________________
પ્રસ્તાવના
દેવાધિદેવ શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ ભગવંતના અદ્ભુત અને ચમત્કારપૂર્ણ તીર્થનો ઈતિહાસ અને એ તીર્થનું ગૌરવ બતાવતું પુસ્તક પ્રકાશિત થાય એવુ મારૂં સ્વપ્ન પરમપૂજ્ય પંડિતપ્રવર મુનિશ્રી જંબૂવિજયજી મહારાજની કૃપાથી મૂર્ત સ્વરૂપમાં આવ્યુ તે જોઈ મને ૫૨મ સંતોષ થયો. અને અલ્પકાળમાં જ તે પુસ્તકની બીજી આવૃત્તિ છપાવવાનો પ્રસંગ ઉપસ્થિત થયો એ જોઈ મારા આનંદનો પાર રહ્યો નહીં.
વિદ્વાન મુનિ શ્રી જંબૂવિજયજી મહારાજે સંશોધનપૂર્વક વિદ્વોગ્ય ટિપ્પણીઓ આપી હતી, તે સામાન્ય વાચકો માટે તદ્દન નિરૂપયોગી છે. માટે તે બાદ કરી બીજી આવૃત્તિ વધુ સુલભ કરો તો સારૂ, એવી અનેકો તરફથી સૂચનાઓ મળી. તેથી આ આવૃત્તિમાં તેની ટિપ્પણીઓ કાઢી નાખી અગર મૂળ સાથે ભેળવી દેવામાં આવી છે. જેથી પુસ્તકના આકારમાં ઘટાડો થયો છે. પણ મૂળ વસ્તુમાં જરાએ ઓછું કરવામાં આવ્યું નથી.
આ મૂળ પુસ્તકનો મરાઠી ભાષામાં અનુવાદ કરી તે પણ પ્રગટ કરવામાં આવ્યો છે. એ પુસ્તક પણ અત્યંત લોકપ્રિય થયેલું છે. આ બીજી આવૃત્તિના આધાર પર જ હિંદી આવૃત્તિ પણ પ્રગટ કરવામાં આવશે.
સંપાદક - સાહિત્યચંદ્ર બાલચંદ્ર હીરાચંદ માલેગામ (અક્ષયતૃતીયા, સંવત - ૨૦૧૮)
૩