________________
* * * * * * * * * * * * * * * * * *શ્વિદેશ * * * * * * * * * * * * * * * * * * *
કર્મનિર્જરા થતી ન હોય, તો ઉત્તરોત્તર દેશવિરતિ, સર્વવિરતિવગેરે ગુણોની જે પ્રાપ્તિ થતી દેખાય છે, તે અનુપન્ન બને. કેમકે તે પ્રાપ્તિ કર્મનિર્જરાપર અવલંબે છે. અને એ પ્રાપ્તિ થતી દેખાય છે. તેથી પણ ગ્રન્થિપ્રદેશ પ્રાપ્તિ સિદ્ધ થાય છે. તેથી પૂર્વે બતાવેલો “ગ્રન્થિપ્રદેશની પ્રાપ્તિ થવી યોગ્ય નથી એવો દોષ સંભવતો નથી. આ વાત આમ સ્વીકારવી જ રહું, નઈ તો તમે બતાવેલા સૂત્રમાં જે “અપ્રમત્તસંયત કશો પ્રક્ષેપ કરતો નથી. કર્મબંધ કરતો નથી' એમ કહ્યું છે. તેમાં પણ વિરોધ આવશે. કેમકે અપ્રમત્તસંયત પણ કર્મબન્ધ કરે છે. કહ્યું જ છે કે “અપ્રમત્તસંયતને ઉત્કૃષ્ટથી આઠ મુહૂર્તની અને જઘન્યથી અંતમૂર્હતની બંધસ્થિતિ હોય, તે સમજવું.” (આ પ્રરુપણા શ્રેણિમાં અંતિમ બંધની અપેક્ષાએ હોય, તેમ લાગે છે.) તેથી કર્મબંધ અને નિર્જરાને અપેક્ષીને તમે બતાવેલું સૂત્ર ઓધવિષયક-સામાન્ય નિર્દેશરૂપ છે, અને તેનો અમે કહો તેમ વિશેષવિષય સમજવાનો છે. તેથી જ પ્રતિસમય અનઃ કર્મપુગળોના ગ્રહણમાં ય આપત્તિ નથી, કેમ કે ઉવલના-સ્થિતિઘાતપ્રક્રિયાથી એવો અવસર પણ આવે છે કે, ગ્રહણ કરાતાં પુત્રો કરતાં અસંખ્ય-અનન્તગુણ છૂટતાં હોય.) પ૭૬૩ વસ્તુધર્મરૂપસ્વભાવ અને ગુણસેવનથી વશ્વિદેશપ્રાપ્તિ पर आहઅહીં પૂર્વપક્ષ કહે છે.
___सा किं सहावतो च्चिय उदाहु गुणसेवणाए इट्ठत्ति ? ।
जइ ता सहावओ च्चिय उड्डंपि निरत्थिगा किरिया ॥७६४॥ . (सा किं स्वभावत एव उत गुणसेवनया इष्टेति । यदि तावत्स्वभावत एवोवमपि निरर्थका क्रिया ॥
सा-तं ग्रन्थिं यावत्संप्राप्तिः किं स्वभावत एवेष्टा उत गुणसेवनयेति विकल्पद्वयम् । तत्र यदि तावत्स्वभावत एव सा प्राप्तिरिष्यते तत ऊर्द्धवपि सम्यक्त्वादिप्राप्तिः स्वभावत एव भविष्यतीति या अपूर्वकरणादिका क्रिया सा निरर्थका ७६४॥
