________________
પર
વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ,
ww w
w
અશુદ્ધ વિચાર એ ચિતિશક્તિના ઉપર માટીના ઘડાનું ઢાંકણુ છે. શુદ્ધ વિચાર એ સ્વચ્છ, પારદર્શક કાચનું ઢાંકણ છે. અવિદ્યા અને તેના કાર્યોનાં મલિનનિદ્ય વિચાર સેવતાં તમને ચિતિશકિતને શુદ્ધ પ્રકાશ–શુદ્ધ સામર્થ્ય નહિ જ મળે. વિદ્યા અને તેનાં કાર્યોનાં વિહિત શુદ્ધ વિચાર સેવવાથી જ ચિતિશિકિતનું સર્વ શકિતમવ તથા સવજ્ઞ પ્રકાશે છે. તમે અ૬૫ઝ છે! કારણકે તમે મલિન વિચાર સેવ્યા છે. તમે અલ્ય શક્તિ છે ! કારણકે તમે શુદ્ધ વિહિત વિચારવડે ચિતિશકિતનું સર્વશકિતમવ તમારામાં ગ્રહ સુ કરવા અનાદર કર્યો છે.
નજરમાં આવે તેવા વિચાર કરવાની હાનિ હવે તમને સમજાય છે, રાગના, હેશના, કામના, લેભના, અસૂયાના? ઈર્ષોના વગેરે વિવિધ નિંદ્ય વિચાર કરવાથી તમે પોતે પિતાને કેટલી હાનિ કરી છે, ચિતિશકિતનું એશ્વર્ય તમારામાં પ્રગટ ન થવા દેવામાં તમે કેવા આડા પથરાએ નાંખ્યા છે, તે હવે તમને સ્પષ્ટ થાય છે? કેઈએ જરા અપ્રિય વચન કહ્યું કે વાઘની પેઠે તહકે કરવાથી કેને હાનિ થઈ, એ તમારા લક્ષમાં આવે છે? અમુકના ઉપર દ્વેષ કરવાથી અમુકના ઉપર ઈર્ષ્યા કરવાથી, અમુકનું બગાડવાના વિચારા કરવાથી કેન' બગડે છે, એ હવે સમજાય છે? પાંચ દશ જણ ભેગા મળી. નકામી કથલીઓ કરવાથી, માલ વિનાના ઝપાટા ઠેકવાથ, તંગધડાવિનાનું, ભસવાથી, અને એવા જ પ્રકારના બીજા હજારો નકામા વિચાર કરવાથી, કનુ બગડે છે, અને કેણ દુઃખી થાય છે, એ તમને આરસી જેવું સ્પષ્ટ ભાસે છે? જે જે મનુષ્ય દુઃખી જણાય છે, તે તેમના આગલા જન્મના તથા આ જન્મના કરેલા અશુભ વિ. ચારોનું પરિણામ છે. જે જે મનુષ્ય સુખી જણાય છે, તે તેમના આગલા જન્મોના તથા આ જન્મના કરેલા શુભ વિચારોનું પરિગુમ છે. શુભ વિચાર ચિતિશક્તિમાંથી સર્વ શુભને બહાર પ્રકટ કરી આદ્રશ્ય જગત્માં આપણને દૃશ્યરૂપે પ્રત્યક્ષ દર્શાવનાર છે; અશુભ વિચાર આપણને પ્રાપ્ત થતા સવ શુભને પ્રતિરોધ કરી અશુભની આપણને પ્રાપ્તિ કરાવનાર છે. શુદ્ધ વિચાર કલ્યાણુને રચવાની શકિતવળે છે, અશુભ વિચાર પ્રાપ્ત કલ્યાણુનો નાશ કરનાર તથા અકલ્યાણને ઉત્પન્ન કરનાર છે. શુભ વિચાર કલ્યાણને પિષક છે, અશુભ વિચાર કલ્યાણને શોષક છે.
ચિતિશક્તિનું અનન્ય ભાવે ચિંતન એ સર્વોત્તમ શુદ્ધ વિચાર છે. ચિતિશક્તિ એ મારૂં આત્મસ્વરૂપ છે, ચિતિશક્તિ એ હું જ છું, એવું ભાન સર્વકાળ જાગ્રત રાખવું, એ શુદ્ધ વિચારો અવધિ છે. એ જ સર્વોત્તમ ભક્તિ છે. વાવવાનુંધાનમરિવરીયો આ ચિતિશકિતનું આમસ્વરૂપે અખંડ અનુસંધાન રાખવું, એજ સર્વોત્તમ ભક્તિ છે. અત્યંત પ્રેમ થી ચિતિશક્તિરૂપ આ પિતાના સ્વ સ્વરૂપને વારંવાર સ્મરવું, પુનઃ પુનઃ આ સ્વરૂપનાં લક્ષણેને હૃદયમાં પુરાવવાં,