________________
બાઘાર્થસિદ્ધિ જ ન
વિજ્ઞાનપક્ષે પણ સમાન છે. તેથી બાહ્યાર્થ જ્ઞાનસાથે તુલ્ય યોગક્ષેમ ધરાવે છે. તેથી જેમ જ્ઞાનનો સ્વીકાર કર્યો તેમ બાહ્યાર્થ પણ સ્વીકારવો જોઇએ. અથવા બાહ્માર્થની જેમ જ્ઞાનનો પણ સ્વીકાર કરવો જોઇએ નહીં. ૫૬૬૭u જ્ઞાનના સાકારવિકલ્પમાં આકારને જ્ઞાનાંગભૂત માનવામાં દોષ
अभ्युच्चयेन प्रतिविकल्पं दोषान्तरमभिधित्सुराह -
હવે અમ્યુચ્ચયદ્વારા દરેક વિકલ્પમા અન્ય અન્ય દોષો દેખાડવાની ઇચ્છાથી કહે છે.
किं चागारो तस्सा किमंगभूतो उआहु विसयातो ? ।
जति ताव अंगभूतो कहं णु णाणंतरावगमो ? ॥ ६६८ ॥
(किं चाकारस्तस्य किमङ्गभूत उत विषयात् ? । यदि तावदङ्गभूतः कथं नु ज्ञानान्तरावगमः ? ॥)
किञ्च तस्य - ज्ञानस्याकारः किमङ्गभूत उत विषयादुत्पन्नः ? इति विकल्पद्वयम् । तत्र यदि तावदङ्गभूतस्ततः कथं नु तेन ज्ञानेन ज्ञानान्तरस्यावगमः ? नैव कथंचनेति भावः, तस्य स्वाकारमात्रसंवेदनप्रवणत्वात् ॥६६८॥
ગાથાર્થ:- વળી, તે જ્ઞાનનો આકાર જ્ઞાનનું અંગભૂત છે કે વિષયથી ઉત્પન્ન થયો છે? જો અંગભૂત હોય તો તે જ્ઞાનથી જ્ઞાનાન્સરનો અવગમ શી રીતે થશે? અર્થાત્ કોઇપણ રીતે નહીં થાય, કારણ કે જ્ઞાન તો પોતાના જ આકારમાત્રના સંવેદનમાં વ્યગ્ર રહેશે. કારણ કે જ્ઞાનનો આકાર જ્ઞાનનાં જ અંગભૂત-સ્વરૂપભૂત છે. ૫૬૬ા
अणवगमम्मि य परमोहविउट्टणं केण सत्थमुवदिट्ठे ? ।
तदभावे सम्ममिदं मिच्छा इतरं तु को मोहो ? ॥६६९ ॥
(अनवगमे च परमोहविकुट्टनं केन शास्त्रमुपदिष्टम् ? । तदभावे सम्यगिदं मिथ्या इतरत्तु को मोहः ? ॥) अनवगमे च ज्ञानेन ज्ञानान्तरस्य केन 'परमोहविउट्टणंति' परमोहविकुट्टनं शस्त्रमुपदिष्टं ? नैव केनचिदुपदिष्टं प्राप्नोति, परस्यैवाप्रतिपत्ति (त्ते ) रितिभावः । तदभावे - शास्त्राभावे सम्यगिदं तन्निमित्तं विज्ञानमितरच्च-अतन्निबन्धनं मिथ्येति यो मोहः स को नाम ? अपूर्वोऽयमेकान्तेनासंभवी जात इत्यभिप्रायः ॥ ६६९ ॥
ગાથાર્થ:- અને જો જ્ઞાનથી જ્ઞાનાન્તરનો બોધ થતો ન હોય, તો બીજાના મોહનો નાશ કરનાર શાસ્ત્રનો ઉપદેશ કોણે આપ્યો? અર્થાત્ કોઇએ ઉપદેશ આપ્યો નથી, તેવું જ આવીને ઊભુ રહેશે; કારણ કે જ્ઞાનાન્તરનો બોધ જ ન હોવાથી પર(= તે જ્ઞાનથી ભિન્ન અન્ય કોઇનો બોધ કે અસ્તિત્વરૂપે સ્વીકાર જ રહેતો નથી, તેથી પર=બીજાના મોહનો પણ નિર્ણય શી રીતે થઈ શકશે? અર્થાત્ ન જ થઇ શકે, તો તે મોહ દૂર કરવા ઉપદેશઆદિ દેવાની તો વાત જ કયાં રહી? આવો ભાવ છે. અને શાસ્ત્રના અભાવમા પરમોહનાશક (તે શાસ્ત્રજન્ય)વિજ્ઞાન સાચુ અને તે શાસ્ત્રથી અજન્ય પરમોહનુ અનાશક વિજ્ઞાન ખોટું” આવો તે કેવો તમારો (-જ્ઞાનવાદીનો) મોહ=અજ્ઞાનજન્યઆગ્રહ છે? અર્થાત્ આવો મોહ થવો એકાંતે અસંભવિત છે, અને છતાં તમને થયો એ આશ્ચર્યની વાત છે. ૫૬૬૯ના
एकान्तेनासंभवित्वमेव दृष्टान्तेन भावयति
હવે દૃષ્ટાન્તદ્વારા જ એકાન્તે અસંભવિપણું બતાડે છે.
चोरो वंझापुतो अतो असाहुत्ति किमिह विन्नाणं ।
जायंइ तिक्खं च जओ खरसंगं तेण साहुत्ति ? ॥६७० ॥
(चौरो वन्ध्यापुत्रोऽतोऽसाधुरिति किमिह विज्ञानम् । जायते तीक्ष्णं च यतः खरशृङ्गं तेन साधु इति॥) यतश्चारो वन्ध्यापुत्रोऽतोऽसाधुः यद्वा यतः खरशृङ्गं तीक्ष्णं तेन कारणेन साधु इति किमिह विज्ञानं जायते ? नैव जायत इत्यर्थः, वन्ध्यापुत्रादेरसत्त्वात् । तथा शास्त्रस्यैवाभावात् कथं तदुत्थं विज्ञानं सम्यक् इतरच्च मिथ्येति विज्ञानमिहोपजायत इति ? ॥६७० ॥
ગાથાર્થ:- વન્ધ્યાપુત્ર ચોર છે તેથી ખરાબ છેઃ અથવા ગધેડાના શિંગડા તીક્ષ્ણ હોવાથી સારા છે.” આવું વિજ્ઞાન શું થાય છે? નથી જ થતું, કારણ કે વન્ધ્યાપુત્રવગેરે સર્વથા અસત્ છે. તે જ પ્રમાણે શાસ્ત્રનો જ અભાવ હોવાથી તેનાથી (-શાસ્ત્રથી) ઉદ્ભવતુ વિજ્ઞાન બરાબર છે, અને તે સિવાયનું વિજ્ઞાન મિથ્યા-ખોટું છે” એવું વિજ્ઞાન કેવી રીતે થશે? અર્થાત્ નહીં જ થાય. ૫૬૭ના
* * * ધર્મસંગ્રહિણ-ભાગ ૨ - 59 +