________________
પરિચછેદ,
એકાગ્રતા–અધિકાર.
૧૭૧
ણના બળની ઉચ્ચતા સિવાય મેળવી શકાતું નથી. જેમણે જેમણે સામર્થ્ય મેળવવું હોય તે સર્વેએ પોતાના અંતઃકરણની એવી ઉસ્થિતિ કરવી કે ભવિષ્યમાં તે કામ પાર ઉતારી શકાય, અને વચ્ચે વચ્ચે આવી પડનાર વિ સામે ટકી શકાય. આ અંત:કરણની ઉચ્ચતા કરવાને માટે પિતાના આત્મબળઉપર સંપૂર્ણ વિશ્વાસ રાખવો જોઈએ. અને તેને માટે દિનપ્રતિદિન સંયમદ્વારા આત્મા સાથે એકાગ્રતા સાધવી જોઈએ. જેમ જેમ એકાગ્રતાની સિદ્ધિ થતી જો તેમ તેમ આત્માનાં સામર્થો જે ગુપ્તપણે રહેલાં છે તે આપણામાં પ્રકાશવા લાગશે. અને પછી જે જે કામ કરવામાં આવશે તે તે સઘળા કામમાં વિજયજ મેળવી શકાશે.
કટાઈ ગયેલું લોઢું જુઓ. તે અત્યારે કેવું નિરૂપયોગી થઈ પડી રહ્યું છે? પણ તેજ લોઢાને જ્યારે નડ્રોમાં તપાવી અને ઘસવામાં આવે છે ત્યારે તેનું ખરું સામર્થ્ય તેમાંથી બહાર આવે છે. અને પછી તે દરેક કામમાં છ શકાય છે, તેવી જ રીતે મનુષ્યનામાં દરેક કામ કરવાની શક્તિ રહેલી છે. પરંતુ તે શક્તિ ગુપ્તપણે રહેલી હોય છે, તેને જ્યારે એકાગ્રતાદ્વારા જાગ્રત કરવામાં આવે છે ત્યારે તે આપણામાં પ્રકાશી નીકળે છે. અને તે દ્વારા ધાર્યા કામ થઈ શકે છે. આ સામર્થ્ય મેળવવું એ બીજાના હાથમાં નથી પણ આપણું પિતાના હાથમાં છે. જે પ્રમાણમાં એકાગ્રતા સિદ્ધ થાય છે, તે પ્રમાણમાં આ સામર્થ્ય પ્રાપ્ત કસ્વાને માટે દરેક મનુષ્ય એકાગ્રતાની સિદ્ધિ કરવી જ જોઈએ.
કેટલાક મનુષ્યો કહે છે. ભક્તિ કરનારા, એકાગ્રતા કરનારા અને તેવાજ પરમાર્થ સાધનારા મનુષ્યથી વ્યવહાર સાધી શકાતું નથી, પરંતુ તેમનું આ કહેવું ભૂલભરેલું છે. એકાગ્રતાથી પરમાર્થ સધાય છે એટલું જ નહિ પણ સર્વોત્તમ વ્યવહાર સધાય છે. અને તેથી દરેક મનુષ્ય પોતે પોતાના કાર્યમાં વિજય મેળવવાને માટે એકાગ્રતાની સિદ્ધિ કરવી જ જોઈએ. જેણે જેટલા પ્રમાણમાં એકાગ્રત સાધી હોય છે તેણે તેટલા પ્રમાણમાં પોતાના વ્યવહારમાં પણ વિજય મેળવી હોય છે. અને પછી વ્યવહાર સાધવામાં એકાગ્રતાની જરૂર નથી એવું કહેનારા તે અવિજયનેજ મેળવે છે.
જેણે જેણે આ વ્યવહારમાં વિજય મેળવ્યો છે, જેણે જેણે આ સંસારમાં આવી પડનાર વિઘો સામે ટકી રહેવાનું સામર્થ્ય મેળવ્યું છે તે તે સર્વેએ થોડા યા ઘણે અંશે, જાણતાં યા અજાણતાં પણ એકાગ્રતા સાધેલી જ હોય છે. અને તેથી જ તેમને પોતાના કામમાં વિજય મળે છે.
આથી વિન આવે ત્યારે બેબાકળા થવાની કે દુઃખ પામી માથે મટે