________________
ૐ ૐ નમઃ
શ્રેણી ક્રમાંક-૬૨ જૈનમ જ્યતિ શાસનમ માનવીના આર્થિક લાભ અને લોભ
વચ્ચે રહેંસાવા, રીબાવા પ્રાણીઓ (Mી (ભુ ઈન્ટરનેશનાલીસ્ટ મેગેઝીનના આધારે) )
(ભાગ - ૨) ન્યુ ઈન્ટરનેશનાલીસ્ટ' સામાયિકનું સંશોધન કહે છે કે, “માંસનું ઉત્પાદન અનાજના બગાડ વડે જ થાય છે.” માંસાહારી માણસને એક મટન સ્ટીક ખવડાવવા માટે જરૂરી માંસ મેળવવા પાછળ એટલું અનાજ વેડફાય છે કે તેમાંથી પાંચ અન્નાહારી માનવોનું પેટ ભરી શકાય. ૧૦ હેકટર જમીનની કિષિ નિપજ ઉપર સોયાબીનનો આહાર લેતી ૬૧ વ્યક્તિઓ કે ઘઊંનો આહાર લેતી ૨૪ વ્યક્તિઓ નિભી શકે છે. પણ માંસ કે બીફ ખાતી માત્ર ૨ વ્યક્તિનું ભરણપોષણ થઈ શકે છે.
શ્રી ગાયલ હાર્ડિએ ઉપરોકત સામયિકમાં માંસ મેળવવા માટે પશુઓ સાથે કેવી ક્રૂરતા આચરવામાં આવે છે, તેનું વિગતવાર વર્ણન આપ્યું છે. શ્રી હાર્દિ કહે છે, “સમૃદ્ધ દેશોમાં મોટા ભાગનું માંસ તથા માછલીનું ઉત્પાદન ફેકટરી - ફાર્મમાં થાય છે.” સુપર માર્કેટમાંથી રૂપાળા ડબ્બાઓમાં પેક કરેલ વિવિધ પ્રકારના માંસ કે માછલીઓ ખરીદતા લોકોએ તેનું ઉત્પાદન કઈ રીતે થાય છે તે જાણવું જોઈએ. સૌ પ્રથમ ડક્કર કે ભુંડના માંસની ઉપલબ્ધિ પાછળ ભંડણની કેવી વેદના છૂપાયેલી છે. તે જાણો. આપણે ત્યાં ભેંસોના તબેલા હોય છે, તે પ્રકારે યુરોપમાં ભંડોના તબેલા રાખવામાં આવે છે. આ તબેલા આધુનિક કારખાનાની માફક ભુંડના બચ્ચાઓનું ઉત્પાદન કરતા રહે છે. સૌ પ્રથમ તગડા ભુંડ વચ્ચે માદા ભુંડને છોડી મુકી ફળાવવામાં આવે છે. ભુંડણ ગર્ભવતી બન્યા બાદ ત્યાંથી હટાવીને લોખંડના સાંકડા હારબંધ ગોઠવેલા ચોકઠામાં બાંધી દેવામાં આવે છે. આ ચોકઠું એટલું નાનકડું હોય છે કે બિચારી ભુંડણ એક પગલું આગળ કે પાછળ ખસી શકતી નથી. ભુંડણ પોતાની આખી ગર્ભાવસ્થા આવી સાંકડી, હવાઉજાસ કે સાથીદારની હૂંફ વગરની અર્ધ ખુલ્લી કોટડીમાં કાપે છે. મહિનાઓ સુધી તેણે પોતાના મળમૂત્રમાં સુવું - ઊઠવું - બેસવું અને રહેવું પડે છે. અંતે, ગંદકી વચ્ચે પતરાના પ્લેટફોર્મની છત ઉપર ભુંડણની સુવાવડ થાય છે. નાનકડા ભુંડબાળ પોતાની મા પાસે બે અઠવાડિયાથી વધુ રહી શકતા નથી. જે ભુંડના બચ્ચાઓને ઓછામાં ઓછા બે મહિના માતાનું ધાવણ મળવું જોઈએ, તેને માત્ર બે અઠવાડિયામાં માતા પાસેથી ખુંચવી લેવાય છે. બચ્ચાના વિરહમાં ડુબેલી ભુંડણને ત્યારબાદ પાંચ દિવસનો આરામ આપ્યા પછી ફરીથી સશકત ભંડોના ટોળા વચ્ચે ફળાવવા માટે ધકેલી દેવામાં આવે છે. આ ચક્ર આમને આમ ચાલતું રહે છે.
મરઘીના ઉછેરની ઘટના પણ આવી જ ક્રૂર અને દયાહીન છે. પોસ્ટ્રી ફાર્મમાં લોખંડના વાયરમાંથી બનાવેલા પિંજરામાં મરઘીઓ ઠાંસી ઠાંસીને ભરવામાં આવે છે. જગ્યાના અભાવને કારણે પિંજરાઓની એકબીજા ઉપર ગોઠવેલી થપ્પીઓ બનાવાય છે, પરિણામે મોટાભાગની મરઘીઓએ કતલ માટે બહાર કઢાય તે પહેલા કદી સૂર્યપ્રકાશ જોયો હોતો નથી. ઈંડા મેળવવા માટે પાળેલી મરઘીઓને ૪૫ થી ૫૦ સેન્ટીમીટર લાંબા પિંજરામાં ભરી હોય છે. વાયરના પિંજરાની સંકડાશમાં ચાલીને મરધીના પગ ભાંગી જાય છે. પીંછાઓ ખરી જાય છે. ઓટોમેટીક ફીડરમાંથી ખોરાક મેળવવા પડાપડી કરતી મરઘીઓ શારીરિક વેદનાને કારણે ઘણીવાર ખાઈ શકતી નથી. નાના પિંજરામાં