________________
શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ તીર્થ
દમયંતીનો જન્મ પણ આ વિદર્ભ દેશની રાજધાની કુંડિનપુરમાં થયો હતો. વિદર્ભ દેશના રાજાની પુત્રી હોવાને લીધે દમયંતી વૈવર્મીના નામથી પણ ઓળખાય છે. અત્યારે પણ કુંડિનપુર વિદ્યમાન છે અને તે અમરાવતી જિલ્લાના ચાંદૂર તાલુકામાં અમરાવતી શહેરથી લગભગ ૨૮ માઈલ દૂર પૂર્વ દિશામાં વર્ધા નદીના બરાબર પશ્ચિમ કિનારે ૨૦/૫૮ ઉત્તર અક્ષાંશ અને ૭૮/૯ પૂર્વ રેખાંશ ઉપ૨ આવેલું છે. पउमावई अ गोरी गंधारी लक्खामणा सुसीमा य । जंबूवई सच्चभामा रुप्पिणी कण्हट्ट महिसीओ ।।
આ મહેસર ની ગાથામાં જેમનો ઉલ્લેખ છે અને જે અંતે શ્રી નેમિનાથ ભગવાન પાસે દીક્ષા લઈને મોક્ષમાં ગયાં છે તે મહાસતી રૂક્મિણીનો જન્મ પણ આ વિદર્ભ દેશના તે કાળના પાટનગર કુંડિનપુરમાં જ ભીષ્મક રાજાને ત્યાં થયો હતો. અત્યારે જો કે કુંડિનપુર બહુ નાનું ગામડું જ રહ્યું છે, છતાં પણ વૈદિકો (હિંદુઓ) એને મોટું તીર્થધામ માને છે. નદીના કાંઠા ઉપર જ બરાબર કૃષ્ણ (વિઠ્ઠલ)રૂક્મિણીનું એક મંદિર છે અને ત્યાં કાર્તિકી પૂર્ણિમા ઉપર પ્રતિવર્ષ ઘણી મોટી યાત્રા (મેળો) ભરાય છે. કુંડિનપુરને લોકો કૌડિન્યપુર પણ કહે
છે.
श्री अंतरिक्षपार्श्वनाथजी तीर्थनो इतिहास
આવા આ પ્રાચીન વિદર્ભ દેશની ભૂમિને પવિત્ર કરી રહેલા આપણા તીર્થની સ્થાપના કયારે કોના હાથે અને શી રીતે થઈ વગેરે જાણવું આવશ્યક અને ખાસ રસદાયક છે. આ તીર્થની યાત્રા કરવા માટે પૂર્વ અનેક આચાર્યાદિ મુનિવરો આવી ગયા છે. વાચકપ્રવર ઉપાધ્યાયશ્રી યશોવિજયજી મહારાજ પણ અહીં આવી ગયા છે અને તેમણે અંતરિક્ષજીના બે સ્તવનો બનાવ્યા છે. યાત્રાર્થે આવેલા મુનિરાજો પૈકી કેટલાક આ તીર્થના સંબંધમાં સંક્ષિપ્ત અથવા વિસ્તૃત નોંધ પણ લખતા ગયા છે કે જેમાંથી આપણને આ તીર્થને લગતી ઐતિહાસિક માહિતી મળી શકે છે. આપણે પણ આ તીર્થનો ઈતિહાસ જાણવા માટે