________________
शिष्टाचार.
ગ્રન્યારંભમાં મંગળાચરણ કરવાને આ શિષ્ટાચાર લેખક તથા પાઠકને તે તે ગ્રન્થની નિર્વિઘતા પૂર્વક સમાપ્તિ થવા માટે પૂર્વકાલથી પ્રચલિત છે. અને તે ધોરણે મંગળાચરણમાં આશીઃ નમક્રિયા, વનિર્દેશ, આ ત્રણ પ્રકાર હોય છે. તેમાં આ ગ્રન્થના આરંભમાં “શ્રી ઋષભદેવ ભગવાન્ ” એજ પરમ વસ્તુ છે, તે શ્રી ભગવાનના અંગોમાં ઉત્તમાંગ–શિરોભાગ તે વિશેષ મંગળકારી છે. કે જેનાં દર્શન, વદન, શ્રવણ, સ્મરણ અને ગુણ ગાનથી સમગ્ર વિદ મૂળથી નષ્ટ થઈ જાય છે. પુનઃ તે જૈન શાસનાનુયાયીઓ તથા જૈનેતરનું પરમ વજનીય દેવતા છે. અતએ મંગળા. ચરણ તેઓશ્રીના સ્વરૂપ રૂપી વસ્તુ નિર્દેશથી કરવામાં આવે છે.