________________
બગડે, દાળ બગડે તો દિવસ બગડે અને અથાણું બર્ગડે તો વ૨સ બગડે કહેવાય છે, તેમ પ્રભાતે સારા માણસનું મોં જોનારનો આખો દિવસ સારો જાય છે, તો પછી પરમ સૌભાગ્યવંત અને મંગળ તેમજ કલ્યાણોની વેલડી સર્જતા શ્રી જિનેશ્વર દેવનું દર્શન કરનારનો આખો ભવ સુધરી જાય તેમાં શંકાને કોઈ સ્થાન નથી.
(વધુ આવતાં અંકે)
સુધારો
શ્રેણીના જાગૃત સુશવાચકો તરફથી અમારી ત્રુટિઓ પર નમ્ર ધ્યાન દો૨વામાં આવતાં નીચે મુજબ ફેરફારો આપની ફાઈલમાં કરી દેવા નમ્ર વિનંતી છે.
શ્રેણી ૬માં: મસાઓ દૂર કરવાના પ્રયોગમાં જે ચૂનો વા૫૨વાનો છે તે કળીચૂનો એટલે કે ખાવામાં વપરાતો ચૂનો સમજવો.
શ્રેણી ૭માં: હાર્ટ-એટેકના ઉપાયમાં (૧) અર્જુનારિષ્ટની ગોળીઓ ખૂબ સારું કામ આપે છે એમ લખ્યું છે પણ જેને બી.પી.ની તકલીફ રહેતી હોય તેમણે આ દવા લેવાનું પ્રમાણ યોગ્ય વૈદ્યરાજને પૂછીને નક્કી કરવું. (૨) તેમાં તુલસીના અને ફુદીનાના પાન વા૫૨વાનું લખ્યું છે તે ફાગણ સુ. ૧૫ થી કારતક સુ. ૧૫ સુધી આપણને ખપતા નથી તે ધ્યાનમાં લેવા નમ્ર વિનંતી છે.
શ્રેણી ૧૧માં: મુદ્દા નં. ૧૩માં ઉકાળેલું પાણી ‘સૂર્યોદય પહેલાં જેટલી મિનિટ પહેલા પાણી ઉતારો‘ તેમ લખ્યું છે. પરંતુ સૂર્યોદય થયા પછી જ પાણી ઉતારવું વધારે ઊચિત્ લાગે છે.
શ્રેણી ૧૭માં: (૧) ચિલાતીપુત્રએ જે ખૂન કર્યું તે શેઠની પત્નીનું નહીં પણ શેઠની પુત્રી સુષ્મા, જે દાસીપુત્ર ચિલાતીપુત્રની પ્રિયતમા હતી તેનું કરેલું તેટલો હકીકત દોષ સુધારીને વાંચવું. (૨) આ શ્રેણીમાં પ્રથમ પાનાની નીચે જીભના બે કામ લખેલા છે તે બોલવાનું અને ખાવાનું સમજવું.
હવે પછીના આરોગ્ય વિષયક લખાણોમાં પણ સહુએ પોતાની તાસીર સમજીને ઔષધિ પ્રયોગો યોજવા. અમારા શબ્દો કરતાં પણ આત્માના ભાવને પકડવા નમ્ર વિનંતી છે.
આપ સહુને ફરી ફરી નમ્ર વિનંતી છે કે આ શ્રેણીનો શકય હોય તેટલો વધારે પ્રચાર કરશો.
અનુમોદનીય
ત્રીજા મહિનાના સૌજન્યનો વર્ધમાન સંસ્કૃતિ ધામ - મલાડ કેન્દ્રએ લાભ લીધેલ છે. એ સિવાય કોઈને શ્રેણીના જૂના અંકો જોઈતા હોય તો ધામ ઉપરથી મળી રહેશે.
સૌજન્યઃ વર્ધમાન સંસ્કૃતિધામ - ઘાટકોપર (સાંઘાણી) કેન્દ્ર વતી શ્રી પોપટલાલ બાદરચંદ
આજનો સુવિચાર
ડેઈલી – ડાયરી રાખો.
રોજ એક સારું કામ કરો. તેની તેમાં નોંધ કરો. રોજ એક સારો વિચાર કરો, તેને તેમાં ટપકાવી લો.
વર્તમાન સંસ્કૃતિધામ
(પ્ર. છ. સ૨કા૨ સંસ્કૃતિ ભવન)
૬, ધન મેન્શન, ૧લે માળે,
અવંતિકાબાઈ ગોખલે સ્ટ્રીટ, ઓપેરા હાઉસ, મુંબઈ-૪૦૦૦૦૪.
ટે. નં. ૩૮૮૭૬૩૭, ટેલી ફેક્ષઃ ૩૮૯૫૮૫૭
૨
વિનિયોગ પરિવાર
બી-૨/૧૦૪, વૈભવ, ૧લા માળે, જાંબલી ગલી,
બોરીવલી (પશ્ચિમ), મુંબઈ-૯૨.
ટે. નં. ૮૦૭૭૭૮૧
ટેલી ફેક્ષઃ ૮૦૨૦૭૪૯