંકમાં આવ્યા હઈશું. અથવા તે વાંકમાં લાવવા હશે. અગાઉ પણ મગ જેને સઘળાઓ ઓળખે, એવી ચીજનું નામ આપણી પાસે કહેવરાવવાનો યત્ન કર્યો હતે. માટે જુવાનીઆઓનું કામ નહિ. ચાર ઘરડા વાણિઆએ જવા તૈયાર થયા. ને લી આગળ પહોંચ્યા કે તરત જ તેમને સવાલ કર્યો કે, “અબે બનિયા યહ કેનસા જાનવર હૈ?” આવા સવાલથી વાણિઆઓ તાજુબ થઈ ગયા, ને કાંઈપણ ખટપટવાળો ન બુદ્દો છે, એમ અગમ બુદ્ધિવડે ધ્યાનમાં રહેલાઇથી આવી ગયું. તેથી તેઓએ એનું ખરું નામ સૂવર કહેવું નહિ, એમ સંતલસ કર્યો. બાદશાહ સૂવરના શિકારસાથે વાણિઆઓને શિકાર નજીક આવેલે જોઈ ખુશાલીને ચહેરે મંદ મંદ હસતો હતો. આથી વાણિઓના મનપર એ મર્મની અસર વધારે થઈ. આખરે તાકીદથી જવાબ માગવાથી વાણિઆઓ એક પછી એક કહેવા લાગ્યા --
પહેલો વાણિઓ–(મેં ઉંચું કરી આંખઉપર ચાર આંગળા, ધરી, ધારીને જેતે હોય એ 3ળ કરી) સાહેબ, કદાપિ હાથી સૂકાઈ સૂકાઈને આ થઈ ગએલ હોય તે ના નહિ.
બીજે વાણિઓ–[ આસપાસ ફરીને ] સાહેબ, હું ધારું છું કે બિલાડી ખુબ જાડી થઈ ગઈ હોય તેના જેવું આ જનાવર છે! - ત્રીજે વાણિઓ–સાહેબ, આતે અમારી ગોળની વખારમાં વણિઅર આવે છે તેવું છે!
ચેથ વાણિઓ–અરે સાહેબ, આતે રીંછનું બચ્યું છે!
બાદશાહ આવા જૂદા જૂદા ઉત્તર સાંભળવાથી ગુસ્સામાં આવી જઈ કહે છે, “ તુમ સબ દેખતે હો કે નહિ? એતે સૂવર છે.”
સઘળા વાણુઆએ-હા આ આ, એજ, સાહેબ, બાદશાહ-[ફરીથી ] કયા નામ ઉસકા? વાણિ –આપ સાહેબે કહ્યું એજ. આ ઉપરથી બાદશાહને લહુવાના કહેવાની વિશેષ ખાત્રી થઈ.
ઉપરની બંને વાતે ઉત્તમ પ્રકારની દીર્ધદષ્ટિને ચિતાર બરાબર આપે છે. હરેક જાતના કામકાજમાં તેવી શકિત ગુંચવાડામાંથી નિખાલસ કરી સાબાશી અપાવે છે.