________________
વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ ભાગ ૨ જે
ભવમ આ ઋષિઓના આશ્રમમાં સત્કાર થયે છે તેનું કારણ પણ ધનજ છે. અન્ય નથી. ૩,
નિર્ધનતામાં સર્વની પરીક્ષા. सरसीव पयःपूर्णे, सर्वमृद्धौ समं भवेत् । नैःस्व्ये खपरयोर्भेदः शुष्केऽस्मिन्नुच्चनीचता ॥ ४ ॥
પાર્શ્વનાથવરિત્ર. જળથી પૂર્ણ એવા તળાવમાં જેમ કોઈ ઉંચું નીચું સ્થાન દેખાતું નથી. તેમ સમૃદ્ધિમાં મનુષ્યને સર્વ સમાનજ ભાસે છે પરંતુ તળાવ સૂકાતાં તેમાં ઉચે ભાગ ની ભાગ દેખાઈ આવે છે તેમ મનુષ્યનાં નિધનપણામાં ઉંચ નીચને ભેદ પ્રત્યક્ષ દેખાઈ આવે છે. ૪.
જે મિત્ર તેજ દુખમાં શત્રુ वनानि दहतो वझे, सखा भवति मारुतः ।
स एव दीपनाशाय, कुशे कस्यास्ति सौहृदम् ॥ ५॥ વનેને દાહ કરનાર અગ્નિને પવન મિત્રરૂપ થઈ તેની સંપૂર્ણ મદદ કરે છે અને તેજ પવન દીવાને નાશ કરી નાખે છે એટલે દુર્બળની ઉપર કોને સ્નેહ હોય? પ્રબલ અગ્નિ હતું ત્યારે તેની વાયુએ મદદ કરી અને અલ્પ અગ્નિ થઈ ગયે ત્યારે તેણે તેને નાશ કરી નાખ્યું. આમ દુનિયાનાં મનુષ્યનું પણ સમજવું. ૫.
આખું જગત્ અર્થને આધીન છે. यस्यास्तस्य मित्राणि, यस्यार्थास्तस्य बान्धवाः। . यस्यार्थाः स पुमॉल्लोके, यस्यार्थास्स च पण्डितः ॥६॥
રાપરપદ્ધતિ. જેની પાસે અર્થ (ધન) હોય તેને બધાં મનુષ્ય મિત્ર થઈ જાય છે, તેને બંધુઓ (સગાઓ) થઈ જાય છે અને જેની પાસે ધન છે તેજ દુનિયામાં ખરે મરદ કહેવાય છે અને તેજ પુરૂષ પંડિત કહેવાય છે. (અર્થાત કે–પૈસાવાળા મનુષ્યમાં દરેક વ્યક્તિ પોતાને સ્વાર્થ સિદ્ધ થવાનું ધારી મૂકે છે. પછી સ્વાર્થ સિદ્ધ થાય અગર ન થાય પણ ઉપર મુજબ કાર્ય કરવામાં દરેક પ્રયત્નશીળ જણાય છે) ૬,