________________
* * * * * * * * * * * * * * * * સર્વ સિદ્ધિ કાર
જે જે જે જે જે જે જે જે જ
ગાથાર્થ:- આમ વસ્તુ દ્રવ્ય-પર્યાયઉભયરૂપ હોવાથી જ દ્રવ્યમાં તેના સંબંધના બીજરૂપે અતીત-અનાગતરૂપ પણ સંભવે છે. તેથી પૂર્વોક્ત પ્રત્યક્ષપ્રવૃત્તિના અભાવરૂપ દોષને અવકાશ નથી. અર્થાત દ્રવ્યમાં પણ કથંચિત અતીત-અનાગતરૂપતા હોવાથી દ્રવ્ય પોતાના તે-તે અતીત-અનાગતરૂપે પણ પ્રત્યક્ષ થાય, તેમાં દોષ ન આવે. તથા પૂર્વપક્ષે જે “અતીતાદિ હોય, તો તે (=વર્તમાનરૂ૫) કેવી રીતે હોય(ગા. ૧૩૧૫) એવું કહેલું તે પણ બરાબર નથી, કેમકે “નયે..' ઇત્યાદિ. આમ પર્યાયની અપેક્ષાએ અતીત-અનાગતનો અભાવ માનવો પણ યોગ્ય નથી. તાત્પર્ય:- જે કે અતીતાદિના સંબંધીરૂપે દ્રવ્યનું અતીતઅનાગતરૂપ પણ વર્તમાનમાં વિદ્યમાન છે. છતાં પ્રગટરૂપે અને તથા પરિણતિરૂપે તેને પર્યાયના વિનાશાદિ થયા લેવાથી તે અપેક્ષાને નજરમાં લઈ અતીત–ભૂતપૂર્વઆદિ વ્યવહાર કરવો પણ વિરૂદ્ધ નથી. તેથી વર્તમાનમાં વિદ્યમાન હોય, તો વર્તમાનરૂપે માનો અતીતાદિપે નહીં... તેવી શંકા રહેશે નહીં') ૧૩૨ના उपसंहारमाह - હવે ઉપસંહાર કરતા કહે છે
एवं स्वं सव्वं एवं चिय गेण्हई तओ जम्हा ।
ताऽतीतादिसु सम्म उववण्णं तस्स पच्चक्खं ॥१३२१॥
(एवंरूपं सर्वमेवमेव गृह्णाति सको यस्मात् । तस्मादतीतादिषु सम्यगुपपन्नं तस्य प्रत्यक्षम् ॥ एवंरूपं-मिथो भिन्नाभिन्नद्रव्यपर्यायस्वभावं सर्व-सकलभवनोदरवर्ति वस्तु, एवमेव सकलातीतावस्थाजन्यतया सकलैष्यदवस्थाजनकतया च यस्मात् 'तओ त्ति' सकः सर्वज्ञो गृह्णाति 'ता' तस्मादतीतादिषु-अतीतानागतेषु भावेषु तस्यसर्वज्ञस्य प्रत्यक्षं सम्यक् उपपन्नमेवेतिस्थितम् ॥१३२१॥
ગાથાર્થ:- આ જગતમાં સમાયેલી તમામ વસ્તુઓ પરસ્પરથી ભિન્નભિન્ન એવા દ્રવ્ય-પર્યાય-ઉભયસ્વભાવવાળી છે. અને સર્વજ્ઞ સમગ્રઅતીત અવસ્થાઓથી જન્યરૂપ અને ભવિષ્યની તમામ અવસ્થાઓના જનકતરીકે જ તે વસ્તુનો બોધ કરે છે. (અહીં અત્યંતનજીકની પૂર્વાવસ્થાથી વર્તમાન અવસ્થા સાક્ષાત જન્ય જાણવી. તથા દૂર-સુદૂરની પૂર્વાવસ્થાઓથી વર્તમાન- અવસ્યા પરંપરા જન્ય જાણવી, તેમજ તરત ઉત્તરની અવસ્થા માટે સાક્ષાત અને પછી પછીની અવસ્થાઓમાટે પરંપરાએ જનકતા સમજવી.) તેથી અતીત અને અનાગત ભાવોઅંગેનું સર્વજ્ઞનું પ્રત્યક્ષજ્ઞાન સમ્યગરીતે સુસંગત છે, તેમ નિરચય થાય છે. ૧૩૨૧ અવિદ્યમાનાતીતાદિઅંગે પણ સ્પષ્ટપ્રત્યક્ષ अभ्युपगम्यापि सर्वथाऽतीतानागतानामिदानीमभावं प्रकृते दोष(षा) भावमाह - અતીત–અનાગતભાવોનો સર્વથા અભાવના સ્વીકારમાં પણ પ્રસ્તુતમાં કોઈ દોષ આવતો નથી તે બતાવતા કહે છે
