SearchBrowseAboutContactDonate
Page Preview
Page 623
Loading...
Download File
Download File
Page Text
________________ અભિપ્રાયો. ૫૮૫ - વિદ્વાન તરફથી મળેલા. મુનિશ્રી વિનયવિનાની, __ आप विजयानंदसूरि ( आत्मारामजी महारांनके) वंशपरंपरामेंके एक विद्वान् साधु हैं. क्योंकि गुणोंका संक्रमण कार्यमें किसतरह होता है इसका उदाहरण आपने उक्त ग्रंथकी संकलनाद्वारा बहुतही स्पष्ट करदिया है । __आपने अनेक स्थानोंमें विखरे हुए उपयोगी श्लोक रत्नोंके संगृहीत करने और उनका सरल गुजराती भाषामें अनुवाद करनेमें जो असाधारण परिश्रम उठाया है तथा संगृहीत उक्त रत्नराशिसे जनसमानको जो संपन्न बनाया तदर्थ आपको . अनेकानेक धन्यवाद ? परन्तु उक्त संग्रहका यदि हिन्दी भाषामें अनुवाद होता तो कुछभी हो, पुस्तक प्रत्येक मनुष्यको पढ़ने और संग्रह करने लायक है. निवेदक-हंसराज शर्मा, अमृतसर-पंजाब. આ ગ્રંથ આદ્યન્ત અવલેકન કરતાં તેની અંદર આપશ્રીએ જે અધિકારની સંકળના ગોઠવી છે તે ઘણીજ સ્તુત્ય છે એટલે સર્વ પ્રાણુઓનું હિત કરનારી છે, ધર્મના આ દર્શરૂપ છે, મોક્ષપથને દર્શાવનારી છે, અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરવામાં સુર્યસમાન છે, ભવસાગર તરવાને નકારૂપ છે, ગૃહસ્થ, બ્રહ્મચારી, વાનપ્રસ્થ અને યતિઓના ધર્મને જણુંવનારી છે, સજન તથા દુર્જનનો તફાવત બતાવવામાં તુલારૂપ છે, આવી ગોઠવણવાળું પુસ્તક જેનધર્માનુયાયીને તેમજ અન્ય ધર્મવાળાઓને પણ ઘણું ઉપયોગી છે કારણ કે આપે કુબ્રાહ્મણનિંદા અધિકારમાં બ્રાહ્મણોની નિંદા કરી છે તે પ્રકરણ વાંચતાં કેઇના મનમાં એમ આવે કે મહારાજશ્રી વિરકત ધર્મને આશ્રય કરી પરનિંદા કરે તે ઠીક નહિ. પણ કુસાધુ અધિકાર વાંચતાં ઉપર મુજબ આવેલો સંદેહ દૂર થાય છે, કારણ કે આપશ્રીએ કોઈના પર આક્ષેપ કર્યો નથી પણ દરેક મનુષ્ય સુધરીને ઉચ્ચ કોટિમાં પ્રાપ્ત થાય એ બતાવવા સારૂ સમજુતી આપી છે. તેમજ પડ્યુષણ પર્વ (પજોસણ) ની પંચમીને નિર્ણય કરવા માટે જે વિચારે દર્શાવ્યા છે તે પણ અતિ સ્તુત્ય છે તેમજ આ શિવાય અતિ ઉપયોગી વિષયો આપે એટલા બધા ગુંથ્યા છે કે તે વિષયે મનુષ્યોએ અવશ્ય વાંચવાની જરૂર છે કારણ કે આ ગ્રંથમાં વાચકને કાંઈને કાંઈ પણ સંગીન નવીન જ્ઞાન પ્રાપ્ત થશે તેથી હું મારે અભિપ્રાય જણાવું છું કે આવી જાતનાં પુસ્તકે મનુષ્યોને ખાસ ઉપયોગી છે. ૭૪
SR No.006062
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1916
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy