________________
શ્રી હેમચન્દ્રસૂરિ
નામ જણાવ્યું, રાજાએ વાલ્મટ દ્વારા આચાર્યને બોલાવીને જૈનધર્મનું શ્રવણ કર્યું અને પોતે માંસનિવૃત્તિ આદિ નિયમ ગ્રહણ કર્યા. એ પછી રાજા જૈન સિદ્ધાન્તોનું અધ્યયન કરીને ધીરે ધીરે ખરો જૈન બનતો ગયો. ૩૨ દાંતોની શુદ્ધિ માટે ૩૨ જૈન મંદિર પોતાના પિતાના પુણ્યાર્થે ત્રિભુવનપાલ વિહાર ચૈત્ય અને બીજાં અનેક જિન ચૈત્યો કરાવ્યાં.
સં. ૧૨૧૩ માં વામ્ભટે કુમારપાલની આજ્ઞાથી શત્રુંજયનો જીર્ણોદ્ધાર કરાવ્યો.
પ્રબન્ધમાં ખુલાસો નથી છતાં બીજા ગ્રન્થો ઉપરથી જણાય છે કે સં. ૧૨૧૫ ની આસપાસમાં કુમારપાલે શ્રાવકના બારવ્રત ગ્રહણ કર્યા, અને પોતાના તાબાના સર્વદેશોમાં પશુવધ બન્ચ કર્યો અને સાત વ્યસનો (૧ જુગાર, ૨ માંસ, ૩ મદિરાપાન, ૪ વેશ્યાગમન ૫ શિકાર, ૬ ચોરી, ૭ પરસ્ત્રીગમન) ને પણ દેશવટો દીધો, એટલું જ નહિ પણ અપુત્રિયાનું ધન લેવાનું પણ રાજા કુમારપાલે બન્ધ કર્યું અને પોતાની યથાર્થ ધર્મપણાની છાપ પાડી.
કુમારપાલે અર્ણોરાજ ઉપરની ચઢાઈ વખતે ભગવાન અજીતનાથની જે માનતા કરી હતી, તેની પૂર્તિ રૂપે તેણે તારંગાજી ઉપર ૨૪ ચોવીશ ગજ ઉંચું દેહરુ કરાવ્યું અને તેમાં ૧૦૧ એકસો એક આંગલ (ઇંચ) પ્રમાણ પ્રતિમા સ્થાપિત કરી.
મસ્ત્રી ઉદયનનો બીજો પુત્ર, અંબડ કે જેણે કોકણના રાજા મલ્લિકાર્જુનનું મસ્તક છેડ્યું હતું અને જે અનેક મંડલોનો સુબો હતો તેણે ભરૂચના શકુનિકાવિહારનો ઉદ્ધાર કરાવ્યો ને સં. ૧૨૧૬ માં આચાર્ય હેમચન્દ્રસૂરિના હાથે તેની પ્રતિષ્ઠા કરાવી.
રાજા કુમારપાલની હેમચન્દ્રસૂરિ ઉપર અનન્ય શ્રદ્ધા હતી, તે હેમચન્દ્રનું વચન કોઈ કાળે લોપતો ન હતો, એટલું જ નહિ પણ તેણે એવી પ્રતિજ્ઞા કરી હતી કે કોઈ પણ કાર્ય આચાર્ય હેમચન્દ્રના કાને નાખ્યા વગર કરવું નહિ.'
કહે છે કે કુમારપાલે હેમચન્દ્રના ઉપદેશ પ્રમાણે સિન્ધ દેશની પ્રાચીન રાજધાની વીતભયપત્તનમાં પ્રાચીન ખંડેરો ખોદાવ્યાં હતાં અને તેમાંથી તેને પ્રાચીન જિન મૂર્તિ હાથ લાગી હતી, જે પાટણમાં લઈ જઈને સ્થાપન કરી હતી.
આચાર્ય હેમચન્દ્ર બે દિશામાં કામ કર્યું. એક તો રાજાને પ્રતિબોધ આપીને જૈન ધર્મનો અને જૈન સિદ્ધાન્તોનો દેશભરમાં પ્રચાર કરાવ્યો અને બીજું સર્વાગીય સાહિત્ય રચીને કેવળ જૈન સમાજનું નહિ પણ ગુજરાત દેશનું પણ મુખ ઉજ્જવળ બનાવ્યું.
હેમચન્દ્ર રચેલ વિપુલ ગ્રન્થ રાશિમાંથી નીચેના ગ્રન્થોનો નામોલ્લેખ પ્રબન્ધકારે કર્યો છે.
૧ યોગશાસ્ત્ર, ૨ વ્યાકરણ પંચાગ સહિત ૩ પ્રમાણશાસ્ત્ર, ૪ પ્રમાણ મીમાંસા, ૫ છન્દશાસ્ત્ર, ૬ અલંકાર ચૂડામણિ ૭ એકાWકોશ (અભિધાનચિત્તામણિ) ૮ અનેકાર્થકોશ (અનેકાર્થસંગ્રહ) ૯ દેશ્યકોશ (દશી નામમાલા) ૧૦ નિઘટ્ટ, ૧૧ ત્રિષષ્ટિશલાકાપુરૂષ ચરિત્ર ૧૨ કયાશ્રય મહાકાવ્ય, ૧૩ વીતરાગસ્તવ.
આ ઉપરાંત બીજા પણ કેટલાક આ હેમચન્દ્રનાં ગ્રંથોનાં નામો નીચે પ્રમાણે જાણવામાં આવ્યાં છે.