SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૮ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ, તૃતીય यदमी दशन्ति दशना, रसना तत्स्वादसुखमवामोति । प्रकृतिरियं धवलानां क्लिश्यन्ति यदन्यकार्येषु ॥५॥ જેમ દાંત ચાવી દે છે અને સ્વાદના સુખને અનુભવ જિહા કરે છે. તેવી રીતે જે નિર્મળ પુરૂષે છે, તેમની એવી પ્રકૃતિ હોય છે કે તેઓ બીજાના કાર્ય માટે કલેશ પામે છે. ૫ % ટુંકમાં કહીએ તે પ્રાણીઓના હિતને માટે ઉત્તમ પુરૂષે શું નથી કરતા? મતલબ કે તેમના ગુણ વર્તન અમાપ ઉપકારી જ હોય છે કેમકે– लड्डन्यति भुवनमुदधेमध्यं प्रविशति वहति जलभारम् । जीमूतः सत्त्वहिताः, किं न कुर्वन्ति चान्यार्थाः ॥६॥ મેઘ પ્રથમ ત્રણ ભુવનને ઓળગે છે, સમુદ્રના મધ્યમાં પ્રવેશ કરે છે અને જળને ભાર ઉપાડે છે, તેમ જે પ્રાણી માત્રના હિતકારી પુરૂષે છે, તે બીજાને માટે શું નથી કરતા? (સર્વદા હિતાવહ જ હોય છે.) એટલું જ નહિ પણ ઉત્તમ પુરૂષ પિતાને પીડા કરનારનો પણ ઉપકાર કરે છે. ૬ बाधाविधायिनामपि, विदधत्युपकारममळात्मानः । बद्धमपि किं न जनयनि, सौरभ्यं केतकीकुसुमम् ॥ ७ ॥ નિર્મળ હૃદયવાળા ઉત્તમ પુરૂ પિતાને પીડા કરનારા માણસને પણ ઉપકાર કરે છે. કેતકીનું પુષ્પ માળ સાથે બાંધીને ગુંચ્યું હોય તે પણ શું તે સુગંધ નથી આપતું? એટલું જ નહિ પણ સત્પરૂ વિપત્તિ ભેગવીને પણ બીજાને ઉપકાર કરે છે. ૭ उपकारमेव तनुते, विपातः सफणो महताम् । मूर्छाङ्गतो मृतो वा, निदर्शनं पारदोऽत्र रसः ।। ८॥ સત્યુરૂને સમૂહ વિપત્તિમાં આવે તે પણ તે ઘણુઓને ઉપકાર જ કરે છે. તે ઉપર મૂર્શિત કરેલ અથવા મારેલે પારે દષ્ટાંતરૂપ છે. એટલે મારે પિતે મરીને પણ રેગીજના રોગને દૂર કરવાને ઉપકાર કરે છે. ૮ * उपकृतिसाहसिकतया, क्षतिमपि गणयन्ति नो गुणिनः ___ जनयन्ति हि प्रकाशं, दीपशिखाः स्वाङ्गदाहेन ॥९॥ જેમ દીપકની શિખા (વાટય) પિતાનું અંગ બાળીને પણ પ્રકાશ આપે. છે, તેમ ગુણી પુરૂષે બીજાને ઉપકાર કરવામાં એવા સાહસિક બને છે કે તેઓ * ૫ થી ૭ સૂક્તિ મુક્તાવલી. * ૮ થી ૧૦ સુભાષિતરત્ન ભાંડાગાર.
SR No.006061
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1915
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy