________________
શ્રી આદિનાથાય નમ: એક આસ્તિક વિદ્વાન અને એક નાસ્તિક વિદ્વાન વચ્ચે વાદ વિવાદ થયો. તેની તીરંદાજી અને બુદ્ધિની પટાબાજી ખેલતા ખેલતા છ મહિના પસાર થઈ ગયા. વાવિવાદના ઘમ્મર વલોણાનું નવનીત એ બહાર આવ્યું કે આસ્તિક વિદ્વાન નાસ્તિક વિદ્વાનની દલીલો સાંભળી નાસ્તિક બની ગયા અને નાસ્તિક વિદ્વાન આસ્તિક વિદ્વાનના મુદ્દાઓ સાંભળી સાંભળી આસ્તિક બની ગયા.
આ વાતનો મુખ્ય સાર એ જ છે કે મુખ્યતયા માનવજીવનમાં જ આત્મા–શરીર, પુણ્ય–પાપ, આલોક-પરલોક, દેવ–નારક, બંધન–મુક્તિ વગેરે અંગે આસ્તિક-નાસ્તિક ચર્ચાઓ, વિવાદો, ખંડન–મંડન ચાલતા હોય છે. નરકના જીવો તો ક્ષેત્ર વગેરેથી અન્ય નાનાવિધ પીડાઓના ત્રાસમાંથી જ ઊંચા નથી આવતા, તેથી તેઓને તે પ્રાય: આ બધું સાંભળવાય નથી મળતું.
વિરોષ ખાસ પ્રવૃત્તિ વિનાના આળસ-જડતાના પ્રતીક સમા પશુઓને ક્વચિત ક્યારેક આવી વાતો કાને પડે છે ખરી–સાંભળવા સદ્ભાગી બની શકે છે, પણ એટલી વિવેકશક્તિ-વિચારશક્તિ ન હોવાથી પ્રાય: સમજી શકતા નથી, તેથી એ બધું સાંભળેલું તેઓ માટે “ભેંસ આગળ ભાગવત’ બની રહે છે. દેવો પાસે સાંભળવાની અને સમજવાની શક્તિ છે પણ સુખ-સામગ્રી વિપુલ પ્રમાણમાં હોવાથી મોટા ભાગે તેમાં લીન રહેતા હોવાથી એ તરફ ખાસ લક્ષ્ય પ્રાય: જતું નથી... આવી બધી ચર્ચા-વિચારણાઓનો અવકાશ ઓછો મળે છે. અને દેવોને એક બંધન છે કે સાંભળવા-સમજવા મળે તો પણ જીવનમાં એક વિશેષ અસરભૂત થાય એ રીતે તેઓ આચરણમાં ખાસ મુકી શકતા નથી.
મનુષ્ય પાસે જ એવી શક્તિ-બુદ્ધિ-સામગ્રી છે કે તે સાંભળી શકે છે, શંકા કરી શકે છે, તર્ક-દલીલ-વાદ કરી શકે છે, વિચારી શકે છે, વિવેક શક્તિથી પરીક્ષા કરી શકે છે, અને સત્યાર્થનો નિર્ણય કરી જીવનમાં આચરી શકે છે. જીવનપદ્ધતિમાં એ મુજબ ધરખમ ફેરફાર કરી શકે છે.
આ માનવ સમૂહમાં પણ બે વિચારધારા સ્પષ્ટ ઉપસી આવે છે.
(૧) વર્તમાન વિશવના પશ્ચિમના વિદ્વાનોએ મુખ્યતયા ભૌતિજ્વાદને નજરમાં રાખી વિજ્ઞાનના ક્ષેત્રે ચિંતન-મનન-આવિષ્કારો કરવામાં નોંધપાત્ર પ્રગતિ સાધી છે. (૨) ભારતદેશ પ્રથમથી જ અધ્યાત્મવાદી રહ્યું છે.
આત્માના અસ્તિત્વ, તેના રસાસ્વત સુખના તથા આલોક-પરલોકના સુખના કારણભૂત ધર્મની આવશ્યક્તા,
હૃદયોર્મિના
તેની સાધનાવિધિ-આચાર–અનુષ્ઠાન, એ બધાની આલોક-પરલોકમાં થતી અસર, બંધન–મુનિ વગેરે
વિષયોઅંગે ખુબ જ ઊંડાણથી ચિંતન થયા છે. આજ
શાબ્દિક સુધીમાં થયેલા મોટા-મોટા વિચારકોએ આ વિષયોમાં
ઘણું ઘણું વિચાર્યું છે. સમાજમાં પણ જુદા જુદા વિચારકોની જૂદી જૂદી વિચારસરણીના આધારે જૂદા જૂદા
આકાર.
ધર્મ-સંપ્રદાય - શાખા-પ્રશાખાવગેરે ઘણા ઘણા ફાંટાઓ ફંટાયા.... પ્રાયઃ દરેક પ્રકારની કુદરતી સંપત્તિથી સમૃદ્ધ
ભારતદેશ વિચારકો, સંતપુ, વિચારધારાઓ અને ધર્મોની વિવિધતાથી પણ સમૃદ્ધ બને છે. જૈન, બૌદ્ધ, વૈદિક, નૈયાયિક, વૈશેષિક, મીમાંસક અને સાંખ્ય આ મુખ્ય છ પ્રખર અધ્યાત્મવાદી દર્શન અને અનધ્યાત્મવાદી નાસ્તિક દર્શનની ઉત્પત્તિ–પ્રવૃત્તિનું મુખ્યસ્થાન ભારતભૂમિ રહી છે.
