________________
વ્યાખ્યાનસાહિત્યસંગ્રડ-ભાગ ૩ જો.
-
બિરખલ અને તાનસેનને માલ્યા છે તેમનાં આ પત્ર દેખતાં શિરચ્છેદકરાશા.” એવી મતલબના પત્ર લખી પેાતાની માહાર છાપ કરી તે પત્રસાથે તમે ઇરાનના શાહ પાસે જાએ અને આ પત્રના પ્રતિઉત્તર લઇ આવા.” એમ કહી તે બન્નેને ત્યાં રવાના કર્યા.
૨૨૮
www
દેશમ
બાદશાહની આજ્ઞા પ્રમાણે ખીજેજ દિવસે બન્ને જણાએ ઘટીત દખદખાસાથે પ્રયાણ કર્યું, કેટલેક દિવસે ત્યાં જઇ પહેાંચ્યા બાદ દરબારમાં જઈ ચેાગ્ય રીતિ પ્રમાણે વંદન કરી અમ સાથે રહી અકબર બાદશાહે આપેલા પત્ર હાજર કર્યા, તે પત્ર શાહે વાંચવાની સાથેજ સેવકોને હુકમ કર્યા કે આનાં મસ્તક ઉડાવી દ્યો. આવી શાહની આજ્ઞા થવાથી સીપાઇએ બન્નેને પકડી વધસ્થાનકે લેઈ ચાલ્યા; ત્યારે તાનસેન ઘણેાજ ભયભીત થઈ રડવા લાગ્યા તે જોઇ બિરબલ ખોલ્યા કે “હવે રડવાથી શું વળવાનું છે ? કષ્ટવખતે ઘણું ધૈર્ય ધારણ કરી આવી પડેલી આ પામાંથી ખચવું એજ ડહાપણ અને ચાતુરી છે; તેમજ મારા કરતાં આપ ગુણુમાં અધિક ક્રેષ્ઠ છે; કારણ કે બિરબલની જગ્યા આપને અપાવવો એવી તમારા જાતિભાઇઓએ ખુદ બાદશાહને વિનતિ પણ કરી છે; માટે ખાદશાહે આપણુ બન્નેની અક્કલના મુકાબલા કરવા આવા પ્રસંગ આણેલા છે તેથી આપ ગુણના પ્રભાવવડૅ સ કટ નિવારણ કરે. આ સાંભળી તાનસેન હાથ જોડી ખેલ્યા કે “ ભાઇ! તમે! મેટા પાપકારી છે અને આપનું બુદ્ધિબળ અગાધ છે, હું આપને શરણુ છું ! જેથી મારા ઉપહાસ ન કરતાં પ્રાણરક્ષણ કરવાની યુક્તિ ચેાજી મને વિતદાન આપે. ” આ પ્રમાણે દીનવાણીચુક્ત તેનું ખેલવુ`સાંભળી ખિલે કહ્યું કે “હીશેા નહિં ! ધૈય ધારણ કરેા અને હું કહું તે પ્રમાણે કરા એટલે સંકટરહિત થશે. ”
તાનસેને તે કબુલ કર્યુ. બાદ બિરબલે જણાવ્યું કે “ જે વખતે આપણને આ સીપાદ વધસ્થાનકે લેઇ જાય તે વખતે ઘણાજ સાથે મને પ!છળ હઠાવી સીપાઇઓને કહેવું કે “ ભાઇએ ! પહેલું મારૂં માથુ કાપા! અને હું તમને પાછળ હઠાવો કહીશ કે ભાઈ ! એનાથી પહેલું મારૂં માથું કાપા! એ પ્રમાણે અત્યંત ઉત્સાહ બતાવવા; પછી જે મારે ખેલવું હશે તે હું એકલીશ.” તદ્દન તર ચાલતાંચાલતાં કેટલાક વખતે વધ કરવા ( મારી નાખવા )ની જગ્યાએ પહોંચ્યા એટલે પ્રથમ કરી રાખેલી ગાઠવણ મુજબ બન્ને જણે ધામધુમ આદરી, તે જોઈ વધકારા અત્યંત આશ્ચર્યવત થયા કે “ આ બન્ને કેવા મૂર્ખ છે! સાક્ષાત્ મરણના સમય આવ્યેા છે છતાં આનદ્રવૃત્તિથી માંહેામાંહે ધામધુમ મચાવી રહ્યા છે કે પેહેલાં મારૂં માથું કાપે! અને બીજો કહે છે કે પહેલું મારૂં માથુ કાપા ! માટે આ આશ્ચર્યજનક વાર્તા શાને જાહેર કરવી