________________
ૐ ૐ નમઃ લિમ્ જ્યતિ શાસનમ
શ્રેણી ક્રમાંક-પ૦
મિણી માંક-૫] રે ટી.વી. તારા પાપે
(ભાગ - ૩) ટી.વી. નહોતા ત્યારે ઘરમાં કુટુંબમેળો જામતો. મામા-માસી, ફઈ-સગાવહાલાને ઘેર ઊઠવા-બેસવાનું થતું. વડીલો પાસેથી વારસાગત સંસ્કારો મળતા. આજે ઘરનાં બાળકોને પણ સંસ્કાર આપવા, ધર્મનો અભ્યાસ કરવા કે અલકમલકની વાતો કરવા, ઘરમાં કોઈની પાસે સમય નથી. ટી.વી.એ રાત્રિનો ધાર્મિક અભ્યાસ ગુમાવ્યો. વિડિયોએ બેનોની પૂજા ભણાવવાની મજા ગુમાવી. કિટ્ટી પાર્ટીઓ, રોઝ ડે, વેલેન્ટાઈન ડે, પ્રેમના સંદેશાઓનો કાર્સ વગેરે આ ટી.વી. અને વિડિયોની આડ-પેદાશ છે.
ટી.વી. આવવાથી મહેમાનોને આવકાર, તેમનો સત્કાર ભૂલાતો જાય છે. મહારાજ સાહેબ વહોરવા આવે ત્યારે જ સારી સિરિયલ ચાલતી હોય તો મોટું કટાણું થઈ જાય છે. નહીં તો આપણે ત્યાં લોકગીતોમાં પણ આવકાર અંગેના તેમ જ જીવનની નિશાળના રહસ્યો અંદર ધરબી દીધા છે.
હે! જી તારા આંગણીયા પછીને રે કોઈ આવે એને આવકારો મીઠો આપજે હો... જી.... આવે એને પાણી પી જે... ભેળો બેસી જમજે રે, છે. જી એને જાપાર સુધી વળાવવાને જાજે રે
એને આવકારો મીઠો આપજે રે.. જી. આવા મીઠા આવકારને બદલે મહેમાન આવે ત્યારે એવી રેખાઓ યજમાનના મોં પર ઉપસે છે. મહેમાનને થાય કે ફરી કયારેય અહીંયા પગ ન મૂકવા.
મહાભારત, રામાયણની સિરિયલો વખતે ગલગલીઓ પછી કરક્ષેત્રના મેદાનમાં ફેરવાઈ ગયેલી અને કંઈ કેટલાયે આંખો ગુમાવેલી. ટી.વી., વિડિયો, સિનેમા-પિકચર બધાનું કામ પણ એક જ છે, લે દામ ભુલાવે રામ. ટી.વી., વિડિયોને લીધે કેફી દ્રવ્યોની સંગતે ચડેલા સંજુબાબાને સિગારેટ પીતો જોઈને નરગીસે ઠપકો આપ્યો અને સંજુબાબાએ નરગીસે પોતે કયાં પિકચરમાં સિગારેટ પીધી હતી તેની યાદ અપાવે છે અને નરગીસ જીવનભર પિકચરોને અલવિદા કરે છે. રેલો ઘર નીચે આવે ત્યારે ઘણું મોડું થઈ ગયું હોય છે. ત્યાં સુધીમાં તો અનેકોએ કુસંસ્કારોના જામ પી લીધા હોય છે.
સૌથી વધુ ભયાનક અસર ટી.વી.માંથી નીકળતા એક્સ-રે કિરણો અકાળે દેહને પીંખી નાખે છે. અમદાવાદના મનોવૈજ્ઞાનિક ટી.વી.ને જીવતાજાગતા ભૂતની ઊપમા આપે છે. બોબ હોઝ અને ડેવિડટ્રેપ નામના અમેરિકન - ઓસ્ટ્રેલિયન સંશોધકોએ બાળકો અને ટી.વી. નામના સંશોધન પત્રમાં લખ્યું છે કે ઘણા બાળકો સાથે પ્રશ્નોત્તરી કરી અમે નિર્ણય પર આવ્યા છીએ કે ટી.વી.થી બાળકો સંસ્કારવિહોણા થતાં જાય છે અને હિંસકવૃત્તિના શિકાર થતા જાય છે. અમેરિકાના ઈન્ટરનેશનલ કંપ્લીશન અગેઈનસ્ટ વાયોલેન્ટ એન્ટરટેઈનમેન્ટ સંસ્થાના મનોવૈજ્ઞાનિકો એ બાળકોના પ્રિય સીનોમાં અમાનુષી અત્યાચાર અને ખૂનામરકીના સીનોનો પહેલો નંબર હતો. એક નાનકડી બાળકી તો રોજ રસોડામાંથી છરી લાવી એની ઢીંગલી ઉપર રોજ વાર કરતી હતી. આ ગ્રુપે આખરે જાહેર કર્યું હતું કે ટી.વી.ને કારણે પશ્ચિમના દેશોમાં ગુંડાગીર્દીમાં ૧૦૦ ટકા વૃદ્ધિ થવા પામી છે.
ટીમ બીશપ નામના પ્રખ્યાત પત્રકારે ટી.વી.ની ઘાતક અસર સમજીને ઘરમાંથી ટી.વી. કાઢી નાખ્યું હતું.
તો સ્ટીફન બેકર કહે છે કે બાળકોને ભૌતિક વસ્તુઓ નથી જોઈતી હોતી તેને તો માત્ર માતાપિતાનો પ્રેમ જોઈએ છે, પણ હવે દાદા-દાદીને પણ ટી.વી.ને હિસાબે પોતરાઓને ખોળામાં બેસાડવાનો સમય નથી.
વિશ્વવિખ્યાત પેગ્વિન પબ્લીશના ધ પ્લગઈન ડ્રગમાં ટી.વી.થી થતાં ભયંકર નુકસાનોનું વૈજ્ઞાનિક પ્રયોગો કરીને આબેહૂબ વર્ણન કરવામાં આવ્યું છે. ડો. જહોન એમ. ઓટ્રી દ્વારા વટાણાના નાના છોડને ટી.વી. સામે