________________
ૐ ૐ નમઃ
જૈનમ્ જ્યતિ શાસનમ્
શ્રેણી ક્રમાંક-૩૫
અષ્ટપ્રકારી પૂજાના રહસ્યો-૯
(૪) બે વૃષભ સ્કંધો (ખભ્ભા) : માન ગયું દોય હંસથી, દેખી વીર્ય અનંત,
ભુજાબને ભવજલ તર્યા, પૂજો ખંત મહંત.
ક્રોધ, માન, માયા, લોભનું એડ્રેસ, એનું સ્થાન, ખભ્ભા પર છે. માણસ અહંકાર બતાવવા ખભ્ભાઓ ઊછાળે છે. જઘન્યથી ૧ ક્રોડ દેવતાઓ આપની સેવામાં હાજર હોય, ૬૪ ઈન્દ્રો આપની સેવા કરતા હોય કે ખુદ જમાલી જેવા આપની સમક્ષ બંડ પોકારતા હોય છતાં આપ સાગરવર ગંભીરા જ રહો છો. અનાદિકાળનું અભિમાન આપે ફગાવી દીધું. અનંત શક્તિના માલિક છતાં ગોશાળા સામે કે કાનમાં ખીલા ઠોકનાર ખેડૂત સામે આપે હ૨ફ પણ નહીં ઊચ્ચાર્યો. નહીં તો આપની શક્તિ કેવી છે? કહેવાય છે કે ૧૫ ગાય કરતાં ૧ બળદનું બળ વધારે; ૨૦ બળદ કરતાં ૧ પાડાની તાકાત વધારે; ૫૦૦ પાડા કરતાં ૧ હાથીની તાકાત વધારે; ૧૫ હાથી કરતાં ૧ સિંહની તાકાત વધારે; ૧૦ લાખ સિંહ કરતાં એક અષ્ટાપદ નામના પ્રાણીની તાકાત વધુ. (અહિં જોવા ન મળે. મહાવિદેહ ક્ષેત્રમાં જોવા મળે છે); ૧૦ લાખ અષ્ટાપદ પ્રાણી કરતા ૧ સામાન્ય દેવની તાકાત વધુ, અસંખ્ય દેવોની તાકાત કરતા ૧ ઈન્દ્રની તાકાત વધુ અને અનંતા ઈન્દ્રોની તાકાતને અનંતી ગુણીએ તેનાથી અનંતગણી વધુ તાકાત આપના અંગૂઠામાં છે. છતાં, આપ શાંત રહ્યા, પ્રશાંત રહ્યા, ઊપશાંત રહ્યા. અને અમે તારા ભક્ત છતાં અમારા કષાયો દૂર નથી થતા.
‘તુજ ગુણ રાગ ભર હૃદયમેં, કિમ વસે દુષ્ટ કષાય રે’
પ્રભુ જે હૃદયમાં તારા પ્રત્યેનો રાગ હોય ત્યાં કષાય હોતા જ નથી. આપ દયા કરીને આપના ઉપર અપાર પ્રીતિ ઉપજાવી કષાય મુક્તિ આપો. અભિમાન આવે એવું મારે માન નથી જોઈતું. તારું ધ્યાન કદી ન ભૂલાય એવું જ્ઞાન જોઈએ છે.
આપે આપના વૃષભ સ્કંધો ઉપર જગતના તમામ જીવોને મુક્તિએ પહોંચાડવાની જવાબદારી લીધી છે. હવે મારી જવાબદારી તારા હાથમાં છે. પ્રભુ! તારા ખભ્ભાની પૂજા કરતાં કરતાં અમારા પણ અહંકાર નષ્ટ થાઓ. વિનયગુણની પ્રાપ્તિ થાઓ.
(૫) મસ્તક શિખા
સિદ્ધશીલા ગુણ ઊજળી, લોકાંતે ભગવંત, વસિયા તેણે કારણ ભવિ, શિરશિખા પૂરુંત.
ભવારણ્યમાં ભટકી રહેલા પ્રાણીઓને મુક્તિનગરે સહીસલામત લઈ જનારા મહાસાર્થવાહ. જન્મ, જરા અને મૃત્યુની ભીષણ શૃંખલા ભેદીને અક્ષય અમરપદે આરૂઢ થનારા હે જગન્નાથ આપ જય પામો, જય પામો. આ એ જ મસ્તક છે જેમાં વિશ્વકલ્યાણની ભાવના ઠાંસી ઠાંસીને ભરેલી છે. સહુ પ્રત્યેનો મૈત્રીભાવનો અવિરત સ્ત્રોત, ધર્મધ્યાન, શુક્લધ્યાનની ધારાઓ વહી રહી છે. આપના ઉત્તમ ગણાતાં સર્વે અંગોમાં ઉત્તમોત્તમ અંગ આપનું મસ્તિષ્ક છે. આપે સહનશીલતાનો ગુણ એવો વિકસાવ્યો કે સંગમ ઉપર પણ આપે બે આંસુ વહાવ્યા. દુઃખનો સામનો નહીં, આપે સહર્ષ સ્વીકાર કર્યો. કમઠ ઊપસર્ગ કરે કે ધરણેન્દ્ર સેવા કરે (પ્રભુસ્તુલ્ય મનોવૃત્તિ) બન્ને પ્રત્યે આપે એકજ સરખો ભાવ રાખ્યો. (નહિ રાગ, નહિ દ્વેષ લગીરે, જેને સર્વ સમાન, એવા છે વિતરાગી જગમાં જિનેશ્વર ભગવાન.) આપના પ્રભાવે મારા દુષ્ટ વિચારો નાશ પામો. મારું મસ્તક આપને ચરણે નમાવીને વિનંતી કરું છું કે આ પૂજાને પ્રભાવે મારો પણ સિદ્ધશીલામાં વાસ થાઓ. (૬) લલાટ તીર્થંકર પદ પુણ્યથી, ત્રિભુવન જન સેવંત, ત્રિભુવન તિલક સમા પ્રભુ, ભાવ તિલક જયવંત.
હે, પ્રભુ! આ એજ લલાટ છે જેમાં આખાય વિશ્વના ભગવાન બનવાના લેખ લખાયા હતા. જેના