________________
mશ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ તીર્થ itemજ ગાગર મૂકીને તે માથા ઉપર ઉપાડીને પહેલા (પાણીયારી) સ્ત્રી પ્રતિમાજી નીચેથી નીકળી શકે એટલી મૂર્તિ અદ્ધર હતી એમ જૂના માણસો કહે છે. હમણાં પણ ભૂમિ અને પ્રતિમા વચ્ચે કેટલુંક અંતર છે. એમ ત્યાંના (સિરપુરના) વતની લોકો કહે છે.”
આ જોતાં એમ સ્પષ્ટ લાગે છે કે સોમધર્મગણિજીએ અંતરિક્ષજી સંબંધી વૃત્તાંત અંતરિક્ષજીતીર્થનાં સ્વયં દર્શન કરીને લખ્યો નથી, પણ
પમ્ કાનપરંપરાએ સાંભળીને કિંવા પહેલાંના લખાણને આધારે જ લખ્યો છે. અધિક સંભવ તો એ છે કે-તેમણે જિનપ્રભસૂરિજીને અનુસરીને અંતરિક્ષજીનો વૃત્તાંત લખ્યો છે. . રાવણની, માલિસમાલિની પ્રતિમાપવિત્રિત જલથી સ્નાન કરવાથી વિગિલ્લ (ઇંગોલી) નગરના શ્રીપાળ રાજાનો કોઢ રોગ ગયાની, અધિષ્ઠાયક દેવે કહેલી વિધિ પ્રમાણે તે સમયની અપેક્ષાએ ભાવિતીર્થકર શ્રી પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા ગાડામાં લાવ્યાની, રસ્તામાં રાજાએ પાછું વાળીને જોતાં મૂર્તિ અદ્ધર રહી ગયાની, પછી ત્યાં શ્રીપુર નગર વસાવીને મંદિર બંધાવ્યા વગેરેની એની એ જ હકીકત આમાં પણ છે. મહત્ત્વનો ભાગ એ છે કે-શ્રી જિનપ્રભસૂરિજીએ અંબાદેવી અને ક્ષેત્રપાલ સંબંધી જે હકીકત આપી છે, તે આ ઉપદેશસપ્તતિમાં બિલકુલ નથી. તેમજ બીજા કોઈ લખાણમાં પણ જોવામાં આવતી નથી..
કવિશ્રી લાવણ્યસમય મુનિવિરચિત
શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ છંદ આ પછી શ્રી લાવણ્યસમયજીએ વિ. સં. ૧૫૮૫ ની અક્ષયતૃતીયાને દિવસે ગુજરાતી ભાષામાં રચેલા ૫૪ કડીના શ્રી અંતરિક્ષપાર્શ્વનાથ છંદનું કાલાનુક્રમે સ્થાન આવે છે આમાં તીર્થની સ્થાપના આદિના સંબંધમાં વર્ણનાત્મક તેમ જ અલંકારાત્મક ભાગ ઘણો છે, પરંતુ શ્રી જિનપ્રભસૂરિજી અને શ્રી સોમધર્મગણિજીએ વર્ણવેલા વૃત્તાંતથી આમાં કેટલીક મહત્ત્વની ભિન્નતા નજરે પડે છે. જિનપ્રભસૂરિજી અને શ્રી સોમધર્મગણિજીએ જ્યાં રાવણના સેવક માલિ અને સુમાલિનું નામ આપ્યું છે ત્યાં લાવણ્યસમયજીએ રાવણના