________________
* * * * * * * * * * * * * * * * * સર્વસિદ્ધિ દ્વાર * * * * * * * * * * * * * * * * *
સાર:- કામાદિથી અભિભૂત થયેલાને જે પ્રિયતમાદિભાવો પરોક્ષાત્મકરૂપે અનુભૂત થતા હોય, તો તેઓમાં તેવા આવેગાદિ દેખાય નહીં. તેથી વિદ્યમાન અથવા અવિદ્યમાન એવી જે-જે વસ્તુ અતિશય ભાવિત કરાય તે-તે વસ્તુ ભાવનાનો પ્રકર્ષ થયે સ્ફટ એવી અવિકલ્પકબદ્ધિમાં હેત બને છે. અર્થાત્ તેના ફળરૂપે તેવી સ્ફટ અવિકલ્પક બુદ્ધિ થાય છે. તેમાં જે અસત્ય હોય છે તે પૂર્વવિજ્ઞાનમાં આરૂઢ થયેલું હોય છે અને તેનાથી અવ્યતિરિક્ત હોય છે. અને ઉત્તરજ્ઞાનનો હેતુ બને છે. અને જે સત શ્રેય છે, ભાવન કરાતું તે સત સ્વભાવથી જ હેતુ થાય છે. નહીં કે જ્ઞાનમાં આરૂઢ થવારૂપે. અહીં પ્રસંગથી સર્યું. જેમ અતિશયિત ભાવનાથી ભાવિત પદાર્થો નિર્વિકલ્પકપ્રત્યક્ષના વિષય બને છે. તેમ કેવળજ્ઞાનના પણ વિષય બનતા પદાર્થો અતીત/અનાગત હોય, તો પણ વર્તમાનની જેમ પ્રત્યક્ષ જ હોય છે. ૧૩૨૪ तदेवं केवलज्ञानं यथोपपन्नं भवति तथाऽभिधाय सांप्रतं साकारानाकारताचिन्तया तदभिधातुमुपक्रमते - કેવળજ્ઞાનમાં છાયા-પ્રતિબિમ્બનો નિષેધ - આમ જે રીતે કેવલજ્ઞાન યુક્તિસંગત બને તે બતાવ્યું, હવે સાકાર–અનાકારતાની વિચારણા દ્વારા કેવલજ્ઞાનઅંગે પ્રકાશ પાથરવાનો આરંભ કરે છે.
तं पुण विसयागारं सो य इमस्सेव गहणपरिणामो ।
णतु बिंबसंकमादी पोग्गलस्वत्ततो तस्स ॥१३२५॥ (तत् पुन विषयाकारं स चास्यैव ग्रहणपरिणामः । न तु बिम्बसंक्रमादि पुद्गलरूपत्वात् तस्य ॥) तत्-केवलज्ञानं पुनःशब्दो वक्तव्यतान्तरप्रदर्शनार्थः, विषयाकारं-विषयस्य परिच्छेदकतया संबन्धी आकारो यस तद्विषयाकारम् । कः पुनरस्याकार इति चेत् ? अत आह-स चाकारोऽस्यैव ज्ञानस्य विवक्षितविषयगोचरो ग्रहणपरिणामः, अन्यथा तदभावाविशेषतः सर्वस्य सर्वार्थपरिच्छित्तिप्रसक्त्या सर्वज्ञत्वप्रसङ्गात् । अन्ये त्वाहः-"विषयबिम्बसंक्रमादिराकार" इति, तन्मतं दूषयितमाह-'न उ' इत्यादि न तु बिम्बसंक्रमादि-बिम्बसंक्रम आदिशब्दात् बिम्बसदृशबिम्बोत्पाद आकारः। कुत इत्याह-तस्य बिम्बस्य पुद्गलरूपत्वात् । बिम्बं हि चक्षुर्विषय आकार उच्यते, चक्षुषश्च विषयो रूपं, रूपं च स्पर्शाद्यविनाभावि, स्पर्शादिमन्तश्च पुद्गलाः, "रूपरसगन्धस्पर्शवन्तः पुद्गला" इति वचनात् । तस्मात् पुद्गलधर्म एव बिम्ब, तत्संक्रमाद्यभ्युपगमे चानेकदोषप्रसङ्गः, तथाहि-धर्मास्तिकायादीनाममूर्ततया बिम्बं न संभवत्येवेत्यव्याप्तिः, येषामपि च घटादीनां बिम्बं संभवति तेषामपि ज्ञाने बिम्बसंक्रान्तौ निराकारताप्रसङ्गः, विषयसदृशबिम्बोत्पादाभ्युपगमे च ज्ञानस्यापि विषयस्येव पौद्गलिकत्वप्रसङ्ग इति ॥१३२५॥
ગાથાર્થ:- (મૂળમાં પુન: શબ્દ વિષયાન્તરસૂચક છે.) કેવળજ્ઞાન પરિચ્છેદકરૂપે વિષયસંબંધી આકારવાળું હોય છે. આ (કેવળજ્ઞાન) નો આકાર કેવો છે? તે બતાવે છે- આ જ જ્ઞાનનો વિવક્ષિતવિષયસંબંધી ગ્રહણપરિણામ જ આકારરૂપ છે. જો આવો ગ્રહણપરિણામરૂપ આકાર ન માનો, તો બધા જ વિષયઅંગે તેવા આકારનો અભાવ સમાનતયા હોવાથી બધાને જ બધા જ અર્થોનો પરિચ્છેદ થવાનો પ્રસંગ હોવાથી બધા જ સર્વજ્ઞ બની જવાનો પ્રસંગ છે.
