________________
*** સર્વસિદ્ધિ દ્વાર નજ
તોય ચાલે. અર્થાત્ શાનના વિષય બનવા જ જોઇએ. આમ નહીં માનવામા) છઠ્ઠા અભાવપ્રમાણસાથે વ્યભિચારનો દોષ છે. (તુપદ પૂરણાર્થક છે.) ૫૧૨૨૪૫
अमुमेव षष्ठमानव्यभिचारदोषं भावयन्नाह
છઠ્ઠા પ્રમાણમાં આવતા વ્યભિચારદોષનું ભાવન કરે છે.
य तेऽणुमाणगम्मा लिंगाभावा ण सद्दगम्मा य ।
विसयाभावा विहिपडिसेहा विसओ जतो तस्स ॥९२२५॥
(न च तेऽनुमानगम्या लिङ्गाभावान्न शब्दगम्याश्च । विषयाभावाद् विधिप्रतिषेधौ विषयो यतस्तस्य ॥) न यस्मात्ते - जलधिजलपलप्रमाणादयो विशेषा अनुमानगम्या - अनुमानप्रमाणविषयाः, लिङ्गाभावात्-विषयेण विषयिणो लक्षणात् लिङ्गपरिज्ञानाभावात् । नहि विशेषप्रतिबद्धं किंचित् लिङ्गं ज्ञातुं शक्यते, विशेषाप्रत्यक्षत्वेन तत्प्रतिबद्धस्य लिङ्गस्य ज्ञातुमशक्यत्वात् । अपिच, देशकालव्याप्तिग्रहणेन लिङ्गनिश्चयो भवति, न च विशेषो देशान्तरे कालान्तरे वा संभवति, तस्य प्रतिनियतदेशकालत्वात् । ततो न विशेषेण सह कस्यचित्प्रतिबन्धनिश्चय इति लिङ्गपरिज्ञानाभावः । नापि शब्दगम्याः-आगमप्रमाणगम्याः । कुत इत्याह- 'विषयाभावात्' आगमप्रमाणविषयत्वाभावात् । कथं विषयत्वाभावः ? इत्याह- यतो - यस्मात्तस्य- आगमस्य विधिप्रतिषेधावेव विषयस्तथाभ्युपगमात् ॥१२२५ ॥
ગાથાર્થ:- સમુદ્રના પાણીનુ વજન, પ્રમાણવગેરે વિશેષો અનુમાનપ્રમાણના વિષય નથી, કેમકે લિંગનો (-વિષયથી વિષયીનું લક્ષણ થાય એ ન્યાયથી)–લિંગના જ્ઞાનનો અભાવ છે. અહીં વિશેષને પ્રતિબદ્ધ કોઇ લિંગનું જ્ઞાન થવું શકય નથી, કેમકે વિશેષ જ અપ્રત્યક્ષ હોવાથી તેને પ્રતિબદ્ધ લિંગનું જ્ઞાન થવું પણ અશકય જ છે. વળી, દેશ અને કાળને આશ્રયી વ્યાપ્તિના ગ્રહણથી લિંગનિશ્ચય થાય છે. પણ ‘જલધિજલવજન' જેવા વિશેષો અન્ય દેશમા કે અન્ય કાળમાં ઉપલબ્ધ થવા શકચ નથી, કેમ કે તેઓ નિશ્ચિત દેશ અને કાળમા જ વિદ્યમાન હોય છે. તેથી આવા વિશેષની સાથે કોઇની વ્યાપ્તિનો નિશ્ચય થતો નથી. આમ લિગના પરિજ્ઞાનનો અભાવ છે. એ જ પ્રમાણે આ વિશેષો આગમપ્રમાણગમ્ય પણ નથી, કેમકે આગમપ્રમાણના વિષય નથી, કેમકે વિધિ-પ્રતિષેધ જ આગમના વિષયતરીકે સ્વીકૃત છે. ૫૧૨૨પા
