________________
શ્રેણી ક્રમાંક-પ૩
ૐ ૐ નમઃ
જનમ જ્યતિ શાસનમ વિશ્વસમ્રાટ મહાવીર પ્રભુનું જગપૂત્વ
લોકો હવે જશ્નર સમજાશે
(ભાગ - ૨) બ્રેડ, બટર, ટૂથપેસ્ટ, ઠંડા પીણા, આઈસક્રીમ જેવા અનેક વાસી અભક્ષ્ય પદાર્થો ચણાની દાળ જેટલા લઈને યંત્રોમાં જોતાં અબજોના અબજો જીવોની વસાહત (કોલોની) વૈજ્ઞાનિકો જોઈ શક્યા છે. એ આપણી અકરાંતિયા બનીને જયારે ને ત્યારે જે આવે તે મોંમાં ઓરવાનું કામ કરતા પૃથકજનોને માટે દીવાદાંડી સમાન છે.
- ગૌતમસ્વામી સૂર્યના કિરણો પકડીને અષ્ટાપદજીની યાત્રા કરવા ગયા. આ વાત કહેવાતી મંગળ યાત્રા મેરીનર-૪ની ન થઈ ત્યાં સુધી જ હસી કઢાતી હતી. કારણ ૪૦ ટન જિનના આ યાને ૪૦ કરોડ માઈલની સફરમાંથી ૩૨ કરોડ માઈલ સુધીની યાત્રાને ૪ સોલાર પેનલ-વાલ્સ પર સૂર્ય કિરણોથી અણુશક્તિ પેદા કરીને જ પૂર્ણ કરી છે તેમ કહેવાય છે. ૪૦ ટન વજનનું યાન જે કામ કરી શકે એ કામ ૫૦/૧૦૦ કીલો વજન ધરાવનાર ગૌતમસ્વામી આધ્યાત્મિક તાકાતના જોરને આધારે ન કરી શકે? હવામાં યોગીઓ અધ્ધર રહેતા એ વાતને હવામાં અધ્ધર હવે ઉડાવી નહીં શકાય કારણ વિજ્ઞાન સમજવા લાગ્યું છે કે યોગાસનો અને પ્રાણાયામ દ્વારા જયારે શરીરમાંના આકાશતત્વ પર નિયંત્રણ લાવવામાં આવે છે ત્યારે કહેવાતા ગુરુત્વાકર્ષણના પરિબળો નબળા પડી વિરુદ્ધ દિશામાં કામ કરવા લાગે છે. શકય છે. ધીમે ધીમે આકાશગામિની સહિત આઠેય મહાસિદ્ધિઓની સાચી પ્રતીતિ વિજ્ઞાનને થઈ આવે. ઉકાળેલું પાણી પીવાથી માંડીને ઊભા ઊભા પ્રતિક્રમણ કરવાથી કે એક પંચાંગ પ્રણિપાત ખમાસમણું આપવાની યોગાસનનોની ઘણી ઉપયોગી મુદ્રા આવી જતી હોય છે. શુદ્ધ ક્રિયાથી વંદિત બોલાય તો પ્રાણાયમની જરૂ નથી રહેતી એવી ટકોર એક નેચરોપેથે કરેલી.
મહાપ્રભાવિક ભક્તામર સ્તોત્રની ૪૪ ગાથાઓ દ્વારા મહામનિષી માનતુંગસૂરીશ્વરજી મહારાજાના શરીર પર બાંધવામાં આવેલી બેડીઓ તૂટવા માંડી એ ચમત્કાર ભોળાજનોને ભોળવવા માટે કાલ્પનિક કથા દ્વારા કરવામાં આવે છે, એવું હવે નહિ કહી શકાય કારણ શરીરમાં ઉત્પન્ન થતી પથરીઓને વાઢકાપ વિના માત્ર અવાજના મોજાઓ દ્વારા તોડી નાંખવામાં આવે છે. દર્દી પોતે પણ આ પ્રક્રિયા ટી.વી. પર નિહાળી શકે છે. એક ડગલું આગળ વધીને વાત કરીએ તો અવાજ ૧૮,૦૦૦ સાઈકલ પર અશ્રાવ્યધ્વનિમાં રૂપાંતરિત કરીને અહ્વાસોનીક ડ્રીલ દ્વારા સેંકડના હજારમાં ભાગમાં કઠણમાં કઠણ હીરાને તોડી નાખે છે. ૧ કરોડ ૨૦ લાખ કંપનોથી ખોપરી ખોલ્યા વગર જો ઓપરેશનો થતા હોય તો અક્ષરોથી ખરી તાકાતને જાણનારા મહાપુરુષો મંત્રો દ્વારા એક બેડી તોડવાનું કામ ન કરી શકે? નમસ્કાર મહામંત્રના પાઠ, જાપ દ્વારા કાર્મણવર્ગણા રૂપી દોષોને બાળી નાખવાનું કામ ન થઈ શકે?
૮૪,૦૦૦ હાથીના વજન જેટલી સૂકવેલી શાહીથી લખાયેલા શાસ્ત્રોનું પુનરાવર્તન નેપાલમાં મહાપ્રાણ ધ્યાનમાં વ્યસ્ત એવા ભદ્રબાહુસ્વામીજી કરી શકતા હોય તે આપણને અશકય જેવું લાગતું હતું પણ સુપર કોમ્યુટર્સના આગમને આ શંકા દૂર કરી દીધી છે.
૭ સંખ્યાના ગુણાકારો સેકંડના અસંખ્યભાગમાં કરીને ૨૦૦ માણસ ૨૪ કલાક જે કામ કરે તેને અડધો કલાકમાં સમેટી આપતા આ નિર્જીવ કોષોમાં આટલી તાકાત હોય છે તો યોગશક્તિથી વિકસિત થયેલા જ્ઞાનકોષો ૧૪ પૂર્વ પ્રમાણ જ્ઞાનનું પુનરાવર્તન બે ઘડીમાં ન કરી શકે? વિજ્ઞાન કહે છે, આપણે મગજમાં રહેલી શક્તિના ૭ થી ૮% કોષોનો જ ઉપયોગ કરીએ છીએ, જે એકાદ ટકો વધારે ઉપયોગ કરી શકે તે મહામાનવ બની શકે છે. આના આધાર પરથી ત્રણલોકના ત્રણે કાળનું જાણી શકવાની કેવળજ્ઞાનની વાત સહેલાઈથી સમજી શકાશે. જે આત્મામાં ગુણ કેળવવાથી આવે છે.