________________
તૃતીય
વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ. આ હકીકત માટે એક અન્યકિત છે કે
વન્તતિલ. (૨-૩) अस्मान् विचित्रवपुषस्तव पृष्ठलग्नान् , कस्माद्विमुञ्चति भवान् यदि वा विमुञ्च । रे नीलकण्ठ गुरुहानिरियं तवैव,
मौलौ पुनः क्षितिभृतो भविता स्थितिनः ॥ २॥ પીંછાઓને છોડી દેનાર મયૂરને તેના પિછાઓ કહે છે “હે મયૂર, વિચિત્રરંગ બેરંગી સ્વરૂપવાળાં અમે તારા પૃષ્ઠ ભાગે વળગ્યાં છીએ, છતાં અમેને તું શામાટે છોડી દે છે? અથવા તું ભલે છેડી દે, તેથી કાંઈ અમારે હાનિ થવાની નથી પરંતુ તેથી તને પિતાને મેટી હાનિ થવાની છે. અમારી સ્થિતિ તે રાજાના મુગટ ઉપર થશે. આ ઊપરથી સમજવાનું કે જે સજ્જનને સહવાસ છેડી દે છે, તેને જ મોટી હાનિ થાય છે, કારણકે સજજનને તે જ્યાં જશે ત્યાં માન મળશે જ. ૨ ઉપર કહેલા આશય ઉપર ગજેની બીજી અન્યકિત છે કે
दानार्थिनो मधुकरा यदि कर्णतालेदुरीकृताः करिवरेण मदान्धबुट्या । तस्यैव गण्डयुगमण्डनहानिरेषा,
भृङ्गाः पुनर्विकचपद्मयने चरन्ति ॥ ३ ॥ મદાંધ બુદ્ધિવાળા ગજેકે દાન ( બદ ) ના અથ એવા ભમરાને પિતાના કર્ણતાળથી દૂર કરી દીધા, તેથી તે ગજેને પિતાના બંને ગંડસ્થળની શોભામાં હાનિ થઈ છે. ભમરાઓને કાંઈ પણ હાનિ થઈ નથી, કારણ તે ભમરાઓ તે વિકાશ પામેલા કમળના વનમાં વિચરશે. તે ઉપરથી સમજવાનું કે, જેઓ મદથી દાનની ઈચ્છા કરનારા ઉત્તમ પાત્રોને વિમુખ કરે–પાછા વાળે છે, તેથી તે પાછા વાળનારને અપકીર્તિ થવાથી હાનિ થાય છે, જે પાત્ર છે, તેમને તે બીજે સ્થળે પણ દાન માન મળશે. ૩ વળી તે ઉપર શેલડી અને ગધેડાનો પ્રસંગ એવો છે કે
મનહર છંદ, શેલડી કહે છે સુણ ગર્ધવ આ સાકરને, શું થયું જો તારા જેવા આદર ન આપશે;