અલબત્ત, આ બધા દરનોની વિચારધારાઓમાં સ્પષ્ટ અંતર દેખાય છે. છતાં એક રીતે જોવા જઇએ, તો એના બે વિભાગ પડે. એક બાજૂ અનેકાન્ત–સ્યાદ્વાદને અનુસરતું જૈનદર્શન અને બીજી બાજૂ એકાન્તને આગળ કરનારા બાકીના દર્શન. એ અન્ય દર્શનમાં એક એકાન્ત નિત્યવાદી છે, તો બીજો એકાન્ત અનિત્યવાદી. એક દ્રવ્ય-પર્યાય વચ્ચે એકાન્ત ભેદ ઇચ્છે છે, તો બીજો એકાન્ત અભેદ. એને મન આ જગતમાં બ્રહ્મસ્વૈત એકાન્ત સત્ય છે, બાકી બધું માયારૂપ હોવાથી મિથ્થારૂપ છે. તો બીજાને મન દ્વતમાં જ સત્ય છે, અંતમાં નહી. એની નજરમાં આખું જગત સમાન્યરૂપ-સન્માત્ર છે, તો બીજાની આંખે જગતમાં માત્ર વિરોષ જ છે, સામાન્યનું નામોનિશાન નથી. એક ઈશ્વરના નામમાત્રથી ભડકી જાય છે, ઇવરના અસ્તિત્વનો ધરાર ઇન્કાર કરે છે, તો બીજો ઈવરની ઈચ્છા વિના એક પાંદડું પણ હલે નહીં, એમ માની જીવન વિતાવે છે. ટૂંકુમાં આ બધાને મન પોતે જે લ્પના-વિચારધારા અપનાવી છે તે મુજબ જ એકાન્ત આ જગત રહેલું છે, અને તે મુજબ સ્વીકારીને ચાલવાથી જ આત્મોદ્ધાર શક્ય છે. ગણિતમાં જેમ કોઇ અપવાદ નથી તેમ આ બાબતમાં તેઓ જરા પણ અપવાદ ચલાવી લેવા માંગતા નથી.
સામે પક્ષે જૈનદર્શન સ્યાદ્વાદપર નિર્ભર છે. “” એ જૈનદર્શનનું સિમ્બોલ છે. અનેકાન્ત એ જૈન-દર્શનની જ્યપતાકા છે. જૈનમતે દરેક વસ્તુ અપેક્ષીને નિત્ય પણ છે તો અપેક્ષીને અનિત્ય પણ છે, તેથી પરસ્પરાનુવિદ્ધ નિત્યાનિત્ય છે. દ્રવ્ય-પર્યાય અમુક અપેક્ષાએ ભિન્ન છે તો અમુક અપેક્ષાએ અભિન્ન છે. તેથી અન્યોન્યવ્યાપ્ત ભિન્નભિન્ન છે. તે પણ આવકાર્ય છે, અદ્વૈત પણ, તેથી એક્બીજાપર અવલંબિત દ્વૈતાદ્વૈત
સ્વપરાક્રમથી વીતરાગતા–સર્વજ્ઞતારૂપ શુક્તમ ભાવને પામેલા આત્માઓ જ ભગવાન છે કે જે જગર્તા નથી પણ જગતષ્ટા છે અને મોક્ષમાર્ગોપદેષ્ટા છે.
જૈનદર્શન બધા જ દૃષ્ટિકોણને નિષ્પક્ષભાવે નજરમાં લેતું હોવાથી જ આવી મૌલિક ચાડ્વાદ શૈલીને વરેલું છે. બીજા દર્શને પાસે પોતપોતાના અંદાનું સત્ય હોવા છતાં એ જ એકમાત્ર સત્ય છે બીજા અંશોના સત્ય મિથ્યા છે એવો અતિ આગ્રહ રાખે છે. જેમ અતિલસોટવાથી ઘી પણ ઝેર બની જાય છે, તેમ આ આગ્રહના કારણે તેઓનું સત્ય પણ મહાઅસત્ય બની જાય છે. અને બીજા અંરાના સત્યને અપનાવવાની વિચારવા જેટલી પણ તૈયારી ન હોવાથી માનસ સંકુચિત બની જાય છે, જે જીવનવ્યવહારમાં પણ સહિષ્ણુતા ગુણને આંચ પહોંચાડે છે.
શુદ્ધ અનાત્મવાદી હોવાથી નાસ્તિક્ના મતે મન–શરીર–ઇન્દ્રિયને તર્પણ થાય એવી પ્રવૃત્તિ કરવી એ જ ધર્મ છે, “ઋણ ઋત્વી કૃત વિવેત્ એ એમનો સિદ્ધાન્ત છે. અધ્યાત્મવાદી દર્શનો અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય વગેરે ધર્મો અંગે તો લગભગ એકમત છે, પરંતુ અલગ-અલગ પ્રકારના એકાન્તો પકડ્યા હોવાથી એ ધર્મના સ્વરૂપ, હેતુ, ફળ અને આત્માપર અસરની બાબતમાં તથા મોક્ષ-નિર્વાણ-પરિમુક્તિ અને એથી વિરુદ્ધ સંસાર અને સંસારના સ્વરૂપની બાબતમાં ખૂબ જ વિભિન્ન માન્યતાઓ ધરાવે છે. જેથી અહિંસાદિરૂપે સીધા સરળ પણ ધર્મમાં ઘણી ગૂંચ ઊભી થાય છે, અને સામાન્ય જન તેમાં મૂંઝાય છે.
સ્યાદ્વાદને વરેલા જૈનદીને તમામ દૃષ્ટિકોણ, દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવવગેરે તમામ પરિબળોને ધ્યાનમાં લઈ અનેકાન્ત દૃષ્ટિથી ધર્મ, ધર્મસાધક