________________
શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ તીર્થ noooooooooooooooooooooooooooooooooo
નોકરે વિદ્યાબળથી વાળુ (રેતી) ની શ્રી પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિ બનાવી હતી અને જતી વખતે નજીકના સરોવરમાં પધરાવી દીધી હતી. પાણીમાં પધરાવવાથી સ્વાભાવિક રીતે જ મૂર્તિ નાશ પામી જાય, પરંતુ દેવપ્રભાવથી અખંડજ રહી. કાલક્રમે આ સરોવર નાનું ખાબોચિયું બની ગયું.
વિંગઉલ્લી (વિંગોલિ-હિંગોલિ) પ્રદેશના વિંગઉલ્લ (હિંગોલિ) નગરના રાજા શ્રીપાલને સર્વાગે કોઢનો રોગ થયો હતો. તે રોગ આ પ્રતિમાના સ્પર્શથી પવિત્ર થયેલા ખાબોચિયાના પાણીથી સ્નાન કરવાથી સર્વથા મૂલથી નાશ પામ્યો હતો. રાત્રે રાજાની રાણીને સ્વપ્નમાં દેવે આવીને કહ્યું કે- “આ પાણીની અંદર ભવિષ્યમાં થનારા શ્રી પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા છે, તેને ગાડીમાં સ્થાપીને સાત દિવસના જન્મેલા વાછરડા જોડીને રાજાએ ગાડીમાં આગળ બેસીને કાચા સુતરના તાંતણાથી બનાવેલી દોરીની લગામથી વાછરડા હાંકીને પોતાના સ્થાન તરફ ગાડીને લઈને જવી, પણ પાછું વાળીને ન જોવું. રાજાએ તે પ્રમાણે બધું કર્યું, પણ કેટલેક દૂર ગયા પછી મૂર્તિ આવે છે કે નહીં એવી શંકાથી પાછું વાળીને જોવાથી મૂર્તિ ત્યાં જ ઊંચે સ્થિર થઈ ગઈ, મૂર્તિ આગળ ને આવવાથી રાજાએ પોતાના નામ ઉપરથી ત્યાં જ સિરિપુર (શ્રીપુર) ગામ વસાવ્યું અને ત્યાં જ ચૈત્ય બંધાવીને તેમાં પ્રતિમા પ્રતિષ્ઠિત કરી. શ્રી જિનપ્રભસૂરિના આ લખાણથી એમ ફલિત થાય છે કે શ્રીપાળરાજા સંબંધી આ આખોય પ્રસંગ શ્રી પાર્શ્વનાથ ભગવાન થયા તે પહેલાં જ બની ગયેલો છે.”
શ્રી જિનપ્રભસૂરિજી લખે છે કે “પહેલાં નીચેથી પાણિયારી સ્ત્રી નીકળી જાય એટલી અદ્ધર પ્રતિમા હતી, પણ કલિયુગના પ્રભાવથી અત્યારે અંગલુછણું જ નીચેથી નીકળે તેટલી અદ્ધર છે” આથી એમ લાગે છે કે જિનપ્રભસૂરિના વખતમાં એટલે કે આજથી લગભગ સવા છસો (૬૨૫) વર્ષ પહેલાં પણ આપણે અત્યારે (૨૧મી સદીમાં) જેટલી અદ્ધર પ્રતિમા જોઈએ છીએ તેટલી જ અદ્ધર હતી. અત્યારે પણ અંગલુંછણું નીચેથી નીકળે તેટલી અદ્ધર છે જ.