ગાથાર્થ:- પૂર્વપક્ષ:- આ ગ્રન્થિપ્રદેશની પ્રાપ્તિ શું સ્વભાવથી જ ઇષ્ટ છે? કે ગુણસેવનથી? અર્થાત જીવ શું સ્વભાવથી જ ગ્રન્થિપ્રદેશ સુધી આવે છે કે ગણના સેવનના બળે આવે છે? આ બે વિકલ્પ છે. અહીં જે સ્વભાવથી જ ગ્રન્થિપ્રદેશની પ્રાપ્તિ ઈષ્ટ હોય, તો તે પછી પણ સમ્યકત્વવગેરેની પ્રાપ્તિ સ્વભાવથી જ થશે, તેથી અપૂર્વકરણવગેરે જે ક્રિયા સમ્યકત્વઆદિની પ્રાપ્તિ માટે બતાવી છે તે નિરર્થક ઠરશે. ૭૬૪
अह उ गुणसेवणाए मिच्छादिहिस्स के गुणा पुव्विं ? ।
तव्विहबंधातो चे सोवि तहा केण कज्जेण? ॥७६५॥ (अथ तु गुणसेवनया मिथ्यादृष्टेः के गुणा पूर्वे । तद्विधबन्धात् चेत् सोऽपि तथा केन कार्येण ? ) अथ तुरवधारणे भिन्नक्रमश्च गुणसेवनयैव सा प्राप्तिरिष्यते, ननु तदानीं मिथ्यादृष्टेः सतः के गुणा भवेयुः? यत्सेवनातो ग्रन्थिदेशप्राप्तिर्भवेत्, नैव केचन गुणा इति भावः, मिथ्यादृष्टित्वात् । 'तव्विहबंधाओ चे इति तद्विधः- तत्प्रकारस्तथाविधक्षान्त्यादिगुणान् प्रति निमित्ततामादधानो यो बन्धस्तस्मात्केचिदव्यक्तरूपाः क्षान्त्यादयो गुणा भवेयुरिति चेत् बूषे? ननु सोऽपि-बन्धस्तथाविधोऽव्यक्तरूपक्षान्त्यादिगुणनिमित्ततामादधानः केनकार्येण-केन हेतुना भवति? न हि सोऽपि तथाविधो हेतुमन्तरेणोपजायमानो युक्तः, सदा सत्त्वासत्त्वप्रसङ्गात् ॥७६५।।
ગાથાર્થ:- (મૂળમાં તપદ જકારાર્થક છે, અને ગણસેવનયાપદ સાથે સંબંધ છે) હવે, જો ગુણસેવનથી જ ગ્રન્થિપ્રદેશની પ્રાપ્તિ ઈષ્ટ હોય, તો તે વખતે મિથ્યાદેષ્ટિ હોવાથી કયા ગુણો સંભવે છે? કે જેના સેવનથી ગ્રન્થિપ્રદેશની પ્રાપ્તિ થાય. અર્થાત એવા કોઈ ગુણો સંભવતા નથી, કેમકે તે મિથ્યાદૃષ્ટિ છે.
શંકા:- તેવા પ્રકારના સાન્નિવગેરે ગુણો પ્રતિ નિમિત્તભાવને ધારણ કરતો એવો જ જે બન્ધ થાય છે, તે બન્ધના કારણે કેટલાક અવ્યક્તશાન્તિવગેરે ગુણો સંભવે છે. તાત્પર્ય:- તેવા પ્રકારના અલ્પ અને મંદ બંધના કારણે મિથ્યાત્વીને પણ અવ્યક્ત લાન્તિવગેરે ગુણો સંભવે છે.
સમાધાન:- અહીં એ સવાલ ઊભો થાય કે, અવ્યક્તસાન્નિવગેરે ગુણોમાં કારણ બનતો તેવા પ્રકારનો કર્મબન્ધ થવામાં કારણ કોણ છે? આવો બન્ધ પણ કંઈ તેવા હેતુ વિના થતો સંભવે નહીં, કેમકે અહેતુક એ બન્ધ તો સદા થવાની અથવા કયારેય ન થવાની આપત્તિ આવે. ૭૬પા
* * * * * * * * * * * * * * * ધર્મસંગ્રહણિ-ભાગ ૨ - 99 * * * * * * * * * * * * * * *