________________
૨૬૮
હૈમ સંસ્કૃત ધાતુ રૂપાવલી : ભાગ-૧
૮–ચાલ્યા જવું, ૯-નાસી જવું, ૧૦-દોડવું, ૧૧-દયાર્દ્ર થવું, દયાથી કૂણા મનવાળું થવું. અનુ+૬ ૧-અનુસરવું, ૨-પાછળ જવું. અમિ+દુ ૧-તરવું, ૨-હુમલો ક૨વો, ૩-સામુ થવું, સામનો કરવો, ૪-દોડવું. આ+દુ પલાયન કરવું, નાસી જવું. ૩૫+૬ ૧-ઉપદ્રવ કરવો, સતાવવું, ત્રાસ આપવો, ૨તોફાન મચાવવું, ૩-દુઃખ દેવું, ૪-નાશ કરવો. પ્ર+જ્જુ ૧-નાસી જવું, ૨ચાલ્યા જવું, ૩-વિમુખ થવું, વિરુદ્ધ થવું. વિટ્ટુ ૧-મારી નાખવું, ૨ખરવું, ખરી પડવું, ૩-નાસી જવું, ૪-દોડવું. સમિટ્ટુ ૧-હેરાન કરવું, સતાવવું, ૨-હરાવવું, પરાભવ કરવો. સમા+જ્જુ એકઠા થઈને નાસી જવું, સમુપ+ન્નુ ૧-ભેટવું, મળવું, ૨-ભાગી જવું, નાસી જવું.
(૬૭) રટ્ (૧ ૫. સે) ૧-બોલવું, કહેવું, ૨-૨ટણ કરવું, વારંવાર યાદ કરીને બોલવું, ૩-રાડ પાડવી, બરાડવું, ૪-રોવું, રડવું, પ-ઠપકો દેવો.
(૬૮) (તાપ્) (૧ ૫. અનિટ) ૧-તપવું, ગરમ થવું, ઉષ્ણ થવું, ૨-તપાવવું, ગરમ કરવું, ૩-સંતાપ કરવો, સંતપ્ત થવું, ૪-સંતપ્ત કરવું, સંતાપ પમાડવો, ૫-ક્રોધ કરવો, ૬-ગુસ્સે કરવું, ૭-તપ કરવો, તપસ્યા કરવી, ૮-પ્રતાપી થવું, પરાક્રમી થવું, ૯-પ્રભાવશાળી હોવું. અનુ+તપ્ પસ્તાવું, પશ્ચાતાપ કરવો, અમિ+તર્ ૧-સંતાપ આપવો, ગુસ્સે કરવું, દુઃખ દેવું. પ્રતિ+તમ્ ૧-ચિંતા કરવી, ૨-સંભાળ લેવી, ખબર રાખવી. પરિ+તપ્ પસ્તાવો કરવો, સંતાપ પામવો.
(૬૯) શિક્ષ્ (૧ આ. સે) ૧-શિક્ષણ લેવું, અભ્યાસ કરવો, ૨શીખવું, ૩-શિખામણ દેવી, ૪-સજા કરવી.
(૭૦) વૃ (૧ ઉ. અનિટ) ૧-પાલન પોષણ, ક૨વું, ૨-આશ્રય દેવો, ૩-ધરવું, ધારણ કરવું, ૪-ભરવું, પૂરવું, ૫-ભરી દેવું, પુરૂ કરવું. સ+પૃ ૧-સંક્ષેપ કરવો, સંકોચ કરવો, પાલન પોષણ કરવું, ૩-ધરવું, ધારણ કરવું.