બીજાઓ કહે છે કે “વિષયના બિંબનો સંક્રમ થવો વગેરરૂપે આકાર છે.” આ મતને દૂષિત કરવા કહે છેબિમ્બસંક્રમાદિ આદિશબ્દથી બિમ્બતુલ્ય બિમ્બની ઉત્પત્તિરૂપે આકાર નથી, કેમકે બિમ્બ પુગળરૂપ છે. ચક્ષનો વિષયભૂત આકાર બિમ્બ કહેવાય. અને ચક્ષનો વિષય છે રૂપ. અને રૂપ સ્પર્શદિ ગુણોને અવિનાભાવી છે. અને પુગલો જ સ્પર્શદિવાળા છે. કહ્યું છે કે રૂપ, રસ, ગન્ધ, સ્પર્શવાળા પુદ્ગલો છે તેથી બિમ્બ પુદ્ગલનો જ ધર્મ છે. આવા બિમ્બના સંક્રમાદિના સ્વીકારમાં અનેક દેશો આવવાનો પ્રસંગ છે. તથાતિ- ધર્માસ્તિકાયવગેરે અમૂર્ત છે, તેથી તેઓનું બિમ્બ જ ન હોવાથી બિમ્બસંક્રમાદિ ન સંભવે.) તેથી બિમ્બસંક્રમાદિરૂપ આકાર માનવામાં ધર્માસ્તિકાયાદિમાં અવ્યાપ્તિ
છે. (જ્ઞાનનો વિષય હોવા છતાં બિમ્બાદિ ન હોવાથી અવ્યાપ્તિ છે.) વળી ઘડાવગેરે જેઓના પણ બિમ્બ સંભવે છે, તેઓ પણ જ્ઞાનમાં બિમ્બસંક્રાન્તિ થવાથી સ્વયં નિરાકાર થઈ જવાની આપત્તિ છે. કેમ કે પોતાના બિમ્બ-આકાર જ્ઞાનમાં સંકાન્ત થવાથી પોતે બિમ્બરહિત બની ગયા.) આ આપત્તિ ટાળવા બિસંક્રાન્તિને બદલે વિષયના બિમ્બને સદેશ બિમ્બની જ્ઞાનમાં ઉત્પત્તિ સ્વીકારવામાં તો જ્ઞાન પણ બિમ્બવાળ બનવાથી પૌગલિક બનવાનો પ્રસંગ છે. ૧૩રપા स्यादेतत. न विषयबिम्बसंक्रमस्पो जाने आकारो मन्यते येन विषयस्य निराकारता प्रसज्येत. नापि विषयसदशबिम्बोत्पादो यतः पौगलिकत्वं ज्ञानस्याप्यापद्येत, किंत्वादर्श इवाङ्गनावदनस्य विषयस्य प्रतिच्छायासंक्रमो ज्ञाने आकार इत्यत आह -
જ જ જ ન જ જ જ ન જ જ ન જ ન જ ન જ ધર્મસંગ્રહણિ-ભાગ ૨ - 318
* * * * * * * * * *