________________
હૈમ સંસ્કૃત ધાતુ રૂપાવલી : ભાગ-૧
(૧૨૧) વ્ (૧ ૫. અનિ) ૧-કુશ થવું, ક્ષીણ થવું, ઘસાવું, ૨પાતળું કરવું, કૃશ કરવું ૩-છોલવું, ૪-૫ડી જવું, ૫-પાડી દેવું, ૬-ફેકવું, ૭–ઝાપટ મારવી, ૮–હાલવું, કંપવું, ૯-હલાવવું, કંપાવવું, ૧૦-નષ્ટ કરવું, ૧૧-નષ્ટ થવું, ૧૨-મૂરઝાવું, કરમાવું, ૧૩-૫વન કે વરસાદની ઝડીથી ફળ-ફૂલાદિનું ખરી પડવું, ૧૪-જવું, ગમન કરવું (T).
૨૮૦
(૧૨૨) છિન્ (૧ ૫. સે) ૧-થૂકવું, મુખમાંથી થૂક બહાર કાઢવું, ૨-મુખમાંથી લાળ કાઢવી, ૩-ઊલટી કરવી, ૪-કાઢી મૂકવું, બહિષ્કૃત કરવું, પ-ફેંકવું, ૬-વારવું, મનાઈ કરવી, ૭-રોકવું, અટકાવવું, ૮તિરસ્કારવું ().
(૧૨૩) સઙ્ગ (૧ ૫. અનિટ્ર) ૧-સંબંધ કરવો, સંગ કરવો, ૨વળગી રહેવું, લાગી રહેવું, ૩-આલિંગન કરવું, ભેટવું, ૪-આસક્ત થવું, ૫-સંયુક્ત થવું, જોડાવું, ૬-ચોંટવું, છ-સંયુક્ત કરવું, ૮-બાંધવું, ૯-એકઠું થવું, ૧૦-એકઠું કરવું. અનુ+સન્ ૧-વળગી રહેવું, લાગી રહેવું, ૨-સંગ કરવો, ૩-સાથે જવું, ૪-પરિચય કરવો, ૫-પ્રીતિ કરવી, ૬-સંયુક્ત થવું, જોડાવું, ૭-ચોંટવું. અવ+સન્ ૧-લટકવું, ૨-વળગી રહેવું, લાગી રહેવું, ૩-સોંપવું, મ+સન્ ૧-આસક્ત થવું, અનુરક્ત થવું, ૨-બાંધવું, ૩મૂકવું, સ્થાપવું, ૪-સોંપવું, પ-ધારણ કરવું. નિ+સન્ ૧-વળગી રહેવું, લાગી રહેવું, ૨-ચોંટવું, ૩-આસક્ત થવું, પ્ર+સન્ ૧-પ્રસ્તુત હોવું, પ્રસંગ હોવો, ૨-આસક્ત થવું, ૩-વળગી રહેવું, ૪-ચોંટવું, પ-સંકટગ્રસ્ત હોવું. વ્યતિ+સન્ ૧-સંયુક્ત કરવું, જોડવું, ૨-એકઠું કરવું, ૩-સંયુક્ત થવું, જોડાવું, ૪-એકઠું થવું. વ્યા+સન્ ૧-ઝઘડો કરવો, ૨-ધોલ મારવી, તમાચો મારવો, ૩-થોલ-થાપટ કરવી, થોડો માર મારવો (૫).
(૧૨૪) સ ્ (૧ ઉ. સેટ) ૧-સજ્જ થવું, તૈયાર થવું, ૨-તૈયાર કરવું, ૩-જવું, ૪-સરકવું, ખસવું (પન્).