________________
વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ.
ચતુર્થ
જ્યારે મોટા ઋષિમુનિઓ કમની નિર્જરા માટે ઉદીરણું કરીને પણ આતાપનાદિ સહન કરે છે તે તું મેક્ષની ઈચ્છા રાખે છે ત્યારે પિતાની મેળે પ્રાપ્ત થયેલ અત્યંત અલ્પ કષ્ટને પણ તે સાધુ! તું કેમ સહન કરતું નથી. * ભાવ–કર્મને ઉદયકાળ પ્રાપ્ત થયા પહેલાં તેને પુરૂષાર્થથી આકર્ષણ કરી ભોગવી લેવા તેને “ઉદીરણ” કહે છે. (પૂર્વબદ્ધ કર્મોની નિજર કરવા માટે તેની સ્થિતિ પ્રાપ્ત થયા પહેલાં તેને ઉદયમાં લાવી ભેગવીને આત્મપ્રદેશથી ખંખેરી નાખવા માટે કઝાદિ સહન કરવું તે ઉદીરણા” કહેવાય છે.) અદભૂત ચારિત્રવાળ મહામાઓ આભલાભની પ્રાપ્તિ માટે કણને શોધે છે, પરમાત્માની પ્રાર્થના કરે છે કે “અમને એવાં કષ્ટ આપને વિપરા તુ ન રાશ્વત અમને નિરંતર વિપત્તિ હ–આ પ્રમાણે સ્તુતિ ક. રીને પણ શુદ્ધ દૃષ્ટિથી આત્મકલ્યાણ માટે વિપત્તિ ભેગવનાર ધીર, વીર પુરૂષાર્થ કરનાર મધ્યાહેનદીની વેળુમાં આતાપના લે છે, પણ માસની ખરી ઠંડીમાં કપડાં વગર નદીના તીર જેવા અતિ ઠંડીનાં સ્થળ ઉપર કાઉસ્સગ્ન થાને રહે છે અને બીજી અ. નેક કષ્ટ શોધીને ખમે છે. મોક્ષ સન્મુખ થવાની ઈચ્છા હોય તેને આ પ્રમાણે કરવાની ખાસ જરૂર છે, અને તે સાધુ ! તારી ઈચ્છા છે તે જ પ્રાપ્ત કરવાના છે, છતાં જરા કષ્ટ પડે કે તું હાય ય કરે છે અથવા નિસાસા મૂકે છે એ તને છાજતું નથી. ઉંચી સ્થિતિ પ્રાપ્ત કરવા માટે કેટલાક સ્વાર્થને પણ ભેગ આપવો પડે છે, પરંતુ આમાં છે તેવું પણ કાંઈ નથી. આગતક કષ્ટ પણ સહન કરવામાં તું પાછો શા માટે પડે છે? આને બદલે ઉંચી સ્થિતિ પ્રાપ્ત કરવી એ તારે વાર્થ છે.
+વળી દુનીયામાં કઈ પણ વસ્તુ એવી નથી કે જે અભ્યાસથી સાધી શકાય નહિ. ધર્મસંગ્રહમાં કહ્યું છે કે –
एवं च विरतेरभ्यासेनाविरतिीयते । अभ्यासादेव सर्वक्रियासु कौशल्यमुमिलति, अनुभवसिद्धं चेदं, लिखनपठनसंख्यानगाननृत्यादिसर्वकलाविज्ञानेषु सर्वेषामुक्तमपि
Mાન ક્રિયા સર્વા, અભ્યાસાત્સસ્ટાર વેરા |
अभ्यासाद् ध्यानमौनादि, किमभ्यासस्य दुष्करम् ॥ વિરતિને અભ્યાસ પાડવાથી અવિરતિને પરાજય થાય છે, અભ્યાસથી સર્વ કિયામાં કુશળતા પ્રાપ્ત થાય છે, લેખન, પઠન, સંખ્યા, ગાયન, નૃત્ય વિગેરે સર્વ કળાવિજ્ઞાન અભ્યાસથી થાય છે, એ પ્રમાણે સર્વ વિદ્વાનોને અનુભવ સિદ્ધ છે. કહ્યું છે કે “અભ્યાસથી સર્વ ક્રિયાઓ થઈ શકે છે, અભ્યાસથી સર્વ કળાઓ પ્રાપ્ત કરાય છે. અભ્યાસથી ધ્યાન મન વિગેરે થાય છે, અભ્યાસ પાસે શું મુશ્કેલ છે?” આવી રીતે અભ્યાસ પાડવાની જરૂર છે. ગુણિને પ્રવચન માતા કહેવામાં આવે છે,