________________
બ) અગ્રપૂજા (સર્વભદ્ર) ધૂપ, દીપક, અક્ષત, નૈવેદ્ય અને ફળપૂજાને ‘અભ્યુદય કારિણી’કહી છે. આપણે સુખી-સમૃદ્ધ છીએ તે આપણી બુદ્ધિ માત્રથી નહીં પરંતુ આગલા ભવમાં કયાંક કોંક જગ્યાએ ચોકખા ઘીના દીવા કર્યા હશે, ૧૦૮ દીવાથી આરતી ઊતારી હશે. તેના પુણ્યના પ્રભાવે બાહ્ય અને આંતરિક સર્વપ્રકારી અભ્યુદય થાય છે.
ક) ભાવપૂજા: (સર્વસિદ્ધિકલા)ઃ ચૈત્યવંદન, સ્તુતિ, સ્તોત્ર, સ્તવન, ગીત, ગાન, નૃત્ય દ્વારા કરવામાં આવતી ભાવપૂજાને ‘નિઃશ્રેયસ કારિણી' એટલે કે મોક્ષમાં લઈ જવા માટે નિસરણી સમાન ગણવામાં આવી છે.
જળપૂજા: “જળપૂજા જુગતે કરો, મેલ અનાદિ વિનાશ
જળપૂજા ફળ મુજ હોજો, માંગું એમ પ્રભુ પાસ.
અષ્ટપ્રકારી પૂજામાં જળપૂજા અતિ મહત્ત્વની છે અને સૌથી વધુ ચમત્કારિક છે કારણ નવડાવવાના ભગવાનને અને કર્મો સાધકના ખપે.
(અપૂર્ણ)
8 છે
હેં! હોય નહીં?
આમળા એટલે અમૃત
આમળા માટે એમ કહેવાય છે કે આમળા એટલે નવજીવન. સર્વ આશાઓ છોડી દીધી હોય તેવા લોકોને પણ આમળા નવજીવન આપે છે. આમળા માટે જેટલા પ્રયોગો લખીએ તેટલા ઓછા છે. ચરક સુશ્રુત અને અષ્ટાંગ હૃદયે આમળાના બે મોઢે વખાણ કર્યા છે. સીઝનમાં તાજા મળતા હોય ત્યારે રોજના ૨-૩ આમળા ખાવા તેમજ રોજ ત્રિફળા એટલે કે હરડે (૬૦% રોગો મટાડે), આમળા (૭૦% રોગો મટાડે) અને બહેડા (અનેક રોગો મટાડે) એ ત્રણેનું ચૂર્ણ રોજ લેવાથી માથાના વાળથી લઈ નખ સુધીના સર્વ રોગોમાં અનેક ફાયદાઓ થાય છે. શુદ્ધ દવા જોઈતી હોય તો આ છોડ તમે ઘરમાં પણ ઊગાડી શકો. સંપર્ક કરો. ૧૮, શાહીબાગ-૨, ઝાંઝરડા રોડ, જુનાગઢ. ટે. નં.
૩૧૭૧૫.
આવો જ એક પ્રયોગ લીંબડાના કો૨નો (ફૂલનો) છે. ફાગણ મહિના પછી લીંબડા ઉપર કોર બેસે છે. સફેદ ઝીણા ફૂલ જેવો તે ચૈત્ર સુદ ૧ થી ચૈત્ર સુ. ૧૫ સુધી ૧ ચમચી ફાંકીને ઉપર ગરમ પાણી સાથે લેવામાં આવે તો આખું વર્ષ તાવ નથી આવતો.
સૌજન્યઃ વર્ધમાન સંસ્કૃતિધામ - ઘાટકોપર (સાંઘાણી) કેન્દ્ર વતી શ્રી કેતનભાઈ બળવંતરાય શાહ
સ્ત્રી એ ‘શ્રાવિકા' છે. એના માથે સાત ક્ષેત્રના સાત બેડાનો ભાર છે. આજનો સુવિચાર સંતાનોને એ સાધુ બનાવે, ભણાવે, પ્રભુનો ભક્ત બનાવે. → જો ‘નારી' ઉગરી ગઈ, તો શું ન ઉગરી ગયું?
વર્તમાન સંસ્કૃતિધામ (પ્ર. છ. સરકાર સંસ્કૃતિ ભવન) ૬, ધન મેન્શન, ૧લે માળે,
અવંતિકાબાઈ ગોખલે સ્ટ્રીટ, ઓપેરા હાઉસ, મુંબઈ-૪૦૦૦૦૪,
ટે. નં. ૩૮૮૭૬૩૭, ટેલી ફેક્ષઃ ૩૮૯૫૮૫૭
વિનિયોગ પરિવાર
બી-૨/૧૦૪, વૈભવ, ૧લા માળે, જાંબલી ગલી,
બોરીવલી (પશ્ચિમ), મુંબઈ-૯૨. ટે. નં. ૮૦૭૭૭૮૧
ટેલી ફેક્ષ: ૮૦૨૦૭૪૯