तीए तीयत्तेणं अणागते तेण चेव स्वेणं । . गेण्हइ जं ते दाणिं गहणे विणं तेसि तदभावो ॥१३२२॥
(अतीतान् अतीतत्वेनानागतान् तेनैव रूपेण । गृह्णाति यत्तान् इदानीं ग्रहणेऽपि न तेषां तदभावः ॥ यत्-यस्मात्तान् भावान् अतीतानतीतत्वेन, अनागतान् तेनैव-अनागतत्वलक्षणेन रूपेण गृह्णाति, अन्यथा तद्धान्तत्वप्रसङ्गात्, तस्मात् 'दाणिं ति' इदानींशब्दस्य"लोपोऽरण्ये" इति योगविभागादादेरिकारस्य लोपे, "नो ण" इति नकारस्य णत्वे च 'दाणिमिति' रूपं भवति, तदुक्तम्-"लोप इदानींशब्दे योगविभागादिहादेः स्या" दिति। तत इदानी-संप्रति तेषाम्-अतीतादीनां ग्रहणेऽपि न तदभावः-अतीतादिरूपत्वाभावः, यदि हीदानीमपि तद्भावः स्यात्तदा तदभावः प्रसज्यते नान्यथेति ॥१३२२॥
ગાથાર્થ:- સર્વજ્ઞ અતીતભાવને અતીતરૂપે જ, અને અનાગતભાવોને અનાગતરૂપે જ ગ્રહણ કરે છે. કેમકે જો અન્યથારૂપે ગ્રહણ કરે તો તે ભ્રાન્તરૂપ થવાનો પ્રસંગ છે. તેથી વર્તમાનમાં અતીતાદિના ગ્રહણમાં પણ અતીતાદિરૂપતાનો અભાવ આવતો નથી. જો વર્તમાનમાં પણ તે ભાવો હોય (=વર્તમાનરૂપે શ્રેય) અથવા એ અતીતાદિભાવોને વર્તમાનમાં પણ અતીતાદિને બદલે વર્તમાનરૂપે જ જોવામાં આવે તો અતીતાદિભાવોના અભાવનો પ્રસંગ આવે, અન્યથા નહીં. “લોપો અરણ્ય સૂત્રના યોગવિભાગથી ‘ઈદાનીં શબ્દના આરંભનાઈનો લોપ થયો અને “નો ણ' સૂત્રથી ન” કારનો ‘ણ' કાર થયો. તેથી પ્રાકૃતમાં ‘દાણિ રૂપ થાય છે. કહ્યું જ છે કે “અહીં ઈદની શબ્દમાં યોગવિભાગથી આદિનો (ઈનો) લોપ થાય'. ૧૩રરા अथोच्येत-कथमतीतानागतान् भावान् एकान्तेनाविद्यमानानपि परिच्छिन्दत्तद्विषयं ज्ञानं स्फुटाभं भवति, अत्य-- परोक्षविषयतया हि तत् ज्ञानमस्फुटाभमेव भवितुमर्हति, तथा च सति तस्य प्रत्यक्षत्वव्याघात इति, तदसमीचीनम्, अत्यन्तपरोक्षविषयस्यापि ज्ञानस्य स्फुटाभत्वेनोपलभ्यमानत्वात् यत आह - * * * * * * * * * * * * * * * * ધર્મસંગ્રહણિ-ભાગ ૨ - 315 * * * * * * * * * * * * * * *