________________
પરિચછેદ
ઈદ્રિય પરાજય-અધિકાર.
કે જે તેનો પુત્ર તેની કુટેવથી મુક્ત થઈને સુધારા ઉપર આવી જાય તે એક હજાર નૈયા પંડિતને બક્ષિશ તરીકે આપે નહિ તે પંડિતજીને શ્રમ સર્વ નિષ્ફળ જાય, અને બીજાઓની માફક તેને પણ કાંઈ આપવામાં આવશે નહિ, આ શરત પંડિતે કબુલ કરી, અને તુરતજ તેના પુત્રની પાસે વિવેકચંદ ગયા, પંડિતને જોઈને સ્વેચ્છાલાલ બોલ્યો કે “કેમ નવા પંડિતજી! તમે પણ મારું દહીં બંધ કરવા આવ્યા છે કે ?” તે સાંભળીને પંડિતજી બોલ્યા કે “ભાઈ ! એ શું કહે છે? હું પોતે દહીંને પૂરે હીમાયતી છું. હું તે ખાવાને ઘણે શેખ ધરાવું છું, અને તે ખાવામાં અસંખ્ય ગુણો છે, તે બધા તે હું અત્રે કહી શકું તેમ નથી, તો પણ તેના મોટા ચાર ગુણ છે, તે હું તમને જણાવું છું;” આટલી વાત સાંભળતાંજ સ્વેચ્છાલાલ આ પંડિતને દહીંને શોખીન જાણી, અને તેના ગુણોનો વખાણનાર છે, એમ સાંભળતાં જ તેના ઉપર પ્રતીતિપૂર્વક પ્રેમ કરવા લાગ્યું, તો પણ તેની પકકી ખાત્રી કરી લેવા માટે પિતાને સારૂ દહીં લેવા પંડિતજીને મોકલ્યા. વિવેકચંદ તો આગલા પંડિતેની મુસીબત જાણતા હતા, તેથી તેણે તો શેરની ઉપર પાશેરેક દહીં વધારે ખાવીને કુંવરને આપ્યું, જેનું વજન જાણુને જ કુંવરને પંડિત ઉપર બહુ ઇતબાર આવ્યું અને પોતાને ખરે હિતેચ્છુ જાણ્ય, અને પૂછયું કે, “ પંડિતજી દહીંના પેલા મેટા ચાર ગુણ તે કયા? તે ગુણની શી વાત કહું? એ દહીં અત્યંત ગુણકારી, સુખકારી, હિતકારી છે,” ઈત્યાદિક પ્રશંસા પંડિતે સ્વેચ્છાલાલને પોતાને સંપૂર્ણ અનુયાયી કરવાના હેતુથી કરી, અને પછી સ્વેચ્છાલાલના ઘણા આગ્રહને લીધે દહીં ખાવાના મોટા ચાર ગુણ વિવેકદાસજીએ આ પ્રમાણે કહ્યા:
૧ ભાઈ! એમાં એક તે માટે ગુણ એ છે કે દહીં ખાનારને કૂતરું કદીપણું કરડે નહિ, ૨ તેના ઘરમાં ઘેર આવી શકે નહિ, ૩ તેનું કુવામાં પડીને કઈ દિવસ મરણ થાય નહિ, ૪ તેને કઈ વખત પણ હજામત કરાવવીજ ન પડે, ” આ સાંભળીને સ્વેચ્છાલાલ તે અજબ થઈ ગયો, અને પૂછવા લાગ્યો કે “સાહેબ! તે શી રીતે ?” ત્યારે પંડિત બોલ્યો કે “ જુઓ દહીં ખાનારને દહીંના શીતળ વિકારના પરિણામે તેના શરીરમાં શરદી રહે, હાથ પગમાં સંધીવા જણાય, તન કંપ, દમ ચડે, શ્વાસોશ્વાસ બહુ મંદ અને તે પણ માંડમાંડ લેવાય, શરીરમાં સદાય ૧૦૨ થી ૧૦૩ ડીગ્રી સુધી તાવ રહ્યા કરે, અને અતિ નબળાઈને લીધે હાથમાં લાકડી હમેશાં રાખીને ચાલવું પડે, અને મુખ ઉપરથી દાઢી મૂછના, અને માથા ઉપરથી સર્વ વાળ ખરી પડે, તેથી મસ્તક ઉપર ટાલ પડે, વળી રાત આખી દમને લીધે ખાંસી આવ્યા કરે, ઈ