________________
પરિએજીદ.
મનકેળવણું–અધિકાર.
૧૫૧
શાંત થાય છે, અને તે વસ્તુ કયાં છે તેને વિચાર કરે છે તે વખતે તેને સાંભરી આવે છે કે તે વસ્તુ ફલાણુ જગ્યાએ છે, અગર ભૂલી ગયેલી વસ્તુ યાદ આવે છે. આ યાદ લાવરાવનાર બીજું કઈ નથી પણ તેમના અંતરાત્માનો સંદેશો છે. એકાગ્ર અને શાંત ચિત્ત થવાથી તેને ખુલાસો અંતરાત્માદ્વારા આવે છે અને તે બહાર જણાવે છે કે મને યાદ આવ્યું. આ યાદ લાવરાવનાર અંતરાત્મા છે.
તેવી રીતે અમુક કામ કરવાગ્ય છે કે નથી કરવાચોગ્ય, તેનો પ્રથમ એકાગ્ર અને શાંત થઈ વિચાર કરવો અને જેથી તે કામ કરવું કે કેમ, અથવા કરવા એગ્ય છે કે નથી, તેનો નિર્ણય પોતાના અંતરાત્માદ્વારા સહજમાં થઈ શકશે. જે તે કરવા ગ્ય હશે તો તમારું મન ઉત્સાહિત થશે અને તે કરવાનો નિશ્ચય કરશે અને નહિ કરવા યોગ્ય હશે તો તમારું મન કલુષિત થશે અને તે કરવા માટે તમારાં પાછાં પગલાં ભરાવશે. અથવા તો તે કરવાનો વિચાર કરતાં જ તમારું મન ચિંતાતુર થશે અને વિચાર આવશે કે આ કામ ન કર્યું હોય તે સારું. તે તે વખતે સમજજો કે આ અંતનો નિશ્ચય અંતરાત્માજ મનદ્વારા જણાવે છે. જેથી તે જે વિચાર જણાવે તે પ્રમાણેજ વર્તવાને નિશ્ચય કરજો.
કઈ પણ કામમાં બીજાની સલાહ લેવા કરતાં તમારા અંતરાત્માનીજ સલાહ લેતાં શીખજે. અંતરાત્માની સલાહ લેનારા આખરે વિજય પામે છે, જ્યારે બીજાની સલાહે દેડી જનારા અને પિતાના અંતરાત્માના સ્વરને ન ગણકારનારા આખરે નિષ્ફળતાને મેળવે છે.
અંતરાત્માની સલાહ લેવાને અભ્યાસ પડ્યા પછી સહેજ બાબતને નિર્ણય કરવો હશે તો પણ ડીવારમાં થઈ જશે. અભ્યાસ વધતાં અંતરાત્માના સંબંધમાં વારંવાર આવવાની જરૂર પડશે અને જેમ જેમ સંબંધ વધશે તેમ તેમ ઉન્નતિનું પણ એકેક પગથીઉં આગળ વધતા જશો.
અંતરાત્માની સલાહ લેવાને માટે ટાઈમની જરૂર પડે છે. જેમ કોઈ અધિકારીને મળવા જવું હોય છે તે તે વખતે તેમને વીઝીટીંગ કાર્ડ આપવું પડે છે, અને જે તેમને મળવાનો વખત હોય છે તે જ આપણું મુલાકાત લે છે, તેવી જ રીતે અંતરાત્માની સલાહ લેતી વખતે પણ તેમને તે વખતે ટાઈમ છે કે કેમ તેનો નિર્ણય કરવાની જરૂર છે. તેમને હંમેશાં ટાઈમ તે છેજ પણ તેમને મળી શકવાને માટે આપણને અનુકૂળતા છે કે નહિ તેને વિચાર
છો.
.