________________
ત્રીજાગણના ધાતુકોશ
પ્રતિવિ+ધા-૧ અટકાવવું, રોકવું. ૨ નિવારવું, મનાઈ કરવી. ૩ ઉપાય લેવો, ઈલાજ કરવો. ૪ વિરુદ્ધ આચરવું. પ્રતિસમ્+ધા-૧ મેળાપ કરવો. ૨ સાંધવું. ૩ સંયુક્ત કરવું. ૪ આદર કરવો, સત્કાર કરવો. ૫ સ્વીકારવું. ૬ ચર્ચા-વિચારણા કરવી. ૭ વાદ-વિવાદ કરવો. પ્રત્યમિ+થા-૧ ઉત્તર આપવો. ૨ સામું બોલવું. વિ+ધા-૧ કરવું. ૨ બનાવવું, ઉત્પન્ન કરવું. ૩ ધાર્મિક કાર્ય કરવું. ૪ ધર્મ સંબંધી પુસ્તકમાં વિધિ-વિધાન કરવું, ધાર્મિક આચારના નિયમ બાંધવા. ૫ પસંદ કરવું. ૬ આશા કરવી, ફરમાવવું. ૭ પુરું કરવું, પૂર્ણ કરવું. ૮ થોભવું, ઝાલવું. ૯. મૂકવું, રાખવું. ૧૦ કહેવું, બોલવું. ૧૧ દેવું, આપવું. ૧૨ અમલ કરવો, હુકમ બજાવવો. ૧૩ વચન આપવું. વિનિ+ધા-૧ વ્યવસ્થા કરવી. ૨ મૂકવું, રાખવું ૩ સ્થાપન કરવું. વિર+ધા-૧ ચારે બાજુથી ઢાંકવું. ૨ વીંટવું, લપેટવું. વ્યવ+ધા-૧ વ્યવધાન કરવું, આંતરો કરવો, બેની વચ્ચે કાંઈ રાખવું-હોવું. ૨ છુપાવવું, સંતાડવું. ૩ ઢાંકવું. શ્ર+ધા-૧ શ્રદ્ધા રાખવી, વિશ્વાસ આણવો. ૨. સત્કાર કરવો. સ+થા-૧ સંયુક્ત કરવું, જોડવું. ૨ સાંધવું, સાંધો મેળવવો. ૩ ચોંટાડવું. ૪ એકઠું કરવું. ૫ યોજના કરવી. ૬ અનુસંધાન કરવું, પૂર્વાપરનો વિચાર કરવો. ૭ શોધ કરવી. ૮ દૃષ્ટિ સાંધવી, તાકવું. ૯ નિશાનને લક્ષ્યમાં લેવું. ૧૦ લક્ષ્ય ભેદ કરવો, નિશાન ભેદવું. ૧૧ ધ્યાનમાં રાખવું. ૧૨ સમાધાન કરવું, નિવેડો આણવો. ૧૩ સંધિ કરવી, સુલેહ કરવી. ૧૪ પ્રતિજ્ઞા કરવી. ૧૫ ઈચ્છવું, ચાહવું. ૧૬ વૃદ્ધિ કરવી, વધારવું. ૧૭ મૂકવું, રાખવું. ૧૮ સ્થાપન કરવું. ૧૯ સારી રીતે કરવું. સમવ+ધા-૧ સાવધાન રહેવું. ૨ ધ્યાન દેવું,ધ્યાન રાખવું ૩ ધ્યાન ધરવું. સમા±ધા-૧ સમાધાન કરવું. ૨ સામાએ આપેલા દોષનું નિરાકરણ કરવું. ૩ શીખવવું. ૪ શિખામણ આપવી નિ+ધા (૧) સમીપમાં મૂકવું, નજીક મૂકવું (૨) સારી રીતે મૂકવું. (૩) નજીક જવું. સંપ્ર+ધા૧ ચર્ચા-વિચારણા કરવી. ૨ વાદ-વિવાદ કરવો. [ ુ]
૩૩૫
(૮) વૃ (પ.પ. અનિટ્ પિર્તિ) (૧) પાલન પોષણ કરવું (૨) રક્ષણ કરવું, બચાવવું (૩) પૂરવું, ભરવું (૪) પૂર્ણ ક૨વું.