उवमागम्मा वि ण ते आलंबणजोगविरहतो तेसिं ।
अत्थावत्तएँ वि एवमेव ते णावगम्मंति ॥ १२२६॥
(उपमागम्या अपि न ते आलंबनयोगविरहतस्तेषाम् । अर्थापत्याऽपि एवमेव ते नावगम्यन्ते II)
उपमागम्या अपि ते-विशेषा न भवन्ति । कुत इत्याह-आलम्बनयोगविरहतस्तेषां विशेषाणां प्रत्यक्षप्रमाणालम्बनक्रियाभिसंबन्धाभावतः । उपमाया हि 'अनेन दृश्यमानेन गवयेन सदृशो मदीयः पूर्वदृष्टो गौस्तस्य चानेन सादृश्यमित्येवं प्रवृत्तिरिष्यते, ततः प्रत्यक्षप्रमाणविषयत्वाभावे उपमानस्यापि ते गम्या न भवन्ति । अर्थापत्त्यापि एवमेव - अनुमानादिभिस्वि ते - विशेषा नावगम्यन्ते । सा हि दृष्टः श्रुतो वाऽर्थो यदन्तरेण नोपपद्यते यथा काष्ठस्य भस्मविकारोऽग्नेर्दहनशक्तिमन्तरेण तद्विषया वर्ण्यन्ते (ते) । न च दृष्टः श्रुतो वा कोऽप्यर्थः सकलवस्तुगताशेषविशेषानन्तरेण नोपपद्यत इति ॥ १२२६॥
ગાથાર્થ:- આ વિશેષો ઉપમાગમ્ય પણ નથી. કેમકે પ્રત્યક્ષપ્રમાણના આલંબનથી(=આધારે) ક્રિયા (ઉપમાન ક્રિયા) ના અભિસંબંધનો તેઓમા અભાવ છે. ઉપમાપ્રમાણમાં “આ દેખાતા ગવય જેવો જ મેં અગાઉ જોયેલો ગો (-બળદ/ગાય ) હતો. તે (=પૂર્વદૃષ્ટ)નીસાથે આ ગવયનું સાદૃશ્ય છે.” આવી પ્રવૃત્તિ ઇષ્ટ છે. (પૂર્વપ્રત્યક્ષનું વર્તમાનપ્રત્યક્ષસાથે સાદૈશ્યદર્શન ઉપમાની મુખ્યપ્રવૃત્તિરૂપ છે.) પરંતુ આ વિશેષો જેનીસાથે સરખાવી શકાય તેવી કોઇ વસ્તુ પ્રત્યક્ષપ્રમાણનો વિષય બનતી નથી, તેથી આ વિશેષો ઉપમાગમ્ય પણ નથી. અનુમાનાદિની જેમ અર્થપત્તિથી પણ તે વિશેષોનો બોધ થતો નથી. અર્થાપત્તિપ્રમાણ દૃષ્ટ કે શ્રુત–અર્થ જેના વિના ઉપપન્ન ન થાય, તે વિષયઅંગે હોય છે, જેમકે લાકડાનો ભસ્મ-રાખરૂપ વિકાર અગ્નિની દહનશક્તિ વિના શકય નથી, (તેથી આ દેષ્ટભસ્મની અન્યથાઅનુપપત્તિથી અગ્નિની દહનશક્તિ સિદ્ધ થાય છે.) પરંતુ પ્રસ્તુતમાં એવો કોઇ દૃષ્ટ કે શ્રુત અર્થ દેખાતો નથી, કે જે સકળવસ્તુગત સઘળા'ય વિશેષો વિના ઉ૫પન્ન ન બને. ૫૧૨૨૬॥
વિશેષોની સિદ્ધિ
यद्येवं ततः किमित्याह
જો આમ હોય, તો શું?” તે બતાવે છે.
* * ધર્મમણિ-ભાગ ૨ - 283 * *